શ્વાસમાં એમને ભરી લઇશું – હિમાંશુ ભટ્ટ

આજે માણીએ હિમાંશુભાઇની આ એક તરોતાજા ગઝલ… ખાસ દિવાળી પર લખાયેલી, ખાસ ટહુકોના વાચકો માટે..

સૌમાં રહેલી કેટલીટ અદમ્ય ઇચ્છાઓને હિમાંશુભાઇએ અહીં બખૂબી શબ્દદેહ આપ્યો છે..! પ્રેમના તાંતણે પળો લઇએ પાંપણે વિશ્વ વણવાની વાત જ કેટલી નજાકતભરી છે. અને આ શેર –

છોને જાવું હો એક જગા કાયમ
આપણે રાહ નિત નવી લઇશું

અહીં વાત જાણે એ પરમ સત્યની થતી હોય એવું લાગે … બધાને ખબર છે એક જ છે એ Super Natural Power.. પણ કેટલા અલગ અલગ રસ્તા એના સુધી પહોંચવા?!! એક રીતે આ શેર તો મને જાણે સમગ્ર સમાજ પરનો કટાક્ષ લાગે છે. તો બીજી બાજું ગઇકાલે જ Dr. Oz એમના Show માં કહેતા હતા કે એક જ જગ્યા એ જવા માટે – હંમેશા જે લેવાનો છે એ રસ્તો યાદ કરો – એના કરતા ત્યાં જ પહોંચવાના અલગ અલગ રસ્તા શોધવાની કોશિક કરો – તો મગજ વધારે સક્રિય રહે છે..! 🙂

***

ખુશનુમા એક છળ છળી લઇશું
દિલને જે કઇં ગમે કહી લઇશું

તાંતણા પ્રેમની પળોના લઇ
પાંપણે વિષ્વને વણી લઇશું

જે નહો, તો નહો કશું, ક્યાં પણ
શ્વાસમાં એમને ભરી લઇશું

છોને જાવું હો એક જગા કાયમ
આપણે રાહ નિત નવી લઇશું

ના દિશા હો, ના હો સમય સામિલ
શૂન્ય તોડી ને વિસ્તરી લઇશું

છે સકળ ને છતાં અકળ જે છે
એકદી એમને મળી લઇશું

– હિમાંશુ ભટ્ટ

14 replies on “શ્વાસમાં એમને ભરી લઇશું – હિમાંશુ ભટ્ટ”

  1. જે નહો, તો નહો કશું, ક્યાં પણ
    શ્વાસમાં એમને ભરી લઇશું….

    હર શ્વાસમાં તારી યાદ મૂકું છું,
    મારાથી વધુ વિશ્વાસ તારામાં મૂકું છું…

  2. સુંદર ભાવ અને અતિસુંદર માવજતથી એક ભીતરના ભાવનું અલગ જ ભાવવિશ્વ ખડું કરી શકાયું છે અહીં.
    -અભિનંદન અને નવા વર્ષની અઢળક શુભેચ્છાઓ….(રાજકોટથી..!)

  3. પ્રસન્નતા અને સંતોષનો ઉલ્લાસ છલકતી ભાવસભર સ્વગતોક્તિ. એક-બે ટાઈપો સુધારી લેવા જેવા છે..’વિશ્વ’, ‘ન હો’ ..

  4. બહુ જ સરસ ગઝલ લખિ અને દિલ ખુશ કર્યુ -શુભેચઆઓ સાથે—

  5. હિમાંશુભાઈ
    તમને અહીં વાંચી અદભૂત રોમાંચ અનુભવ્યો.
    હવે રૂબરૂ ક્યારે મળશો?
    —–
    ના દિશા હો, ના હો સમય સામિલ
    શૂન્ય તોડી ને વિસ્તરી લઇશું
    —–
    જો કે, આ બોલવા/ લખવા જેટલું સરળ છે ખરું ?

  6. Really good one..
    giving a message to all for satisfaction of whatever you have ..
    not too much expectation for future and above all to make strong determination to achive goal of PARAM -SATYA….

    Thank you Jaishree

  7. ના દિશા હો, ના હો સમય સામિલ
    શૂન્ય તોડી ને વિસ્તરી લઇશું
    હિમાંશુ ભટ્ટ, વાહ ! સુન્દર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *