મારુ બચપણ ખોવાયું (પાંચીકા રમતી’તી..) – મુકેશ જોષી

જુન ૨૦૦૭થી ટહુકો પર ઝરણા વ્યાસના અવાજ ટહુકતું આ ગીત – આજે સ્વરોત્તમ પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વર – સ્વરાંકન સાથે ફરી એક વાર…!!

______________________
Posted on June 15 :

આ ગીત માટે મનિષભાઇનો ખાસ આભાર માનવો જ પડે. એમણે રેડિયો પરથી રેકોર્ડ થયેલું અડધું ગીત મોકલ્યું, અને એ એટલું ગમ્યું કે આખું ગીત શોધવું જ પડ્યું. ફક્ત શબ્દો સાથે પહેલા રજુ થયેલ ગીત, આજે સ્વર સંગીત સાથે ફરીથી એકવાર. ગીતમાં રહેલ કરુણભાવ ગાયિકાએ આબાદ રીતે ઉજાગર કર્યો છે.
નાની ઉંમરે પરણેલી છોકરીની વ્યથા આ ગીતમાં કવિએ ખુબ ભાવાત્મક રીતે રજુ કરી છે… ‘લીલીછમ મ્હોરવાની આશામાં ઉગેલી કુંપણ તોડાઇ એક તાજી’… બસ આટલા જ શબ્દો આ ગીત વિશે ઘણું ઘણું કહી જાય છે…

સ્વર : ઝરણા વ્યાસ
સંગીત : દક્ષેશ ધ્રુવ
rajput_bride_PI08_l

.

પાંચીકા રમતી’તી, દોરડાઓ કુદતી’તી
ઝુલતી’તી આંબાની ડાળે
ગામને પાદરે જાન એક આવી
ને મારુ બચપણ ખોવાયુ એ જ દા’ડે

મધમીઠા મહુડાના ઝાડ તળે બેસીને
લખતી’તી દાદાને ચીઠ્ઠી
લખવાનું લિખિતંગ બાકી હતું ને
મારે અંગે ચોળાઇ ગઇ પીઠી

આંગણામા ઓકળિયું પાડતા બે હાથ…..
લાલ છાપાઓ ભીંત ઉપર પાડે
હે મારુ બચપણ ખોવાયુ એ જ દા’ડે

પાનેતર પહેરીને પંખી ઉદાસ,
છતાં મલકાતા મામા ને કાકી
બાપુના હુક્કામાં તંબાકુ ભરવાનુ,
મને કહેવાનું હતુ બાકી,

પાણીડા ભરતી એ ગામની નદી,
જઇ બાપુના ચશ્મા પલાળે
હે મારુ બચપણ ખોવાયુ એ જ દા’ડે

ઢોલ અને શરણાઇ શેરીમાં વાગીયા
અને ગામ મને પરણાવી રાજી
લીલીછમ મ્હોરવાની આશામાં ઉગેલી
કુંપણ તોડાઇ એક તાજી

ગોરમાને પાંચ પાંચ વર્ષોથી પૂજ્યા
ને ગોરમા જ નાવને ડુબાડે
હે મારુ બચપણ ખોવાયુ એ જ દા’ડે

73 replies on “મારુ બચપણ ખોવાયું (પાંચીકા રમતી’તી..) – મુકેશ જોષી”

  1. manubhai1981 says:

    વાહ ઝરણા બહેન !સરસ ગેીત રીતે ગાયુઁ.
    આભાર ભાઇ-બહેનનો !ભારતમાઁથી યાદ !
    વડોદરાનુઁ ખોબો ભરીને વહાલ…મનવઁત.

  2. સુંદર ગીત… ફરી માણવું ગમ્યું…

  3. Jyotindra Parikh says:

    બહુ સરસ મજા અવિ જ્હરનબેનને અભિનન્દન્

  4. BB says:

    I am sure everybody know that Zarnaji is not gujarati and still she has a comand on the gujarati language . She is worth meeting and Mukeshbhai too. down the earth people. If u go ever to mumbai ,do attend their program which is regularly arranged by so many Gujarati sugam sangeet lovers. I do not miss that opertunity. Both the people blend beautifully with the general croud . God Bless them both.

  5. vihar majmudar says:

    અદભુત શબ્દો,રજુઆત એટલી જ સુન્દર.ઝરણા વ્યાસ ને અભિનન્દન-સુન્દર અવાજ અને ભાવ પુર્ણ ગાયકી માટે.
    વિહાર મજમુદાર

  6. Dharmendra Shah says:

    Thanks for the song,,, Jayshreeben….

  7. d[pti says:

    બહુ સરસ. મજા આવી…

    કાચી કુવારી કન્યાની સહજ લાગણીની સુંદર રજુઆત..

  8. mehul desai says:

    અદભુત મુકેશભાઈ…..મેહુલ દેસાઈ

  9. rajesh dangar says:

    અદભુત !!!!!!!!!!!!!!!અદભુત્!!!!!!!!!!અદભુત્!!!!!!!!!!

  10. arvind patel says:

    fantastic Mukeshbhai & Zarnaben.veryu very nice song and voice.Thank you.

  11. સુનિલ દેસાઈ says:

    મુકેશ જૉશી ઍ ચણેલો શાબ્દિક તાજ મહેલ.

  12. Hassan says:

    ખોટુ લાગે તો માફ કરજો,પણ પુરુષોત્તમ ભાઈ જાણે ગીત ઓછુ અને ગઝલ જાજુ ગાતા હોઇ એમ લાગે છે.ઝરણા વ્યાસ વાળા ગીત નુ સંગીત શ્બ્દો અને સમય સાથે તાલ મેળવે છે અને અહીં હરમોનિયમ ઉપર ગઝલ નો ભાસ કરાવે છે.

  13. BHARAT SHUKLA says:

    જયારે જ્યારે આ ગેીત સાભળુ છું ,ત્યારે ત્યારે આંખો ભીજાય છે, કન્યા વિદાયની આટલી સુંદર રચના અને દક્ષેશભાઈ સ્વરરચના શબ્દોમાં વેદના ઉમેરે છે. થેક્યું મુકેશભાઈ, ઝરણાબેન ,આ રચનાથી દક્ષેશભાઈ ગુજરાતી સંગીતમાં સદા અમર રહેશે.

  14. tia says:

    અદભૂત રચના…. અતી કર્ણપ્રિય સંગીત… અને ઝરણા વ્યાસ નો કેટલો કરૂણ સ્વર …. આથી વધુ કશુજ ન હોય શકે…. સૌ અભિનંદન ના હકદાર છે.

  15. manubhai1981 says:

    ઝરણાબહેનાને ઢગલાબઁધ અભિનઁદનો !
    આ તો મારુઁ ઘણુઁ જ માનીતુઁ ગેીત છે.

  16. Dipak says:

    આભર તમરો આ ગેીત હુ કેત્લ દિવસ થિ શોધ્તો હતો આજે મને ઘનો આનન્દ થાય ચ્હે કે તહુકો નેી વેબ્સત પરથિ આ મલિ શક્યુ ખરેખર અધ્ભુત ચ્હે આ ગેીત્

  17. jayendra joshi says:

    વાહ, અદભૂત રચના,ઝરણાબહેને કન્યા વિદાયની આટલી સુંદર રચના સરસ રીતે ગાઈ.આંખો ભીજાય ગઈ.

    -જયેન્દ્ર જોશી, જુનાગઢ.

  18. puja raja says:

    great!!! i think antra vaidya attempted this song nice in lok gayak gujarat 2.

  19. ફરસુરામ બાપુ રામાયણી says:

    અદભુત શબ્દો,રજુઆત એટલી જ સુન્દર

  20. rinku says:

    બહૂ સરસ, મને ખૂબ જ ભાવૂક લાગ્યુ , કારન કે હુ પન એક દિકરી જ

  21. shreya says:

    Aishwarya majmudar has sung this song with much more emotions in “haiya ne darbaar” album

  22. bhavana says:

    i love this song very much. such a melodius ,heart-touching ,& lovely song sung by zarnaji. thank you zarnaji.

  23. chapaone badale thapo joie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *