કા’નને સંદેશ – ભાગ્યેશ જહા


કા’ન તમે જન્મો તો કહેવું છે કાનમાં,
મેં સદીઓ પીધી છે, તેં દુનિયા દીધી છે, હવે બોલવું છે થોડું બેભાનમાં.

બહેરાની ના’ત બધી બેઠી બઝારમાં,
ને કહે છે કે હળવેથી બોલો,
કૌતુક જોઇને કીધુ રાધાએ કાનમાં
કે મૌનનું મકાન તમે ખોલો,

શબ્દો તો તાણી ગયા જાણીતા ત્રાસવાદી, સમજો તો સમજાવું કાનમાં,
કા’ન તમે જન્મો તો કહેવું છે કાનમાં.

પંખીના ટહૂકાથી દોરેલી રેખાઓ
પ્રગટાવે થાકેલી પાંખો,
આંસુને લૂછીને આંગળી હટાવું
ને જોવું તો ગોપીની આંખો,

ઉડ્વાનુ, ગાવાનું, મસ્તીમાં રમવાનું, કેટલું સમાવું હવે મ્યાનમાં,
કા’ન તમે જન્મો તો કહેવું છે કાનમાં.

ભાગ્યેશ જહા
ગાંધીનગર

19 replies on “કા’નને સંદેશ – ભાગ્યેશ જહા”

  1. ખુબ વ્યસ્ત હોવા ઉપરાન્ત પણ // રચના ઉત્તમ લખિ શ્ કે … અભિનદન્

  2. ‘ઉડ્વાનુ, ગાવાનું, મસ્તીમાં રમવાનું,
    કેટલું સમાવું હવે મ્યાનમાં,
    કા’ન તમે જન્મો તો કહેવું છે કાનમાં’

    સરસ રચના છે.

  3. khub j sundar 6,
    hu upar 1 bhai ne kahish k aama kashu chilachalu nathi krushn jode jodayeli darek vaat adabhut j hoy che ane ema pan bhagyeshbhai hamesha kaik navu j lave 6..jayshreeben bahu maja aavi…

  4. I had been lucky as i got a chance to hear shri bhgyesh bhai in person when he was collector of Vadodara .i enjoyed his Kan ne ….. we barodians definitely miss him

  5. ચીલાચાલુ ગીત છે. કૃષ્ણના નામે એટલો બધો કચરો લખાય છે, છપાય છે અને ગવાય છે કે કૃષ્ણ પોતે કાનમાં રૂનો ડૂચો નાખી બેઠાં હશે.

  6. આફ્રીન !
    કાના ના કાન કદી ખુલ્યા તો દુનિયાના ઘોંઘાટો,સામટા ભરાશે તેના કાનમાં,તેથીતો કાન નથી જન્મતો આઠમની રાત મા…

  7. ખૂબજ સુંદર રચના! એમની એક રચના,મને વિશેષ પસંદ “જળ પ્રપાત હે વહો નિરંતર” ના શબ્દો મને મેળવી આપો તો જયશ્રીબેનનો ખૂબ ખૂબ આભાર!

  8. બહેરાની ના’ત બધી બેઠી બઝારમાં,
    ને કહે છે કે હળવેથી બોલો,
    કૌતુક જોઇને કીધુ રાધાએ કાનમાં
    કે મૌનનું મકાન તમે ખોલો,

    વાહ! કમાલ્ની વાત..આટલી સાહજીકતાથી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *