એને સમજુની સાન ઘડી આલો – જગદીશ જોશી

આમ તો મને આ ગીતનો ભાવ એટલો ન સમજાયો, પણ રિશિત ઝવેરીનું સ્વરાંકન અને શૌનક પંડ્યાના સ્વરનો કમાલ કહી શકું કે આ ગીત તમારી સાથે વહેંચવાની લાલચ રોકી ન શકી..!!

ખરેખર તો એના ત્રણે આબ્લમ મને રિશિતે ઘણા વખતથી આપ્યા છે, પણ મેં આજે-કાલે કરતા ઘણો વખત કાઢી નાખ્યો, એ માટે રિશિતની માફી ચાહું છું. પોતાના ઘરના સ્ટુડિયોમાં ફક્ત ૧૬-૧૭ વર્ષની ઉંમરે બનાવેલા આ આલ્બમ સાંભળો ત્યારે રિશિતની કાબેલિયતના વખાણ કર્યા વગર રહી જ ન શકાય..!

ઊર્મિએ એક વાર કહ્યું હતુ એમ, કાવ્યમયની સાથેસાથ સંગીતમય બની ગયેલા સુરત શહેરનું એક ઉજળું પાસું એટલે – રિશિત ઝવેરી

સ્વર : શૌનક પંડ્યા
સંગીત : રિશિત ઝવેરી

એને સમજુની સાન ઘડી આલો, યા અલ્લાહ, યા અલ્લાહ..
મારે એકાદુ ગીત હજી ગાવું હો રામ, હો રામ..
એને પળનું ય પારખું કરાવો યા અલ્લાહ…
મારે પળમાં તો પ્રાણ થઇ જાવું હો રામ, હો રામ..

માંડેલુ ગીત કદી પુરું ના થાય કેમ
અંતરામાં અંતરાસ જાગતી
કોયલના કાનેથી ફુકડાની બાંગ બની
વનવનના વાયરાને ગાતી
મોરપિચ્છ અડકે તો સળગું, યા અલ્લાહ, યા અલ્લાહ..
કે વાંસળીના સૂરે નથી નાવું હો રામ, હો રામ…

એને સમજુની સાન ઘડી આલો, યા અલ્લાહ, યા અલ્લાહ..

વીજળીના ઝબકારે ધરતીને જોવી ને
ધરતીના કંપ થકી આભ
કહી કોણ શકશે કે વનવાતા સૂરજને
જોવા ન જોવામાં લાભ
કીનખાબી મીટ એક આલો, યા અલ્લાહ, યા અલ્લાહ..
કે સુક્કી નજરું ને કેમ વાવું હો રામ.. હો રામ..

યા અલ્લાહ.. યા અલ્લાહ…
હો રામ… હો રામ… હો રામ…

– જગદીશ જોશી

12 replies on “એને સમજુની સાન ઘડી આલો – જગદીશ જોશી”

 1. sapana says:

  રીશીતભાઈ નો અવાજ અસરકારક છે
  સપના

 2. જગજીત સિંહની “દર્દ સે મેરા દામન ભર દે યા અલ્લાહ” યાદ આવી ગઇ

 3. Tejal jani says:

  An ideal song showing true secularism..
  It’s really good..

 4. Speakbindas says:

  શૌનકભાઇ, ધન્યવાદ.

 5. રીશિતનું સંગીત અને શૌનક પંડ્યાનો અવાજ- બંને અસરદાર છે… ગીત પણ મજાનું !

 6. ટહુકોના મિત્રોને મારી કૄતિઓ વાચવા માટે ઈજન આપવા આવ્યો છું. મારા બ્લૉગ પર ચોક્કસ આંટો મારજો. http://www.egujarati.wordpress.com અને તમારા અભિપ્રાય પણ જણાવજો. આભાર!

 7. M.D.Gandhi, U.S.A. says:

  સારું ગીત છે.

 8. Maheshchandra Naik says:

  સુરતના સન્ગીતકાર, ગાયક હોય એટલે આનંદ આનંદ જ હોય……..બંને ભાઈઓને અભિનદન….તમારો આભાર…..

 9. જયશ્રી દિદિ તમે મારુ ગીત મુક્યુ એ માટે તમારો આભાર… અને સૌ શ્રોતાઓને ધન્યવાદ.

 10. pragnaju says:

  બધાને ગમતું ગીત
  તેમા આ પંક્તીઓ
  વીજળીના ઝબકારે ધરતીને જોવી ને
  ધરતીના કંપ થકી આભ
  કહી કોણ શકશે કે વનવાતા સૂરજને
  જોવા ન જોવામાં લાભ
  કીનખાબી મીટ એક આલો, યા અલ્લાહ, યા અલ્લાહ..
  કે સુક્કી નજરું ને કેમ વાવું હો રામ.. હો રામ..

  યા અલ્લાહ.. યા અલ્લાહ…
  હો રામ… હો રામ… હો રામ…
  શૌનક પંડ્યાના સ્વરમા બાંગ
  શુભાન અલાહ્

 11. Preety Shah says:

  બહુ સરસ ગેીત… શૌનકભાઈના ઘેરા અવાજમા ખુબ સુન્દર composition. Congrates to all of you…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *