ઘડપણ કેણે મોકલ્યું – નરસિંહ મહેતા

ઘડપણ કેણે મોકલ્યું, જાણ્યું જોબન રહે સૌ કાળ. ઘડપણ ટેક.

ઊમરા તો ડુંગરા થયા રે, પાદર થયાં પરદેશ,
ગોળી તો ગંગા થઇ રે, અંગે ઊજળા થયા છે કેશ. ઘડપણ.

નહોતું જોઇતું ને શીદ આવિયું રે, નહોતી જોઇ તારી વાટ,
ઘરમાંથી હળવા થયા રે, એની ખૂણે ઢળાવોને ખાટ. ઘડપણ.

નાનપણે ભાવે લાડવા રે, ઘડપને ભાવે શેવ,
રોજ ને રોજ જોઇએ રાબડી રે, એવી બળી રે ઘડપણની ટેવ. ઘડપણ.

પ્રાત:કાળે પ્રાણ માહરા રે, અન્ન વિના અકળાય,
ઘરના કહે મરતો નથી રે, તને બેસી રહેતાં શું થાય ? ઘડપણ.

દીકરા તો જૂજવા થયા રે, વહુઓ દે છે ગાળ,
દીકરીઓને જમાઇ લઇ ગયા રે, હવે ઘડપણના શા રે હાલ. ઘડપણ.

નવ નાડો જૂજવી પડી ને આવી પહોંચ્યો છે કાળ,
બૈરાંછોકરાં ફટફટ કરે રે, નાનાં બાળક દે છે ગાળ. ઘડપણ.

અંતકાળે વળી આવિયા રે, દીકરા પધાર્યા દ્વાર,
પાંસળીએથી વાંસળી રે, પછી છોડીને આપી બા’ર. ઘડપણ.

એવું સાંભળી પ્રભુ ભજો રે, સાંભરજો જગનાથ,
પરઉપકાર કીધે પામશે રે, ગુણ ગાય નરસૈંયો દાસ. ઘડપણ.

-નરસિંહ મહેતા

(આભાર : ફોર એસ.વી – પ્રભાતના પુષ્પો)

30 replies on “ઘડપણ કેણે મોકલ્યું – નરસિંહ મહેતા”

  1. આભાર્ જય્શ્રેી બેન નર્સિન્હ મહેતા નુ સુન્દર ભજન દર્શાવવા બદલ્.

  2. It was beautiful bhajan which I have read after long long years .I am looking for a bhajan which was sung by Abhrambhai Bhagat, last I heard was in1958/9.wording were. —— Shree krishna
    Kahere Duryodhan ,Pandavone 5 Gamda apiye

  3. નાનપણમાઁ એક વૃદ્ધ પાસે સાઁભળેલુઁ આ ગેીત.
    ગરીબ અને બેહાલ થયેલાની જે સ્થિતિ હોય તે
    નરસૈયાએ અભુતપૂર્વ રીતે વર્ણવેલ છે.આભાર !

  4. આપ નો બહુજ આભાર અને ખુબજ સુન્દર પ્ર્યન્ત

  5. અંતકાળે વળી આવિયા રે, દીકરા પધાર્યા દ્વાર,
    પાંસળીએથી વાંસળી રે, પછી છોડીને આપી બા’ર.
    એવું સાંભળી પ્રભુ ભજો રે, સાંભરજો જગનાથ,
    પરઉપકાર કીધે પામશે રે, ગુણ ગાય નરસૈંયો દાસ.
    ઘડપણ માનસિક શાંતિ પણ એટલી જ જરૂરી છે.
    આ માટે જીવન જીવવાનો દષ્ટિકોણ સાચો હોવો જરૂરી છે.
    ગીતા, ઉપનિષદ, રામાયણ, મહાભારત વગેરેમાં ભારતીય સંસ્કૃતિનાં મૂળભૂત અને પાયાનાં મૂલ્યોનું જતન કરવામાં આવ્યું છે.
    આ મૂલ્યો આપણને જીવન પ્રત્યેનો સાચો દષ્ટિકોણ-અભિગમ સમજાવે છે.
    તેને લક્ષમાં લઈને જીવનનો હેતુ બરાબર સમજીને સાચું જીવન જીવવાની કળા હસ્તગત કરી લઈએ તો માનસિક અશાંતિ ઘણી બધી ઓછી થઈ શકે છે.
    ‘तुष्यन्ति च रमन्ति च’ એમ જે ગીતામાં કહ્યું છે તે ટૂંકામાં આ દષ્ટિકોણ સમજાવે છે.
    આવા ભજનથી તથા તે પ્રમાણેનું રોજબરોજનું વર્તન બનાવતાં જઈશું તો
    માનસિક શાંતિ પૂરતા પ્રમાણમાં મળી રહેશે.

  6. ગરવ કિયો સોઇ નર હાર્યો સિ યા રે રામજિ ગરવ કિયો સોઇ નર હાર્યો જિ.
    આ ભજન સામભલિ શકય?

  7. You can click on the Show Keyboard link displayed below the comment box.

     

    There you can see which english characters to type to get particular gujarati character.

    Thank you,

    Jayshree

  8. ખુબ જ સુન્દર ભજન મુકવા બદલ અભિનન્દન !
    તમે ખુબ સુન્દર કામ કરો ચ્હો……best of luck….I have difficulty writing(chh) in gujarati

  9. મને આ ભજન ખુબ ગમે છે.વ્રુધ્ધોની સાચી પરિસ્થિતી વર્ણવતું આ ભજન સાવ સરળ રીતે લખાયું છે.
    હું માનું છું કે આપણું વિશ્વ વ્રુધ્ધોની લાકડીના ટેકે આ બ્રહ્માન્ડ્માં ટકી રહ્યું છે,નહીં તો વિશ્વને ઠેબે ચડાવવામાં ક્યાં કોઇએ બાકી રાખ્યું છે.
    સવા ચારસો વર્ષ પહેલા આપણી ગુજરાતી ભાષાના આદ્ય કવિ નરસિંહ મહેતા એક ભડવીર ,બહાદુર, ક્રુષ્ણ ભક્ત કવિ થઈ ગયા જેમણે સમાજ ના સાવ છેવાડે વસતા હરીજનોને ત્યાં જઈ ભજન કરવામાં સંકોચ કદી અનુભવ્યો ન્હોતો.નાગરી ન્યાતે તેમને ન્યાત બહાર મુક્યાં ત્યારે આ નિડર ભક્ત કવિ હરિજનવાસ મા જઈ ભજન કરતા.
    આવા ભક્ત , સમાજ સુધારક કવિને વંદન્…

  10. i like the wordings of the bhajan. it is written so long ago

    but reflects reality of life( even in the time of all modern aminities ) at the

    old age !!

  11. જયારે યુવાની હતી ત્યારે મોજશોખ સીવાઈ કાંઈ વિચાર્યું નહીં , હવે જ્યારે વનમાં પ્રવેશ કર્યો તો રોજ નવા નવા દુખ ! નરશિંહ મહેતાના સમમયમાં પણ આવું હતું તો પછી આતો કળીયુગ ! કોઇ પાસે આશા રાખ્યા વિનાનું જિવન જિવવું સૌને ગમે , પણ નિસહાયતા આગળ કોનું ચાલે?

  12. આપણે થોડા સુખી વૃદ્ધો પણ જોઇએ છીએ સમાજમાં. તબિયતના રોદણા નથી રડતા. શક્તિ પ્રમાણે હરે છે, ફરે છે, ખાય છે, પીવે છે, પોતાના કે પડોશના પૌત્રોને રમાડે છે ને એક્લા હોય કે બેકલા મઝા કરે છે. બાકી મોટા ભાગના માટે નરસીહ મહેતા સાચ્ચા જ છે.

  13. સૈકાઓ પહેલાં ભલે નરસિંહ મહેતાએ આ ભજન લખ્યું, પણ આજે તો ઘડપણમાં આનાથી પણ વધારે તકલીફ છે એટલે અત્યારના જમાનામાં તો દરેક જણ દવા કરતાં કરતાં દિલથી પણ સનાતન સત્ય જેવું આ ભજન ગાતાં જ હશે.

    સરસ ભજન મુક્યું છે.

  14. વાળ ધોળા થયા, આંખે ઝાંખપ આવી, કાન માંડીએ તો જ વાત સંભળાય એવી દશા થઈ, ઉંબરો ઓળંગતા ડુંગર ઓળંગવા જેટલી મહેનત પડવા લાગી, પાદરે જવું હોય તો પરગામ જવા જેવું લાગવા માંડ્યું અને પણિયારે પાણી પીવા જવું હોય તો પાણીની ગોળી ગંગા જેટલી દૂર હોય તેમ લાગવા માંડ્યું.અંતકાળ દેખાય છે પણ આવતો નથી.. કેવી દયનીય દશા થઈ ગઈ છે ! શું કરવુ
    ત્યારે આ પંક્તીઓ પ્રમાણે કરવું…

    એવું સાંભળી પ્રભુ ભજો રે, સાંભરજો જગનાથ,
    પરઉપકાર કીધે પામશે રે, ગુણ ગાય નરસૈંયો દાસ. ઘડપણ. અહંકાર તજી એને સ્વીકારી લો. હરિ ભજન કરી એને હળવી કરો. ઘડપણ એ ભવસાગર પાર કરવાનું પ્રવેશદ્વાર છે. પરલોકની યાત્રા અહીંથી શરૂ થાય છે.

  15. સદા તો નથિ રેવાના…આવ્યા તે જવાના…વધુ જિવવાના શુ ધખારા…જિવિ જાઓ અને જિવાદિ જાઓ…

  16. My 2 request for Gujarati poems are yet to receive from you. Kindly advise us when are you going to post the same.

    Once again congratulations for the wonderful job.

    May God Bless you.

    Sincerely,

    CG Amin

  17. કવિશ્રી નરસિંહ મહેતાને આદરપુર્વક શ્રધ્ધાન્જલી અને નમન……

  18. ૩૦ વષ્રો બાદ આ શબ્દો વાઁચ્યા. સાઁભળવા મળે તો મજા પડેી જાય્.. મારા દાદા આ ગેીત ગાતા રહેતા. આભાર.

  19. Respected Jayshree Ben, September 14, 2009. 9.44 p.m. U S eastern time.
    You have posted this BHAJAN at very very appropriate time, at least for me.
    ” Jaldi Dejo Mara Kagal Tana Javab,
    Ne Svikarjo Mara Ghana Ghana Juhar”.
    Harsukh Doshi.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *