વાત કહી ના જાય – જયંત પાઠક

river12

વાત કહી ના જાય
મનની વાત સહી ના જાય.

રાતદિવસના જડ જંતરમાં
અંતર મુજ કંતાર,
ઝંખે નયનો તે તો પાંપણ
પછવાડે સંતાય.

એકલું એકલું અંતર બેઠું
હેઠળ દુ:ખની છાંય
હે અણદીઠ ઇંગિત તારાં ના
કેમ અહીં વરતાય ?

ગીત ઘણાં આ કંઠ રાત’દિ
ઘૂંટી ઘૂંટીને ગાય,
જીવનગીતની ધ્રુવપંક્તિનો
પ્રાસ મળે ના ક્યાંય.

———————- 

જંતર =યંત્ર (તાંત્રિક આકૃતિ, તાવિજ વગેરે), કંતાર=અરણ્ય, જંગલ અને ઇંગિત=ઇશારો, સંકેત.

6 replies on “વાત કહી ના જાય – જયંત પાઠક”

 1. chetu says:

  આ કાવ્ય ના શબ્દો મા રહેલો ગુઢાર્થ ઘણૂ કહ જાય છે..

 2. મજાનું ગીત અને મજાની તસવીર…

 3. krishna says:

  ગીત ઘણાં આ કંઠ રાત’દિ
  ઘૂંટી ઘૂંટીને ગાય,
  જીવનગીતની ધ્રુવપંક્તિનો
  પ્રાસ મળે ના ક્યાંય.

  thanx jaishreeben
  nice pankti and song too

 4. સુરેશ જાની says:

  ગીત ઘણાં આ કંઠ રાત’દિ
  ઘૂંટી ઘૂંટીને ગાય,
  જીવનગીતની ધ્રુવપંક્તિનો
  પ્રાસ મળે ના ક્યાંય.

  હા! જીવનનું ગીત હર ક્ષણ બદલાતું રહે છે. તેનો કોઇ છંદ, લય, પ્રાસ કે એક ભાવ નથી. પણ એ ગીત જ છે એમ માનીએ અને તેના હર એક શેર પર જીવીએ, ઝૂમીએ, નાચીએ તો તે જીવન …
  બહુ જ સરસ વિચાર.

 5. Harshad Jangla says:

  જડ જંતર
  ઈંગિત તારાં
  ઉપરોક્ત શબ્દોના અર્થ કહેશો જયશ્રી?
  આભાર

 6. Jayshree says:

  જંતર =યંત્ર (તાંત્રિક આકૃતિ, તાવિજ વગેરે), કંતાર=અરણ્ય, જંગલ અને ઇંગિત=ઇશારો, સંકેત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *