મારા રામ, તમે સીતાજીને તોલે ન આવો – અવિનાશ વ્યાસ

સ્વર : આશા ભોંસલે ; સંગીતકાર : અવિનાશ વ્યાસ

lord_ram

.

રામ રામ રામ …
દયાના સાગર થઇ ને, કૃપા રે નીધાન થઇ ને
છો ને ભગવાન કેવરાવો
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે
ફૂલ ને ચંદન થી છો પૂજાઓ
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

કાચા રે કાન તમે ક્યાં ના ભગવાન તમે
અગ્નિ પરીક્ષા કોની કીધી
તારો પડછાયો થઇ જઇ ને
વગડો રે વેઠ્યો એને લોકોની વાતે ત્યાગી દીધી
પતિ થઇ ને પત્નીને પારખતાં ન આવડી
છો ને ઘટઘટના જ્ઞાતા થઇ ફૂલાઓ
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

તમથીયે પહેલા અશોક વનમાં
સીતાજી એ રાવણને હરાવ્યો
દૈત્યોના બીચમા નીરાધાર નારી તો’યે
દશ માથાવાળો ત્યાં ના ફાવ્યો
મરેલા ને માર્યો તેમા કર્યું શું પરાક્રમ
અમથો વિજય નો લૂટ્યો લ્હાવો

મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો
મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો.

74 replies on “મારા રામ, તમે સીતાજીને તોલે ન આવો – અવિનાશ વ્યાસ”

  1. તર્કદોષ અને હકીકતદોષનો આધાર લેવા છતાં રચના એક ઉત્કૃષ્ઠ કાવ્યકૃતિ બની છે. શ્રીરામે શિવધનુષ્ય તોડ્યું ન હોત તો આજે સીતાજીને કોઈ ઓળખતું ન હોત. સીતાજીના સ્ત્રીસહજ વર્તનને કારણે શ્રીરામનું જીવન એક એવી વીતકકથા બની ગયું કે રામાયણ અને વીતકકથા સમાનાર્થી શબ્દપ્રયોગો ગણાય છે. સીતાજી રામ સાથે જીદ કરીને વનમાં જવાને બદલે નાની બહેન ઉર્મિલા સાથે અયોધ્યામાં રહ્યાં હોત, સુવર્ણમૃગમાં મોહ્યા ન હોત, તેમણે જીદ અને ગલિચ આક્ષેપો કરીને લક્ષ્મણને રામ પાછળ જવા વિવશ ન કર્યા હોત, રાવણ જટાયુ સાથે યુદ્વ કરવામાં વ્યસ્ત હતો ત્યારે નાસીને ક્યાંક સંતાઈ ગયા હોત, અશોકવાટિકાથી હનુમાનજી સાથે રામ પાસે પાછા ફર્યા હોત, તો વાનરો અને રાક્ષસોનો મહાસંહાર કરતું યુદ્ધ ટાળી શકાયું હોત. કસ્તુરબા ગાંધીજીને કારણે અને જશોદાબેન પણ શ્રી નરેન્દ્ર મોદીને કારણે જાણીતા છે કિન્તુ આ બન્ને સન્નારીઓ દેશ માટે તેમણે કરેલા ત્યાગને કારણે આદર્શ બન્યા છે. આવું કાંઈક સીતાજી માટે કહી ન શકાય.

  2. ખુબ સુંદર ગીત. સંગીત અને સ્વરનો અદભૂત સુમેળ…
    અવિનાશભાઈને સ્મૃતિ-વંદના.

  3. I WAS DEEPLY TOUCHED BY LISTENING THIS SONG MARA RAM TAME SITAJINI TOLE NA AAVO, SUNG BY
    EVERGREEN ASHADIDI BHOSALE.IF I DO NOT MISTAKE, ASHADIDI WEPT DURING COURSE OF RECORDING THIS SONG.SHRI GAURANGBHAI VYAS IS REQUESTED TO CONFIRM/CHECK THE AUTHENTICITY OF THIS FACT.THANKS.

    YOGESH J. RANA-VIRAR WEST

  4. REALLY I WAS SEARCHING THIS NICE SONG FOR LAST ONE YEAR..TODAY I FOUND AND LISTENED…THANKS A LOT..THIS SONG IS ALSO SUNG BY GUJARATI SINGER PARAGEE PARMAR AND HER VOICE IS QUITE SWEET…IF POSSIBLE UPLOAD THAT…CONGRATES FOR SERVING GUJARATI SONGS AND EVERYTHING….

    • This bhajan is extraordinary. This same Bhajan was sung by Ashit Desai. All of sudden it has disappeared from internet. I remember I had heard it in Ashit Desai’s voice. With this I want to request Tahuko to upload this Bhajan in Ashit Desai’s voice.

  5. જેટલા સુંદર ગાયિકા અને તેમનો સ્વર છે એટલા જ સુંદર શબ્દો છે.

    • અતિસુંદર ધુન અને અતિસુંદર ગાયકી નીચે આ milestone ગીતમાં રહેલી મીટર, ગ્રામર અને ઉચ્ચારની multiple ક્ષતિઓ ઢંકાઈ ગઈ છે જે સાંભળતી વખતે કાનોને જરૂર ખટકે છે.

      1. તારો પડછાયો થઈ જઈને
      આખા ગીતમાં રામને “તમે” થી સંબોધન કરીને આ લાઈનમાં તુંકારો કર્યો છે.
      એની જગ્યાએ “પડછાયો થઈને તમારો ” કે “તમનો પડછાયો થઈને ” આવું પણ થઈ શક્યું હોત. (સંબોધન ક્ષતિ)

      2. તારો પડછાયો થઈ જઈને
      બીજું, આ લાઈનમાં “જઈ” ની જગ્યા જ નથી !!
      મીટરમાં “જઈ” બેસી શકે એમ છે જ નહીં !! પરાણે બેસાડ્યો છે. જોવાનું એ છે કે એની જરૂર પણ નથી. “તારો પડછાયો થઈને” હોય તો એકદમ મીટરબદ્ધ થાય છે અને અર્થમાં કોઈ જ ફેર પડતો નથી. (મીટર ક્ષતિ)

      3. પારખતા ન આવડી
      “પા” ની જગ્યાએ લઘુની જ જગ્યા છે!! “પરખતા ન આવડી” મીટરમાં ચપોચપ બેસે છે, ખટકતું નથી અને અર્થ પણ એ જ રહે છે!!!
      (મીટર ક્ષતિ)

      4. પારખતા ના “આવડી”!!
      કે પારખતા ના “આવડ્યું” વધારે ઉચિત છે!?!
      (વ્યાકરણ ક્ષતિ)

      5. જ્ઞાતા થઈ ફૂલાઓ
      આશાજી “ગ્યાતા” ઉચ્ચાર કરે છે જે હિન્દી ભાષા પૂરતું બરાબર છે, આખા ગુજરાતમાં આવો ઉચ્ચાર કોઈ કરતું નથી!! આપણે “ગ્નાતા” જ બોલીએ છીએ. (ઉચ્ચાર ક્ષતિ)

      6. દૈત્યોની બીચમાં
      આશાજી “દૈતો” ઉચ્ચાર કરે છે!!
      (ઉચ્ચાર ક્ષતિ)

      7. દૈત્યોની બીચમાં
      “બીચમાં” શબ્દ ગુજરાતીનો છે જ નહીં! “વચ્ચે” આવે અથવા “વચમાં” આવે. મીટરની અનુકૂળતા મુજબ મારીમચડીને શબ્દ બેસાડવામાં આવ્યો છે!! (વ્યાકરણ ક્ષતિ)

      8. દસ માથાવાળો
      આશાજી દસ “મંથા” ઉચ્ચાર કરે છે! મને ભગવદ્દગોમંડળ કે lexicon માં આ શબ્દ મળ્યો નથી. (ઉચ્ચાર ક્ષતિ)

      9. લૂંટ્યો લ્હાવો
      આશાજી “લૂંટો લ્હાવો” એમ ગાય છે!
      (ઉચ્ચાર ક્ષતિ)

      હવે પ્રશ્ન એ થાય છે કે શું ખરેખર આ ગીત અવિનાશ વ્યાસની નિગરાનીમાં રેકોર્ડ થયું હશે??

  6. i like this song very much as a god also ram had some limitations n the great sitaji never complained abt itલિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *