ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ… – મેઘબિંદુ

સૌથી પહેલા તો સૌને હોળી-ધૂળેટીની હાર્દિક શુભેચ્છાઓ… માતૃભૂમિથી દૂર રહેતા મારા જેવા લોકોને આવા સમયે ઘર સૌથી વધુ યાદ આવે… પણ એમ ઉદાસ થવાને બદલે જરા મલકાઇએ આજે…. ફાગણનો ફાગ.. અને કેસુડાના કામણ કદાચ અમેરિકા અને બીજા દેશોમાં ન જોવા મળે… પણ ટહુકાનો સાદ તો પહોંચે છે ને ??

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

tahuko no saad

(બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ…. )

.

ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ
પછી મલક્યા વિના તે કેમ રહીયે
કામણ કીધા અહીં કેસુડે એવા
કે મહેક્યા વિના તે કેમ રહીયે

ફૂલની ફોરમની પકડીને આંગળી
ફરવાને નીકળ્યો પવન
પાન-પાન ડાળ-ડાળ ઝૂમી ઉઠ્યાને
ઝૂમે છે આખુ ઉપવન

કલરવની કેડીએ રમતા પતંગિયાને
પકડ્યા વિના તે કેમ રહીયે
ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ
પછી મલક્યા વિના તે કેમ રહીયે….

મઘમઘતી મંજરીની કાયા બદલાઇ
સાંભળીને વેણુ વસંતની
લીલેરા પાન સંગ ગાતા ગુલ્મહોર
લ્હાણી કરે છે સુગંધની

અરધી ભરાય મારા ઉમંગની હેલ
પછી છલક્યા વિના તે કેમ રહીયે
ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ
પછી મલક્યા વિના તે કેમ રહીયે….

————-

એક જાહેરાત : આવતી કાલે ધૂળેટીના પર્વ નિમિત્તે રાગો ના રંગે રંગાવા… અને સૂર સંગીતની પિચકારીથી ભીંજાવા માટે ટહુકો.કોમ તરફથી આપને ભાવભર્યુ આમંત્રણ છે. 🙂

26 replies on “ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ… – મેઘબિંદુ”

  1. વગર ફાગણે પણ ….જ્યારે જ્યારે ટહુકે (PU) ત્યારે મહેક્યા વિના તે કેમ રહીયે..

  2. “અરધી ઉભરાય મારેી ઉમંગ-હેલ, પછી છલક્યા વિના તે કેમ રહીયે” મેઘ્બિન્દુના શબ્દો… ને,પુરુશોત્તમભાઇ નો સ્વર આ લા…ગ્રાણ્ડ્

  3. વડિલશ્રી પુરુશોત્તમભાઇ નો સ્વર અને કવિ મેઘબિંદુ નું સુંદર કુદરતનું વણ્રન કરતું આ કાવ્ય બસ આખો દિવસ સાંભ્રયા કરીએ તેમ થાય છે.મન ખુબજ પ્રફુલ્લિત થયું,
    ખુબ ખુબ આભાર જયશ્રીબહેન;

  4. This is beautiful from begging to end in every respect. Fagan shud poonam ni raat jevi biji koi raat nathi thavi aakha varas ma.

  5. This audio file has no audio at the end of the file. It does play all the lyrics on this page. My wife was looking for this file for some time and this will make her happy. We heared him few years back in PA and we love his voice.

  6. પુરુશોત્તમ ઉપાધ્યાય ને હર્દિક અભિનન્દન અને ખુબ સુન્દર ગાયુ .

  7. ખૂબ જ સરસ
    હોળી,ઘૂળેટીની શૂભ કામનાઓ
    આભાર

  8. જયશ્રી ના ટહૂકા નો બ્લોગ….. વાંચ્યા વિના તે કેમ રહીયે
    હોળી ની શુભ કામનાઓ
    આભાર

  9. કેટલાંક ગીતો એવાં હોય કે આપણે આંખો મીંચીને બસ સાંભળ્યા જ કરીએ, આ ગીત એવું કાંઇક છે… બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ- એવું કાંઈક છે! I live in US, and this song took me to that Holi environment, but I miss that Holi here. The life nowadays is different….This song inspired me a thought in my mind and that thought has resulted into a poem which I would like to share with others. Of course, I have selected the બંધારણ for my poem to be the same as this song, so I am thankful to the poet….Anyways, here is my tribute:

    રોજની ભાગંભાગમાં માણસ થાકંથાક, આજે હોળીમાં કોને જઈને રંગીએ?
    દીલડાના રંગથી રંગવાને સારુ એક માણસ મળે તો પ્રેમ કરીએ!

    ડોલર ને પાઊન્ડની પકડીને આંગળી ફરવાને નીકળ્યો માનવ,
    કેસૂડાના ફૂલે ટહૂકો કર્યો, પણ ના કાન સુધી પહોંચ્યો એ રવ!
    સૂકાં હૈયાં ને ફીકકાં થોબડાં એને તે કેમ કરી રંગીએ?
    દીલડાના રંગથી રંગવાને સારુ એક માણસ મળે તો પ્રેમ કરીએ!

    ટીવી સિરિયલની છોકરી છોકરાને મારે રંગીન પિચકારી,
    Mallના સેલ અને clubનાં પીણાં- ઊજવાઈ ગઈ આજ હોળી!
    સૂકા ગળામાં એક ટીપું પડે તો હોળીના ફાગ આજે ગાઈએ,
    દીલડાના રંગથી રંગવાને સારુ એક માણસ મળે તો પ્રેમ કરીએ!

    ગુલાબી ફ્રોક અને નેવીબ્લૂ સૂટ; કોઇ કાળો, ધોળો, કોઈ ફીક્કો,
    પણ દીલડાંનો રંગ તો બધાંનો રાતો- કેમ સમજાતો નથી આ નાતો?
    રંગની જરૂર નથી, પ્રેમનો આ રંગ છે- ચાલ! સૌને રંગી દઈએ!
    રંગની જરૂર નથી, પ્રેમનો આ રંગ છે- ચાલ! સૌને રંગી દઈએ!

    Hope you like it!

  10. કામણ કીધાં અહીં ટહૂકાએ એવા
    કે રોજ log on થયા વિના તે કેમ રહીએ?
    રંગ ને સુગંધના ભીના તહેવારમાં
    તમને રંગ્યા વિના તે કેમ રહીએ?

    -The song by Purushottambhai is very touchy. I wish I can play Holi here in US….અરધી ભરાય મારા ઉમંગની હેલ પછી છલક્યા વિના તે કેમ રહીયે.

    Thanks very much for this beautiful colorful સુગંધful સુરful song!

  11. ફૂલની ફોરમની પકડીને આંગળી
    ફરવાને નીકળ્યો પવન
    પાન-પાન ડાળ-ડાળ ઝૂમી ઉઠ્યાને
    ઝૂમે છે આખુ ઉપવન

    ખરેખર દિલ ડોલાવી દે તેવી રચના, અને મુ. શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય નો સ્વર, પછી પુછવું જ શું ?

  12. Great!!!!!
    Who has penned it? It was said by Suresh Dalal that Purushottambhai can convert Headlines into Heartlines by composing it. But who has authored that headline is equally important.
    Vikram Bhatt

  13. Great!!!!!
    Who has penne it? It was said by Suresh Dalal that Purushottambhai can convert Headlines into Heartlines by composing it. But who has authored that headline is equally important.
    Vikram Bhatt

  14. પુરુસોત્તમદાદાના સ્વરમાં મ્હાલવાની ખૂબ મઝા આવી!

    આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *