પુરુષોત્તમ પર્વ ૧ : હૈયાને દરબાર વણથંભી વાગે કોઇ સિતાર… – ભાસ્કર વોરા

ગુજરાતીઓના હોઠે અને હૈયે વસેવું આ મઝાનું ગીત.. અને ટહુકો પર ઐશ્વર્યા – પુરુષોત્તમભાઇ – લતા મંગેશકરના અવાજમાં ઘણા વખતથી ગુંજતું.. આજે ફરી એકવાર માણીએ – લોકલાડીલ કલાકાર – ગુજરાતનું ગૌરવ એવા પાર્થિવ ગોહિલના સ્વરમાં..! (April 2007 માં આ સંભળાવવાનો વાયદો કર્યો હતો.. આજે પૂરો કરું છું 🙂 ).

ગુજરાત સમાચાર – સમન્વય પ્રોગ્રામનું આ રેકોર્ડિંગ છે – શરૂઆતમાં કવિ શ્રી સુરેન ઠાકર ‘મેહુલ’ એ પાર્થિવ વિષે જે વાત કરી છે – એ સાંભળવાની પણ મજા આવશે..!

This text will be replaced

_________________________________
Posted on August 16th, 2009

ગઇકાલે વ્હાલા, લોકલાડીલા ગુજરાતી સંગીતનો શ્વાસ એવા સ્વરકાર શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયનો ૭૫મો જ્ન્મદિવસ આપણે એમને થોડા વધુ નજીકથી ઓળખવાના પ્રયાસ રૂપે અમરભાઇ અને એમની દીકરીઓ વિરાજ-બીજલના શબ્દો-ભાવો સાથે મનાવ્યો…

અને આજથી એક અઠવાડિયા સુધી વારંવાર એમને ‘તુમ જીઓ હઝારો સાલ.. સાલમેં ગીત ગાઓ પચાસ હઝાર…’ ની શુભેચ્છાઓ પાઠવીએ. એટલે કે ટહુકો પર એક અઠવાડિયા સુધી એમણે ગાયેલા, સ્વરબધ્ધ કરેલા ગીતો નો ઉત્સ્વ મનાવીએ.. ‘પુરુષોત્તમ પર્વ’ સાથે..

અને શરૂઆત આ ગીતથી.. જે આમ તો ટહુકો પર છેલ્લા લગભગ અઢી વર્ષથી ઐશ્વર્યા (જેણે સંગીતની તાલીમ પુરુષોત્તમ ઉપાધ્યાય પાસે જ લીધી છે) ના અવાજમાં ગુંજે જ છે, એ જ અણમોલું ગીત સાંભળીએ સ્વરકારશ્રી ના પોતાના અવાજમાં.. અને સાથે ૫૦ વર્ષ પહેલાનું (મે ૧૯૫૯) ‘All India Radio’ પરથી પ્રકાશિત રેકોર્ડિંગ – લતા મંગેશકરના અવાજમાં.

પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા દિગ્ગજ સ્વરકારની ૭૫મી વર્ષગાંઠ ઉજવતા હોઇએ, તો આનાથી ઓછું કંઇ ચાલે? 🙂

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

This text will be replaced

સ્વર : લતા મંગેશકર (May 1959, AIR Broadcast)

This text will be replaced

—————————

Posted on April 3, 2007

ગાયકઃ ઐશ્વર્યા મજમુદાર (13 years old singer from Ahmedabad)

ગુજરાતી ગીતો અને સાથે શાસ્ત્રીય સંગીતના કોઇ પણ ચાહકના હૈયાને દરબાર રાજ કરે એવું સુંદર ગીત લઇને આવી છું આજે. એકદમ ટૂંકુ ગીત.. હજુ વાંચવાનું શરુ કરો ત્યાં તો પૂરું પણ થઇ જાય.. પણ સાંભળવાનું શરૂ કરો તો ફરી ફરી સાંભળવાની એક વણથંભી ઇચ્છા જરૂર જાગે….શબ્દ અને સૂરની સાથે સાથે આ ગીતમાં જેનો સ્વર છે, એ પણ ખાસ છે. નાનકડી એશ્વર્યાએ આ ગીતના શબ્દોમાં ખરેખર પ્રાણ રેડ્યો છે એમ કહી શકાય.

( ઐશ્વર્યા મજમુદાર વિશે વધુ માહીતી માટે અહીં ક્લિક કરો )

આ ગીત originally પુરૂષોત્તમ ઉપાધ્યાયે ગાયેલું અને પછીથી પાર્થિવ ગોહિલે પણ ગાયેલું છે, જે પછીથી અહીં મૂકીશ.

.

હૈયાને દરબાર વણથંભી વાગે કોઇ સિતાર…

કોની હૂંફે હૂંફે અંતર રંગત આજ જમાવે?
કોના પહેરી ઝાંઝર કોના હૈયા આજ ડોલાવે?
અકળિત આશાને પગથાર….વણથંભી વાગે કોઇ સિતાર

કોના રૂપે રૂપે રસભર રાગિણી રોળાય?
કોના પટમાં નાચી શતશત હૈયા આજ નચાવે?
પળપળ પ્રીતિના પલકાર…વણથંભી વાગે કોઇ સિતાર

ટહુકોના એક વાચકમિત્રના શબ્દોમાં આ ગીતનો આસ્વાદ :

પ્રેમની એક એવી સ્થિતિ હોય છે કે જેમાં પ્રેમી સંપૂર્ણતઃ પ્રિયતમમાં ખોવાઈ જાય છે, પોતાની જાતને પ્રિયતમમાં ઓગાળી દે છે- જાણે એનો પ્રિયતમ જ પોતાના હૈયામાં આવીને ધબકી રહ્યો છે. હૈયામાં દરબાર ભરાયો છે, અને દરબાર ભરાયો છે તો એમાં દુન્યવી વાતો તો થવાની જ- પરંતુ એ બધામાં પ્રિયતમના નામની જે વણથંભી સિતાર વાગતી હોય છે એ સંવેદના જ કાંઈ અનોખી હોય છે! “કોઈ મને ખૂબ પ્રેમ કરે છે” આ વિચારમાત્ર પ્રેમીના હૈયામાં ધબકાર બનીને સતત ધબક્યા કરે છે…. અને એની હૂંફ અવર્ણનીય છે. શરીર ભલે સંસારનાં કામોમાં વ્યસ્ત હોય, પણ અંદરના અંતરનો એકતારો સતત “સાંવરિયો” “સાંવરિયો”નું સંગીત રેલાવતો હોય છે, પલેપલ પ્રીતિના પલકાર મારતો હોય છે.

ક્યારેક પ્રશ્ન થાય કે દીવો બળે છે કેમ? માનવનું જીવન ધબકતું છે કેમ? તો જેમ તેલ દીવાને બળતો રાખે છે, તેમ પ્રિયતમનો ભીનો ભીનો સંબંધ હૈયામાં ધબકાર બની માનવની જીજીવિષા જીવંત રાખે છે. હૈયામાં જે વસી ગયું છે, એ લૈલા માટે મજનુ હોઈ શકે, ભગતસિંહ માટે ભારતમાતા હોઈ શકે, કે પછી મીરાં અને અર્જુન માટે શ્રીકૃષ્ણ પણ હોઈ શકે….આપણાં હૈયાંમાં પણ જ્યારે કોઈકની હુંફ રંગત જમાવશે, કોઈના ઝાંઝર હૈયાને હૂલાવશે, કોઈના રૂપની રસભર રાગિણી રેલાતી હશે, કોઈની યાદે અકળિત આશાઓ જનમી ઊઠશે, ત્યારે આ ગીત એ ગીત નહીં પણ આપણાં જીવનનો એક ભાગ બની જશે……!!
—————–
ફરમાઇશ કરનાર મિત્ર : યોગેશ ઠાકર.

Love it? Share it?
error

68 replies on “પુરુષોત્તમ પર્વ ૧ : હૈયાને દરબાર વણથંભી વાગે કોઇ સિતાર… – ભાસ્કર વોરા”

 1. Govind Maru says:

  ઉભરતી ગાયીકા ઐશ્વયાને હાર્દીક શુભેચ્છાઓ..
  જયશ્રીબેન આપનો પણ ખુબ ખુબ આભાર…

 2. સુંદર ગીતરચના…

 3. SARANGI says:

  wah wah…affrin..
  really agreat voice..unpredictable..unbelievable and uncredible

 4. Hitesh Vohra says:

  Helloooo..i have a request.. can you please add some more songs of this Great poet Bhaskerbhai Vohra ? there are many many beautiful composition of almost all composer,, thanks

 5. dipti says:

  ત્રણેય ગાયકી અદભુત! એમા નાનકડી ઐશ્વર્યાએ તો કમાલ કરી છે….

  કોની હૂંફે હૂંફે અંતર રંગત આજ જમાવે?…..

  કોઇ આપણને પ્રેમ કરે છે એ વિચાર માત્ર હૈયાને અનેરી હુંફ આપે જ.

  હૈયાને દરબાર વણથંભી વાગે કોઇ સિતાર……..

 6. Vijay Bhatt (Los Angeles) says:

  One more of PU’s of unforgettable classic compositions!
  Each singer did equal justice to the composition too!
  Wah!!

 7. uma says:

  Vaah Vaah bahu j sundar Gayaki Parthivbhai na kanthe aaje sambhalava malyu.hu pan bhavanagar nee j chhu tethee vishesh anand thay chhe.juda juda gayako na kanthe eak j geet sambhalavanee maja orr j chhe.thanks .

 8. Ullas Oza says:

  જયશ્રીબેન,
  આટલો સુંદર થાળ પીરસો છો તે ધન્યવાદ ને પાત્ર છે.

 9. dipti says:

  વાર્ંવાર સાંભળવા મન થાય તેવી ગાયકી અને રચના..

  કોની હૂંફે હૂંફે અંતર રંગત આજ જમાવે?…..
  કોઇ આપણને પ્રેમ કરે છે એ વિચાર માત્ર હૈયાને અનેરી હુંફ આપે જ.
  હૈયાને દરબાર વણથંભી વાગે કોઇ સિતાર……..

 10. Jayshree says:

  Thank you so much for correcting my mistake… i have changed it on the post.

 11. mahesh dalal says:

  સરસ મજા આવિ ગૈ.

 12. Mehmood says:

  હૈયાને દરબાર વણથંભી વાગે કોઇ સિતાર…
  વાચકમિત્રના શબ્દોમાં જે ગીતનો આસ્વાદ આપેલો છે તે પણ એટલોજ સુંદર છે.. “કોઈ મને ખૂબ પ્રેમ કરે છે” આ વિચારમાત્ર પ્રેમીના હૈયામાં ધબકાર બનીને સતત ધબક્યા કરે છે….” ખુબ ખુબ અભિનન્દન્ ..

 13. આશ્ચર્ય સાથે જણાવવાનુઁ અમો બધુઁ જ મન થિ માણ્યુ

 14. dipa says:

  ખ્હુબ સરસ અવાજ , પન હમનઆ એક સમેલન મા થોદુક અભિમઆન લાગ્યુ.?ભગ્વઆન ભલુ કરે.

 15. Ashok Bhatt says:

  ગુજરાતી સુગમસંગીત ની દુનિયા મા ના કોઈ હતો, ના બીજો કોઈ છે, ના કોઈ થશે. એક જ થયો પુરૂષોત્તમ, એક જ છે, એક જ રહેશે. એમના જેવા માણસો ઘણા આવશે ને જશે પણ આવી પ્રતિભા વાળો કલાકાર કદી પણ નહી થાય. “પ્રતિભા” મા બઘૂ જ આવી જાય. માણી લો, આપણે બધાય માણી લો.

 16. aarti says:

  ખુબ જ સુન્દર તમારા સ્વર તો આહલાદક

 17. અશોક જાની 'આનંદ' says:

  વાહ.. વારે વારે સાંભળવું અને ગાવું પણ ગમે એવું ગીત… કેટલા બધા સ્વરોમાં !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *