મને રેતીમાંથી રતન જડ્યા – ડો. દિનેશ શાહ

આજે ૫ મી સપ્ટેમ્બર.. શિક્ષકોનો દિવસ..! અને મધર ટેરેસાની પુણ્યતિથી પણ આજે..! એક વિશ્વવિખ્યાત શિક્ષક જેણે શિક્ષક દિનને દિવસે વિદાય લીધી..!

ગઇ કાલે જે ગીત સંભળ્યાવ્યું – પરથમ પરણામ મારા – રામનારાયણ પાઠક ‘શેષ’ એમાં ત્રીજી કડી યાદ છે?

ત્રીજા પરણામ મારા, ગુરુજીને કહેજો રે
જડ્યાં કે ન જડિયા, તોયે સાચા જી;

અને વાત તો સાચી જ ને… જાણ્યે – અજાણ્યે કેટકેટલાય લોકો આપણને ડગલે ને પગલે કેટલું બધું શિખવાડતા હોય છે..! એ બધા જ કંઇક અંશે તો શિક્ષક – ગુરુ જ થયા ને? ઘણીવાર લોકો બીજું કંઇ નહીં તો એટલું શિખવાડતા હોય છે કે એમના જેવા લોકો સાથે પનારો પડે તો શું કરવું 🙂 .

આજે જે ગીત લઇએ આવી છું, એ ઘણી બધી રીતે ઘણું જ સ્પેશિયલ છે..!

સૌપ્રથમ તો.. ગીતનો ભાવ.. અમેરિકામાં વસતા અને અમેરિકાની યુનિવર્સિટીમાં ભણાવતા આ ગુજરાતી શિક્ષકે દુનિયાના ખૂણે ખૂણેથી આવેલા ચુનંદા વિદ્યાર્થીઓને શિખવાડવામાં.. પોતાને પાસે છે એમને વહેંચવામાં જીવન પસાર કર્યું છે, અને આ ગીત પણ એમણે પોતાના વિદ્યાર્થીઓને માટેની પોતાની લાગણી દર્શાવીને એમને અર્પણ કર્યું છે.

અને સંગીત આપ્યું છે ઉદય મઝુમદારે.. વારંવાર સાંભળ્યા જ કરીએ એવો મઝાનો લય, અને કર્ણાટકના ગાયક ‘વિજય પ્રકાશ’ જે પેલા દુનિયાભરમાં ગુંજેલા ગીત ‘જય હો’ ને લીધે હવે તો ઘણા જ જાણીતા છે, એમણે ઉદયભાઇના સંગીતને પૂરેપૂરો ન્યાય આપ્યો છે. એમના હાવભાવ, અને જે મસ્તીથી એ ગીત એમણે રજૂ કર્યું છે – સાંભળનારનું હૈયુ ચોક્કસ ડોલી ઉઠે..!!

અને હા.. ગીતની પ્રસ્તાવના લઇને આવનાર છે વ્હાલા કવિ મુકેશ જોષી..!!

YouTube Preview Image

ખોળ્યાં મેં અવનિ આભ ઘણાં
કીધાં મેં સાગર પાર ઘણાં
ધીખતા રણ આ કોણે ઘડ્યાં
મને રેતીમાંથી રતન જડ્યાં

દેશ વિદેશ કે પંથ તણાં
એને ભેદ નથી કોઇ ઘર્મ તણાં
હીરા કઠિન આ વજ્ર સમા
મને રેતીમાંથી રતન જડ્યાં

ઝબક્યા હીરા અંધાર ઘણાં
એક દીપક પણ પ્રતિબિંબ ઘણાં
એક જ્યોતમાં લાખ દીવા મેં દીઠાં
મને રેતીમાંથી રતન જડ્યાં

22 replies on “મને રેતીમાંથી રતન જડ્યા – ડો. દિનેશ શાહ”

 1. sudhir patel says:

  વિજય પ્રકાશના અદભૂત ઘુંટાયેલ તાજા સ્વરે અને ઉદય મજમૂદારના સબળ સ્વરાંકને ગીતને ચાર ચાંદ લગાવી દીધા છે. અહીં આ ગીત મૂકવા બદલ આભાર.
  સુધીર પટેલ.

 2. Parshwa Patwa says:

  I am writing from Ahmedabad,Gujarat,India. I just came back from my school after the celebration of teachers Day! At home, our guest, Dr. Dinesh Shah showed me his song on Tahuko.com. The song is fabulous, it is one of rare and best song that I ever heard in my life. No words to praise this song. It shows the relation between an ideal teacher and his students. Every student has the potential to sparkle, but it is the teacher who polishes the row diamond. Thank you for putting this song on Tahuko.com on Teachers Day!

  Parshwa Patwa

 3. M.D.Gandhi, U.S.A. says:

  સરસ ગીત છે.

 4. chintan jani says:

  good one.

 5. Pushpendra Mehta says:

  very nice selection on Teachers day.Also very nice composition by Uday Majmudar and nicely sung by Vijay.Thanks to all…..

 6. Rajesh Vyas says:

  Wah Jayshree !!!

  Reti mathi ratan jadya !!! Vijay Prakash’s voice melodious indeed…

  Rajesh Vyas
  Chennai

 7. kapilprasad says:

  મને આ ગેીત બહુજ ગમ્યુ .હ્રદય્પુર્વક અનુભવ્યુ.આભર્.

 8. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ says:

  જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ એ સત્ય છે.
  એમને જ રેતીમાંથી રતન જડે છે.
  બાકી તો રણ છે,રેતી છે ને હું છું.
  મૂઠ્ઠી ખોલ્યે છલોછલ રેતી મળે છે.

 9. Gunvant soni says:

  બહુ સુન્દેર ગેીત . સાભલવા નિ મજા આવિ.આભાર.

 10. sapana says:

  જયશ્રીબેન,

  આ ગીત મૂકવા માટે આભાર. અવાજ સંગિત અને ગીત ભાવના બધુ સુંદર.
  સપના

 11. Manish Thakker, INDIA says:

  Nice poem on teachers Day..

  A good teacher is like a candle – it consumes itself to light the way for others….

  Thanks to Jayshreeben,Uday bhai, Vijay bhai & my professor Dr.Dinesh O. Shah for presenting such a wounderful composition..Each line tells so manythings..
  once again heartly thanks & Best wishes..

 12. જય પટેલ says:

  વાહ, ટહુકા પર ગીત-સંગીતની સાથે પનારા…. વાળું તત્વદર્શન પણ મળે.
  ઉચ્ચવિચારો સાથે પ્રેરણાત્મક સંદેશ..!!

  મારા જેવા ઠોઠ નિશાળીયા માટે અતિ કિંમતી.

  છેલ્લા પરણામ મારા, કાકાશ્રી ને કહેજો
  જેમણે મને ઘૃણાથી મુકત કર્યો.

  આભાર.

 13. સરસ ઘૂંટાયેલા અવાજથી આ ગીતનું સત્વ સાંભળનાર સુધી પહોચી શકે છે.

 14. jyoti says:

  Hi ,

  I cannot open this song. Can you guide me if there is any way I can listen to this? I have tried opening it on a separate page but it seems nothing works

  Thanks

  • bimal stavnager says:

   open the song – if you are a student – return what you can for being RATAN of your teacher and if teacher feel proud for having great ratan like JAYSHREE

 15. Jayshree says:

  જ્યોતિબેન..
  અહીં youtube video મુક્યો છે.. જો તમે અહીં ન જોઇ શકતા હો તો અહીં ક્લિક કરી શકો છો.

  http://www.youtube.com/watch?v=IuIkxuBCicM

 16. Harshad Patel says:

  Is it possible to get DVD of these songs? I will appreceiate if you can provide any further information.

 17. bimal stavnager says:

  time for those RATANs to reciprocate to their alma.mater and teachers – wake up all gujjus in US and around teh globe – what you did for your teacher ? wake up and return at least 0.5 % of what you earn to Society of teachers at your home country. We IItians are working on this, any other orgs ?

 18. bimal stavnager says:

  Jayshree

  What is the point in allowing comments such as Like the songs, thank you etc sorry no added value to your wonderful site !!!

  Indeed you have no clue of what you have done for many like me those are away from home and in a country like Brasil, Norway, Azerbijan where meeting GUJARATI itself is a BIG THING !!!
  cheers

  Bimal from Stavnager Norway

 19. Vipul Dalal says:

  આજ સુધેી ગુરુવન્દના અને ગુરુના ગુણગાન ઘ્ણઈ વાર સાભલ્યા છે. આ એક અવનવુ કાવ્ય છે કે જેમા ગુરુ પોતના શિશ્યને વખાણે છે. કદાચ પ્રથમ પ્રસન્ગ હશે કે ગુરુ પોતાના વિધયાર્થિ ને રતન કહેતઆ હોઇ.િ શેશ નોધનિય તો એ છે કે આ રત્નોને પહલ પાદિને ઝલકાવ્નાર કસબિ તો પોતાને બિલ્કુલ પરદા પાછલ જ રાખે છે. આ જ એ કસબિનઇ નમરતા અને મહન્તા બ્ને છે.ગુરુ આપના મા બે પ્રકારના કહેવાય છે. દેીપ દેીક્શા આપ્નાર અને સુવ અર્ન દિખસ આપ્નર્. દિપ દિખ્શ આપ્નર ગુરુ શિશ્યને દેીપ નિ મફક પ્રગ્તવેછે. આ શિશ્ય અન્યને પન દેીપ પ્રગતાવિ આપે છે, અને પરમ્પરઆ આગલ ચલે છે.
  સુવરન દેીશા આપ્નર ગુરુ શિશ્યને પારસ્મનિ નિ જેમ સ્પર્શિને સુવર્ન બનવે છે, પરન્તુ આ શિશ્ય બિજને દેીખ્શ આપિ શક્તો નથિ.

 20. upendraroy nanavati says:

  For any teacher his studnts are Gems for him.Each one shines and glitters as per the per its capacity of his grasping His Guru’s Glory.
  Bahu PunyaKera PunjThi amane Pan Anayase Aa Dr.(Prof.) Dineshbhai mali Gaya Ane Emana Geetona Jaduthi Ane Mohak Bhvuk Vyaktitva Thi Anji Nakhya !!!

  Bus Have Ghatak Ghtak Mamlavya Karie Chhie Amana Geeto Ne Samarano Thi amari Ghadio !!!!
  Thanks God for your Grace!!!

  Upendraroy Nanavati

 21. સુરસિંહ પરમાર says:

  ખુબ સુંદર ભાવ,સ્વર અને સગિત
  ખરેખર મજા આવિ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *