પુરુષોત્તમ પર્વ ૨ :કન્યા વિદાય (સમી સાંજનો ઢોલ ઢબૂકતો) – અનિલ જોશી

અનિલ જોશીનું આ અમર ‘કન્યા વિદાય’ કાવ્ય. ગીતના શબ્દે-શબ્દે તો વ્હાલ અને કન્યા-વિદાયનું દર્દ નીતરે જ છે, અને પછી એ શબ્દોને પુરુષોત્તમ ઉપાધ્યાયનું સ્વરાંકન અને સ્વર મળે ત્યારે? દીકરીને પરણાવી હોય કે પરણાવવાની હોય એવા દરેક પિતાને દીકરીઓ… , અને એવી દરેક દીકરીઓને પિતાને જઇ વળગી જવાની ઇચ્છા થઇ આવે…

(Picture : GangesIndia.com)

* * * * * * *

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

This text will be replaced

સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઉઘલતી મ્હાલે.
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.

પાદર બેસી ફફડી ઊઠતી
ઘરચોળાની ભાત,
ડૂસકે ડૂસકે હડસેલાતી
બાળપણાની વાત

સમી સાંજનો ઢોલ ઢબૂકતો….

પૈંડું સીંચતા રસ્તો આખો
કોલાહલમાં ખૂંપે
શૈશવથી ચીતરેલી શેરી
સૂનકારમાં ડૂબે.

સમી સાંજનો ઢોલ ઢબૂકતો….

જાન વળાવી પાછો વળતો
દીવડો થરથર કંપે
ખડકી પાસે ઊભો રહીને
અજવાળાને ઝંખે

સમી સાંજનો ઢોલ ઢબુકતો જાન ઉઘલતી મ્હાલે.
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.

-અનિલ જોશી

25 thoughts on “પુરુષોત્તમ પર્વ ૨ :કન્યા વિદાય (સમી સાંજનો ઢોલ ઢબૂકતો) – અનિલ જોશી

 1. M.D.Gandhi, U.S.A.

  મસ્ત ગીત છે અને તેનાથી પણ વધારે મસ્ત તમે “પ્રસંગને અનુરુપ અસ્સલ લાગે તેવો” ફોટો મુક્યો છે જે ગીતને ચાર ચાંદ લગાવી દયે છે.

  Reply
 2. Bansilal Dhruva

  Jayshreeben,I remember that moment when I ‘send-off’ my daughter after marriage.
  My heartely congratulation to Purushottambhai and ‘BEST WISHES’.
  Thank you so much.
  Bansilal Dhruva

  Reply
 3. urvashi parekh

  સરસ ગીત..કન્યાવીદાય નુ ગીત આનાથી સરસ બિજુ હોઈ જ ના શકે..
  કેટલુ સરસ દ્ર્શ્ય શબ્દો માં મુક્યુ છે,કોઇ શબ્દો જ નથી..
  આભાર..

  Reply
 4. જય પટેલ

  જાન વળાવી પાછો વળતો

  દીવડો થરથર કંપે
  ખડકી પાસે ઉભો રહીને

  અજવાળાને ઝંખે

  વાહ…સુંદર કલ્પના.
  .!!
  શ્રી અનિલ જોષીના રૂપક શ્રી વિનોદ જોષીના કુળના

  હોય તેવો આભાસ થાય છે.

  Reply
 5. Shivani Madhu

  ખૂબ જ સુંદર કન્યા-વિદાય ગીત!
  Especially when you are staying in other country and apart
  from your parents…too good song..full of feelings what a music!
  પાદર બેસી ફફડી ઊઠતી
  ઘરચોળાની ભાત,
  ડૂસકે ડૂસકે હડસેલાતી
  બાળપણાની વાત

  Reply
 6. Maheshchandra Naik

  કન્યા વિદાયનો પ્રસગ અને એ કરુણ પળો માટેનુ યાદગાર ગીત, દરેક લગ્નપ્રસન્ગે કાયમી બની રહ્યુ છે

  Reply
 7. વિવેક ટેલર

  ખડકી પાસે ઉભો રહીને
  અજવાળાને ઝંખે

  – કેવી સુંદર અને મર્મભેદી વાત ! દીકરી ગઈ એટલે ઘરનું અજવાળું ગયું!!

  Reply
 8. Dilip Shah

  ape Shri Purshottambhaine apeli khubj annya bhet chee. amna mate prashanshamaon kani pan lahu e shuryakiran na tej vakhanva jevun chhe.

  apni a bhet thi am lage chhe ke ap pan mari jemj purshottam premi chho.

  Shri Purshottam bha prtye adarbhav sathe,

  Dilip Shah
  Ahmedabad

  Reply
 9. Paresh Vohra

  શ્રેી પુર્શોત્તમ્ ભાઇનુ આ ગાયેલ્ ગેીત ગુજરાતેી સુગમ સન્ગેીતનુ શિર્મોર વિદાય ગેીત રહેશે.No singer has ever tried to sing this song. આવો ભાવ કોઈ ગાયક લઈ આવેી શકે જ નહિ.

  Reply
 10. Gargi

  really nice and touching song and i feel more like as i m away from my mom and i lost my dad last september.i can not express my feeling how much i like this song .i didnot know about this song of Purshottam Upadhyaya as i hv listen almost all the songs.Really it is tooo gud ,though i m crying i feel like listening again and again.thank you jayshree ben.

  Reply
 11. dharmesh patel

  વાહ પુરુશોત્તમ ભાઇ….excellent…..all credit goes to anil joshi for writing such a kanyavidai nu geet.

  dada na aagna ma mohrela aamba nu kuneru todyu re pan…
  pachi mara ma farkyu veran…

  liluda panda ni uchadti vel have kanku na pagla dai chaali.

  rahu bani ghunghatdo mara chand ne gari gayo…
  i got only two boys…no daughter(dariyo..vhalno)..idont know what happen to me if i have to say farewell to my daughter

  Reply
 12. Ratandan Gadhavi

  સન્સાર નિ તમામ દિકર્રેીઓ ને અર્પન કે જેઓ બન્ને કુલ ને ઉજાલવા વિદાય લે છે

  Reply
 13. M.D.Gandhi, U.S.A.

  ૧૭ ઓગસ્ટ, ૨૦૦૯ માં મેં આજ લખ્યું હતું અને આજે પણ આ ગીત અનુપમ અને અમર છે.

  મસ્ત ગીત છે અને તેનાથી પણ વધારે મસ્ત તમે “પ્રસંગને અનુરુપ અસ્સલ લાગે તેવો” ફોટો મુક્યો છે જે ગીતને ચાર ચાંદ લગાવી દયે છે.

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *