ટહુકો માં શોધો..

Fan of Facebook?

Follow us on Facebook

Follow tahuko_com on Twitter

વિભાગો

જૂની પોસ્ટ

એ શું ?

સહિયારું સર્જન પર ‘એ શું?’ શબ્દો સાથે કંઇક લખવાનું આમંત્રણ હતું, તો મારાથી આવું કંઇક લખાયું..

e shun
અચાનક
એક દિવસ
મારુ શમણું ખોવાયું,
મેં એને ઘણું શોધ્યું,
ઘણું ય શોધ્યું…
સોનેરી સવારે
અને ઢળતી સાંજે,
ખીલતા ઉપવને
અને ઘુઘવતા દરિયે,
બસ, શોધતી રહી…
ત્યાં સુઘી કે
હું ખુદ ભુલી ગઇ-
હું શું શોધું છું?…
અને વર્ષો પછી-
તમે અચાનક,
સામે આવ્યા,
ને એક હુંફાળા સ્મિત સાથે
હથેળીમાં કંઇ મુક્યું,
‘આ લે.. તારું શમણું!’
ને મારાથી
અનાયાસ
પુછાઇ ગયું
‘એ શું?’!!!!

14 comments to એ શું ?

  1. વિવેક
    January 13th, 2007 at 12:32 pm

    સરસ રચના…

  2. દિલીપ ર. પટેલ
    January 14th, 2007 at 4:19 am

    તમારું શમણું ખરેખર તમારી તરફદારી કરી ગયું
    તમે એને ભૂલી ગયાં કે એ ખુદ તમને મળી ગયું

    તમારા શક્તિશાળી શમણાંની જેમ રચના પણ શક્તિશાળી છે.

  3. Suresh Jani
    January 14th, 2007 at 9:50 pm

    ઇશ્વર તારું શમણું સાચું પાડે.

  4. chirag
    January 15th, 2007 at 6:37 am

    અરે વાહ! હવે તમારે એક સારા ઉપનામની શોધ ચાલુ કરી દેવી જોઇયે….! ખૂબ સરસ રચના.. keep it up.

  5. જય
    January 16th, 2007 at 4:49 am

    જયશ્રી, સાચે જ તેં બહુ જ સરસ રચના કરી. વાંચવાની ખુબ જ ઉત્સુકતા રહી છેક છેલ્લે સુધી…..
    સ્વરબદ્ધ કરી ગીત સ્વરૂપ આપી શકાય કે નહિ?
    બીજું, અછાંદસ એટલે શું? ઘણાં વર્ષો પહેલાં શીખ્યો હોઈશ પણ હવે યાદ નથી. જય.

  6. Jayshree
    January 16th, 2007 at 5:33 am

    જય અંકલ,
    સૌથી પહેલા તો, મને નથી લાગતું કે સ્વરબધ્ધ કરી શકાય એટલું સારું મારાથી લખાયું હોય.
    અને હા.. મારી સમજણ પ્રમાણે જે રચના છંદબધ્ધ નથી તે અછાંદસ.

  7. જય
    January 17th, 2007 at 5:49 am

    જયશ્રી, સમય મળ્યે પ્રયત્ન કરી જોજે. જય.

  8. Shah Pravin
    March 3rd, 2007 at 2:15 am

    જે મહેનત કરે છે તેને મળે જ છે, જેમ કે તમારુ સ્વપ્નુ!
    પ્રયત્ન કરી જુવો, છાન્દસ લખાશે જ. આછાંદસ પણ સુંદર રચના આપી.
    આભાર.

  9. Shah Pravin
    March 3rd, 2007 at 2:18 am

    જે મહેનત કરે છે તેને મળે જ છે, જેમ કે તમારુ સ્વપ્નુ!
    પ્રયત્ન કરી જુઓ, છાન્દસ લખાશે જ. અછાંદસ પણ સુંદર રચના આપી.
    આભાર.

  10. nilam doshi
    March 22nd, 2007 at 8:23 pm

    સુંદર.અભિનન્દન

    આજ સવારે ખોવાયું એક સોનેરી મુજ સપનુ.
    જડયું હોય તો દઇ દેજો ,ના એ કોઇના ખપનું.

    અને બીજી લાઇન

    સપનાઓ માનજીવનમાં રંગ ભરે છે રાતા
    તકદીરે જો લખ્યું હોય તો પડે છે એક દિન સાચા.

  11. mahesh katariya
    January 20th, 2008 at 5:11 pm

    મારિ પાસે તમને કહેવા માટે શબ્દો નથિ. સિવાય કે અદભુત…………………..!!!!!!!!

  12. mahesh katariya
    January 20th, 2008 at 5:25 pm

    આપણા વિચારો ઘણા જ મળતા આવે છે. ફર્ક માત્ર એટલો જ છે કે તમે તમારા વિચારો ને શબ્દો મા રજુ કરિ શકો છઓ.

  13. sneh
    March 1st, 2008 at 11:51 am

    once again,
    a beautiful creation

    How come I wasnt knowing that u write so well!

  14. Dipen ~Mitrataaa
    November 19th, 2008 at 1:32 am

    કેવુ તે નમણુ હતુ તમારુ એ શમણુ,
    આવી ચઢ્યુ તમારે શરણે, તમારુ એ પ્રેમાળ વ્હાલુ શમણુ.

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>