પ્રેમ એટલે કે… – મુકુલ ચોક્સી

સૌથી પહેલા તો ‘બેસ્ટ ગુજરાતી બ્લોગર’ તરીકે મારી પસંદગી થઇ.. એ માટે દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. 6 મહીના પહેલા ફક્ત શોખ માટે શરુ કરેલા બે બ્લોગ : ‘ટહુકો અને મોરપિચ્છ’ એક દિવસ અહીંયા સુધી પહોંચશે, એવો જરા ખ્યાલ નો’તો.
તો ચાલો.. આજના દિવસનો થોડો વધુ ખાસ બનાવીએ. ગુજરાતી સંગીત સાથેનો મારો પ્રેમ વધુ ગાઢ બનાવવામા સોલી કાપડિયાના આલ્બમ ‘પ્રેમ એટલે કે..’ નો ઘણો મોટો ફાળો… જ્યારે ગુજરાતીમાં, પણ કંઇક નવું શોઘતી હતી, ત્યારે સુરત સ્ટેશન પરના એકદમ નાની એક કેસેટ સ્ટોરના માલિકે મને આ કેસેટ આપેલી.. અને પૂરા આત્મવિશ્વાસ સાથે એમણે કહેલુ.. ‘લઇ જાઓ.. ચોક્કસ ગમશે’. અને પછી તો સોલીભાઇ સાથે ફોન પર વાત કરી.. એમના બીજા આલ્બમ લેવા અમદાવાદના ‘ક્રોસવર્ડ’ ગઇ.. તો ત્યાંથી ‘હસ્તાક્ષર’.. ‘મારી આંખે કંકુના સૂરજ’.. એવા ઘણા બીજા આલ્બમ લીધા…

ઓહ… ચલો હવે વધારે લાંબી વાત નહીં કરું… સાંભળો સોલીભાઇના મધુર કંઠમાં આ મારું અતિપ્રિય ગીત.
Prem etle ke

.

પ્રેમ એટલે કે,
સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.
સ્વપ્નમાં પળાય એવો કાયદો…
પ્રેમ એટલે કે,
તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાશી લાખ વહાણોનો કાફલો

(આ ચોર્યાશી લાખ વહાણો ક્યાંથી આવ્યા એ ખબર છે ? વાંચો.. કાવ્યને અંતે)

ક્યારે નહીં માણી હો,
એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે,
એ પ્રેમ છે.
દાઢી કરતા જો લોહી નીકળે ને ત્યાંજ કોઈ પાલવ યાદ આવે,
એ પ્રેમ છે.

પ્રેમ એટલે કે,
સાવ ઘરનો જ એક ઓરડો… ને તોય આખા ઘરથી અલાયદો…

કાજળ આંજીને તને જોઉં તો તું લાગે,
એક છોકરીને તે શ્યામવર્ણી
વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે,
મને મૂકી આકાશને તું પરણી

પ્રેમમાં તો
ઝાકળ આંજીને તને જોવાની હોય
અને ફૂલોમાં ભરવાનો હોય છે મુશાયરો…

પ્રેમ એટલે કે…
સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.

( આ ગીતમાં આવતી ‘ તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાશી લાખ વહાણોનો કાફલો… ‘ કે કડી સાંભળવાની મને ઘણી જ મજા આવે.. પણ આ ચોર્યાશી લાખ વહાણોની વાત શું છે, એ પ્રશ્ન દિમાગમાં જરૂર આવ્યો હતો… એટલે એક દિવસ મમ્મીને પૂછ્યું, ત્યારે ખબર પડી, કે પહેલાના જમાનામાં જ્યારે સુરત એક ધમધમતું બંદર હતું, ત્યારે ચોર્યાશી અલગ અલગ બંદરોના વહાણો ત્યાં આવતા.. એટલે એવું કહેવાતું કે સુરતમાં ચોર્યાશી બંદરોના વાવટા ફરકે.. વખત જતાં એ ચોર્યાશી નું અપભ્રંશ થતા, કહેવતમાં ચોર્યાશી લાખની વાત આવતી થઇ ગઇ. )

અને મારો આ ભ્રમ દૂર થયો વિવેકભાઇની વાત પરથી :

ચોર્યાસી બંદરની વાત ભલે સાચી હોય, પણ અહીં કવિએ નથી સુરતની વાત કરી કે નથી એના કાંઠે આવતા ચોર્યાસી બંદરોના જહાજની વાત. આખી કવિતામાં બીજે ક્યાંય સુરતનો સંદર્ભ આવતો નથી. આ ચોર્યાસી લાખ જહાજ એટલે મારી દૃષ્ટિએ ચોર્યાસી લાખ જન્મોના ફેરા. પ્રેમિકાના ગાલના ખંજન પર ચોર્યાસી લાખ ભવ ઓવારી દેવાનું મન થાય એ પ્રેમ…

96 replies on “પ્રેમ એટલે કે… – મુકુલ ચોક્સી”

 1. maharshi vyas says:

  અન્દર થી તોડે એવુ સોન્ગ …. આઇ રિયલી લવ ઇટ્….

 2. Nice One
  ” પ્રેમ ”
  પ્રેમ એટલે કે,
  સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો. . .

  મુકુલ ચોકસી ની ખુબ જ સુન્દર રચના છે,

  મને આ ગીત ખુબ જ ગમે છે.

  આ ગીત ના શબ્દ , સ્વર અને સંગીત
  ખુબ જ સુન્દર છે.

  ” સુરત સોનની મુરત “

 3. Hemang Patel says:

  ખરેખર અદભૂત રચના !!!

 4. Rajvi says:

  It has been two years since I came to US for my Master’s studies. I miss home so much and so many times I desperately wanted to hear this song and I could not find a proper source. I am immensely happy today that I could hear this song after such a long time! I am grateful to Jayshree! Awesome lyrics by Mukul Uncle and Soli Kapadia’s voice has done the rest! A perfect combination. I love your voice Soli! Before so many years, I heard you live in Surat. I wish if I could hear you once again live.

 5. Parth Mehta(Raj) says:

  ભાઈ ભાઈ આજે ખબર પડે છે કે આ કાવ્યમા કેટ્લો બધો મર્મ છુપયેલો છે…

 6. Hemen Shah says:

  મને સામાન્ય રિતે તો ગુજરતિ ગઝલઅ જ ગમે છે. પણ આ ગિત અને સોલિભાઈ નો અવાજ મઝા પડિ ગઈ.

 7. હુ પણ પ્રેમ મા હતો અને લોકોને ક્યા ખબર કે દીલ મા કેટલા અરમાન હોય છે.આ તો ફ્ક્ત ઉદાહરણ છે .

 8. mahip says:

  Hi
  Jayshree,
  I have visited your both of the blogs.
  Both the blogs are gr8 1.
  I think u r the person who can maintain the gujarati culture in the future.!!
  Good work.
  Keep it up.
  Cheers,
  Mahip

 9. kamaal trivedi says:

  ખુબ ખુબ ઉમદા રચના છે. દર વખતે આ એક ગીત એક નવુ પરિનમાન રચી દે છે.

 10. Jwalant Vaishnav says:

  ખરેખર જોરદર કાવ્યરચ્ના…
  એક એક પન્ક્તિ જોરદાર… અભિનન્દન મુકુલભાઈ…

 11. કિરણ says:

  ખુબજ મજા અવિ.

 12. dipti. says:

  અદભુત અભિવ્ય્કતિ

 13. Tanay says:

  whole thing is much natural…100% natural. Im’ lovin’it.

 14. Tanay says:

  pure natural …100% natural. Im lovin’it.!!!
  Wen first time i heard it, bas aa song na prem ma padi gayo…

 15. Sarla Santwani says:

  Vow! What a novel definition of love employing totally a new kind of poetic imagery. ‘shaving’ ‘room’ etc are totally unpoetic and unesthetic acts or themes but here they do convey aesthetic sense. This is the ‘art’ or skill (?) of a poet.

  Enjoyed the song very much.

 16. Ranjit Ved says:

  અમો વારમ્વાર આગેીત તિવિ પર જોત સામ્ભલતા પુને મા આપનો આભાર ..જય્શ્રેીબેન્..
  તાલ બધ્હ..સન્ગેીત સાથે નુ આગ્ેીત આનન્દેીત ચ્હે જ એમા શન્કજ નથિજ નથિ..

 17. Naitik Bhatt says:

  How Can I Download this Song?This is very beautyful song,so I Like it…
  Hows Download?

 18. sonal says:

  Great song!!!!!!!!!

 19. mehul kotadia says:

  વેર ફ્રોમ યુ સોનલ કેન આઇ ગેટ મૈલ આઇ ડી.મેહુલ્

 20. સોલિ કાપડીયા વતી કાઇ કેહવાનુ આવે તો એમ કહી શકાય,

  આગામી કોઇ પેઢી ને દેતા હશે જીવન,
  બાકી અમારા શ્વાસો કાઇ નકામા જાય ના..!

 21. harsh shah says:

  પ્રેમ એટલે કે,
  સાવ ઘરનો જ એક ઓરડો… ને તોય આખા ઘરથી અલાયદો…વહ

 22. ketan says:

  thanks to mukul choksi for such a wonderful song

  A FIRST SONG WHICH CREATE MY INTEREST IN GUJARATI SUGAM SANGIT

  THANKS FOR SUCH ANICE SONG

 23. samir says:

  પ્રેમ વિશે આટલી સરસ વ્યાખ્યા સાંભળી નથી

 24. Nirali says:

  ખુબજ સરસ ગીત. આ ગીત ના કારણે પહેલી વાર હુ મારી જાતને રોકી ના શકી અહી comment કર્યા વગર.

 25. dipti says:

  પ્રેમ વિષેની અફલાતુન વ્યાખ્યા….

  પ્રેમ એટલે કે,
  સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.
  સ્વપ્નમાં પળાય એવો કાયદો…
  પ્રેમ એટલે કે,……….

 26. HITENDRA-KALOL-GANDHINAGAR says:

  ખુબ મજા પડી ગઇ આ રચના સાભળવાની મજા જ કંઇ ઓર છે. આપનો ખૂબ ખૂબ આભાર

 27. કાજળ આંજીને તને જોઉં તો તું લાગે,
  એક છોકરીને તે શ્યામવર્ણી
  વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે,
  મને મૂકી આકાશને તું પરણી
  mantra mugdh kari didho mane…………………..

 28. rayshi l gada says:

  પ્રણામ…. ગીત ના શબ્બ્દો ખુબ સરસ
  ચોરયાશી લાખ જિવો નિ યોનિ {પ્રકાર } જૈન શાસ્ત્રો મા આવે che તેના અનુસ્ન્ધાનમા કવિએ લખેલ હોવુ જોઇએ
  રાયશીભાઈ ગઙા

 29. Sima says:

  નમસ્તે.
  મરુ ખુબ જ પસન્દ્ગિ નુ અ ગેીત શિ મુક્વ બદલ ખુબ ખુબ અભર્.
  વેલેન્તિન દિવસ નેી અનથિ વધુ સરિ ભેત કૈ હોઇ શકે?

 30. Sima says:

  રય્શિ ભૈ નિ વાત ખુબ તર્ક્પુર્ન લગે ચ્હે.

 31. Gunjan says:

  ખુબ સુંદર ગીત છે, જો આપ આ બધી રચનાઓ સાથે ડાઉનલોડ ની લિંક પણ મૂકો તો ખુબ સારુ રહેશે.

 32. Gunjan says:

  ગઝલ સમ્રાટ શયદા ની રચના તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે મૂકવા વિનંતિ.

 33. mehmood says:

  પ્રેમ એટલે આશ, પ્રેમ એટલે શ્વાસ…
  પ્રેમ એટલે
  આપણી વચ્ચેનો આ અતુટ વિશ્વાસ…

  પ્રેમની તો વ્યાખ્યા શું???

 34. Ashish says:

  ખુબ સરસ રચના છે.

  અને ૮૪ લાખ વહાણ અટલે આપણા ૮૪ લાખ જન્મો ના ફેરા……

 35. Mala Edward says:

  This song, oh my God i’m not listening but Enjoying its each & every words.Thanks to Mr. Mukul choksi & my very …… favorite singer Soliji.Thanks to Mukulji for righting such nice love song & thanks to Soliji to take me to the another world.Last but not least thank you to Jayshriji for her different kind of service to all Gujarati all over the world.

 36. jigspatel says:

  thanks i like very very much this song.

 37. Mandip Patel says:

  બાર વર્ષ બાદ આ ગિત સાંભળયુ. કોલેજના એ દિવસો યાદ આવી ગયા.દિલ જુમી ઊઠયું.વાહ, મજા આવી ગઇ.
  Thank Yuo Very Much

 38. Hani Joshi says:

  એક દિવસ રેડીઓ પર આ ગીત સાંભળયુ… અને કોઇક ની યાદ આવી ગઇ….. ખૂબ સરસ ગીત છે.

 39. MIRAL jIVANI says:

  Thank u MR. MUKUL CHOKSCI……..

  THIS IS MY HEART TUCHING SONG . . REATY TO BEST LRIYC THTS LOVE SONG . .FIRST TIME THIS SONG LISTIN I AM VERY VERY HAPPY . .

 40. Parth Bhatt says:

  hi this is really a great song &
  i can feel my love by listing this lovely song when i use to sit alone.
  Also .. i am happy to let you know that i won a youth festival in light vocal category by singing a song
  “Saav achanak mushal dhaare “!!!!!

  Love these songs ….
  🙂

 41. Helly says:

  આ ગેીત સાંભળય આખ માથિ આસુ આવિ ગયા..કોઇક બહુ જ યાદ આવિ ગયુ….ઃ)

 42. La'Kant says:

  પ્રેમ તો બસ હોય તો હોય!
  પોતાનું બધ્ધુજ ઓવારી જવાય…. સહજ તયા….
  ૮૪ લાખ કોણે ગણ્યા અને જોયા છે..? પ્રેમ એ તો મણાય એટલો માણવો..
  આકાશ…ખુલ્લું…એજ એની સીમા..

 43. zankhana says:

  ઓસ્મ ! યાર બહુજ સરસ

 44. Malav joshi says:

  મજા પઙી ગઈ….

 45. jigna Dinesh Khatri says:

  જય શ્રિ ક્રિશ્ના..આ ગિત ખુબ્જ સુન્દર ..
  phelivar sambhline aanand thayo hto jyare prem no arth smjato pn prem nhoto thayo aaje pn aa git sambhli prem no arth smjay 6 vdhu vdhu aanand thay 6 karan hu manu 6u jivanma bdhuj prem thi j skay 6.prem vgar jivi j n skay..prem atle pti ptni no hoy avu nthi prem 2 dostno hoy.radha krishna jevo nirdosh prem hoy.ma dikra vchcheno prem dikri bapno prem.. sasu vvu no prem ssra jmay no prem bdhij jatna smbndho ma prem hoy to j Svas chale..Prem ma visvas hoy ane aa visvas thi j svas chale dode jivan jivay aanand rhe jivanma..thanks 2 u ..tmari site khubj sundar 6…

 46. bharatibhatt says:

  ખુબજ સુબ્દર શબ્દ રચના અને નાયક નાયિકાને આખો વદે ઇજન આપિને થોદો નતખત સ્વભાવ દર્શાવિને,અન્દરથિ ચ્હલો ચ્હલ મન મુકિને આમનત્રન આપવાનિ ક્રિયા.(વોન્દેર્ફુલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *