પુરુષોત્તમ પર્વ 3 : વા વાયા ને વાદળ ઊમટ્યાં – નરસિંહ મહેતા

નરસિહ મહેતાનું આ ખૂબ જ જાણીતું કૃષ્ણગીત / વર્ષાગીત.. અને જ્યારથી રહેમાને ‘ગુરુ’ ફિલ્મના ‘બરસો રે મેઘા’ ગીતમાં આની પહેલી કડી લીધી, ત્યારથી તો કદાચ ગુજરાત બહાર પણ આ ગીત ઘણું જાણીતું થઇ ગયું હશે..!!

આમ પણ શ્રાવણ મહિનાના દિવસો.. અને જન્માષ્ટમી પણ હજુ હમણા જ ગઇ એટલે વાતાવરણ વાદળછાયું અને કૃષ્ણભર્યું હોવાનું જ. એટલે આ મઝાનું ગીત એવા જ મઝાના ‘પુરુષોત્તમ ઉપાધ્યાય અને હંસા દવે’ ના કંઠમાં સાંભળવાનું ગમશે ને?

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય – હંસા દવે

This text will be replaced

વા વાયા ને વાદળ ઊમટ્યાં,
ગોકુળમાં ટહુક્યા મોર,
મળવા આવો સુંદીરવર શામળિયા.

તમે મળવા તે ના’વો શા માટે
નહીં આવો તો નંદજીની આણ … મળવા.

તમે ગોકુળમાં ગોધન ચોરંતા,
તમે છો રે સદાના ચોર … મળવા.

તમે કાળી તે કામળી ઓઢંતા,
તમે ભરવાડના ભાણેજ … મળવા.

તમે વ્રજમાં તે વાંસળી વાજંતા,
તમે ગોપીઓના ચિત્તના ચોર … મળવા.

મહેતા નરસિંહના સ્વામી શામળિયા,
એમને તેડી રમાડ્યા રાસ … મળવા.

– નરસિંહ મહેતા

(આભાર – સ્વર્ગારોહણ.કોમ)

18 replies on “પુરુષોત્તમ પર્વ 3 : વા વાયા ને વાદળ ઊમટ્યાં – નરસિંહ મહેતા”

 1. જય પટેલ says:

  વિતેલાં વર્ષોની યાદગાર પ્રસ્તુતિ.

  હંમેશાની જેમ
  ગાયક જોડીની મઝાની ગાયિકી.
  આભાર.

 2. Maheshchandra Naik says:

  નરસિંહ મહેતાને અને કૃષ્ણને અલગ કરી શકાય જ નહી, ગાયક-બેલડી તો ગુજરાતી સન્ગીતને ઉજાગર કરતી રહી જ છે એમને અભિનદન…..

 3. Kirtikant Purohit says:

  Thank You Jayshreeben. it is a treasure of our Language .

 4. સુંદર ભજન અને એવી જ હૃદયસ્પર્શી ગાયકી…

 5. રમેશ પંચાલ says:

  Jayshreeben,
  ખુબજ સરસ રચના કાનમાં મધુરતા રેડી ગઈ.આ ગીત ગાયક જોડી પુરુષોત્તમભાઈ અને હંસાબેન દવે ના મધુર કંઠમાં સાંભળવા મળયું. સંભાળાવવા બદલ ખુબ ખુબ આભાર
  રમેશ પંચાલ.

 6. Kamlesh says:

  અતી સુંદર ……….
  અમારે તૉ ટહુકો વરસ્યૉ…..એનો આનદ ….

 7. trupti says:

  પુર્સોતમ ઉપાધયાય હુતુ તુ તુ

 8. Jayendra says:

  મુખદુ – વા વાયા ને વાદળ ઊમટ્યાં! Vah Hansa Dave!

 9. PRAKASH says:

  શાન્મભલિ ન ને મન પ્રફુલ્લિત થૈ ગયુ.
  પ્રકાશ જગતાપ્

  સઅઉદિ અરેબિયા

 10. Vishnu Bhatt says:

  ડાકોર બાલમદિરમા ભણતા ત્યારે આ રાસ કરતા તે દિવસો યાદ આવી ગયા.સરસ રાસ.

 11. jalendu shah says:

  સર્વ્ાગ સુન્દર્ . પરન્તુ અહિ લખેલ કવિતા અને બોલ બરબર બન્ધ બેસતા નથિ. સર્ખા કર્વ વિનન્તિ.

  જલેન્દુ શાહ , વદોદરા.

 12. Kapil says:

  બહુજ સરસ .

 13. હુસૈન says:

  બાળ૫ણમાં ભણેલી કવિતા નવાજ રૂપરંગમાં સાંભળીૢ ઘણી યાદો તાજી થઈ ગઈ.

 14. Sunil G Desai says:

  Dear Jayshreeben,
  I would loveeeeeee to get all these bhajans of Pujya Shree Narsinh Mehta.
  Where can I buy all these?
  Awaiting your reply,
  with lots and lots of love
  Sunil G Desai

 15. સાભળવા નિ ખુબજ મજા આવિ.નોરતાનિ મજા ઘરમા બેથા માલિ. આભાર

 16. mili says:

  very nice kavita

 17. Heta Desai says:

  હું રોજ વરસાદી ગીતોમાં આ ગીત સાંભળું છું…ઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *