મુલાકાત પહેલી હતી – શોભિત દેસાઇ

બચ્યા છે કેટલા ? એ શબ્દ પણ ગણી લઉં છું
છૂટો પડું છું ને ખુદની સિલક ગણી લઉં છું
ક્ષણો, કલાક, દિવસ, માસ, વર્ષ કે સૈકા
તમે હો એવા સમયને પ્રણય ગણી લઉં છું

સ્વર : પંકજ ઉધાસ
આલ્બમ : રજુઆત (પંકજ ઉધાસનું પ્રથમ ગુજરાતી ગઝલોનું આલ્બમ)

.

રૂપ કૈફી હતું, આંખો ઘેલી હતી, ને હથેળીમાં એની હથેળી હતી
મન મહેકતું હતું, ભીના કંપન હતા, એની સાથે મુલાકાત પહેલી હતી

આંખમાં એક દરિયો છુપાયો હતો, પણ શિશુ જેવો નિર્દોષ ચહેરો હતો
છોકરી મારી સામે જે બેઠી હતી, ખૂબ અઘરી હતી, સાવ સહેલી હતી

મીઠી મુંઝવણ હતી, હોઠ તો ચૂપ હતા, જો હતો, તો હતો મૌનનો આશરો
એણે જ્યારે કહ્યું, હું તને ચાહું છું, જિંદગી એક પળમાં ઉકેલી હતી

જોતજોતામાં બસ એ રિસાઇ ગઇ, પણ દૂરના જઇ શકી મારાથી એ
ફેરવી તો લીધું મોઢુ છણકો કરી, પીઠથી પીઠ તો પણ અઢેલી હતી

 – શોભિત દેસાઇ

49 replies on “મુલાકાત પહેલી હતી – શોભિત દેસાઇ”

 1. Mehul says:

  આફરિન !!!
  લગે રહો જયશ્રી…

 2. neeta kotecha says:

  જયશ્રીબેન,
  મને અત્યાર સુધી આ site બારામાં જરા પણ ખબર ન હતી. આજે મેં રીડગુજરાતી માં તમારી લખેલી comment માં જોઇને આ site  પર જોયું. ખૂબ જ સરસ છે. Neeta kotecha

 3. Himanshu says:

  i didn’t know about this website till i read article today in readgujarati. but must say it’s been so glad to see and hear some articales on this website. keep it up. now have one more reason to come online everyday. thank you

 4. Virendra Pandya says:

  ગદ્ય જોઇએ તો રીડગુજરાતી અને પદ્ય જોઇએ તો ટહુકો
  વાહ મઝા પડી ગઇ.

 5. Umang Modi. says:

  ખૂબ જ સરસ….

  મીઠી મુંઝવણ હતી, હોઠ તો ચૂપ હતા, જો હતો, તો હતો મૌનનો આશરો
  એણે જ્યારે કહ્યું, હું તને ચાહું છું, જિંદગી એક પળમાં ઉકેલી હતી

  keep it up…

 6. જય says:

  રામપ્રસાદ દવે ની રચના ‘યાદ’ માં થી:

  તારું એકેય ગીત મને યાદ નથી
  પણ તારા મૌન દ્વારા છલકાતા
  અમૃતસાગર માં થી ઝીલેલી ભરતી મને યાદ છે.

  મૌન ની પરિભાષા સમજવી ઘણી વખત બહુ અઘરી છે. ‘મૌન’ વગર ક્દાચ પ્રણય નો રસ માણી જ ન શકાયો હોત? જય

 7. sneha says:

  really ur side is amaging. i don’t know about ur
  side its really very good.
  thanks for lunch this type side.

 8. bhavana says:

  read gujaratiwebsite is very good i like to read every thing

  this web site is great

  thankyou thankyou so much

 9. sarang says:

  ખુબ જ સરસ સાઈટ…..

 10. Sarang says:

  Any idea if I can download this gazal from somewhere or name of the album which contains this gazal?

 11. Dinesh Patel Atlanta says:

  Jayshree
  You have created a wonderful web site! I like to surf it daily. This gazal is very sweet and smooth.Thank you for all your efforts to care for us-GUJARATIS.

 12. gaurav says:

  જયશ્રીબેન તમારો ખુબ ખુબ આભાર..
  આ ગઝલ સભળાવા બદલ……..

 13. સિદ્ધાર્થ says:

  જયશ્રિ, તમરો ખુબ ખુબ આભર છે. જો બિજા વાચકો તમ્ને કોઇક રિત મદદરુપ થૈ શકે તો જરુર જનવ્શો જેથિ આ ગુજરતિ ગઝલ નો અમુલ્ય ખજનો હમેશા માટે જિવિત રહે.

  લિ,
  સિદ્ધાર્થ દેસાઈ

 14. pruthviraj gohil says:

  nice gazal,koini sathe ni paheli mulakat aavi jay aa gazal sabhadya pachi to

 15. અમી says:

  જોતજોતામાં બસ એ રિસાઇ ગઇ, પણ દૂરના જઇ શકી મારાથી એ
  ફેરવી તો લીધું મોઢુ છણકો કરી, પીઠથી પીઠ તો પણ અઢેલી હતી

  કેવુ દર્દ વ્યક્ત કર્યુ છે આ શબ્દો માં

 16. Ami says:

  મુલાકાતની શું વાત પુછે છે તું?
  શું પુરતું નથી કે, તારી જ છુ હું?!!

 17. ashishkharod says:

  ખરેખર ખુબ અદ્ભુત કામ કરો ચ્હો,અભિનન્દન્

 18. Hema says:

  Really it’s a wonderfull gazal. thnx.
  Hema

 19. pruthviraj says:

  એણે જ્યારે કહ્યું, હું તને ચાહું છું, જિંદગી એક પળમાં ઉકેલી હતી
  વાહ્,સરસ મઝા આવિ ગય

 20. Dr. Suketu says:

  અદભુત

 21. Radha says:

  …જોતજોતામાં બસ એ રિસાઇ ગઇ, પણ દૂરના જઇ શકી મારાથી એ
  ફેરવી તો લીધું મોઢુ છણકો કરી, પીઠથી પીઠ તો પણ અઢેલી હતી…

  very true!!

 22. Dinesh Akhani says:

  વાહ વાહ વાહ…… બીજુ વધારે કઇ કહેવાની જરુર ખરી.

 23. […] દેસાઇ ( આ ગઝલ પંકજ ઉધાસના સ્વરમાં અહીં સાંભળી શકો છો […]

 24. Nelson Patel says:

  મને આ વેબ વિશે જરા પન ખબર ના હતિ. પન આ સાઈટ ખુબ સરસ છે.
  Thanx to all…

 25. mehmood says:

  જોતજોતામાં બસ એ રિસાઇ ગઇ, પણ દૂરના જઇ શકી મારાથી એ
  ફેરવી તો લીધું મોઢુ છણકો કરી, પીઠથી પીઠ તો પણ અઢેલી હતી..
  એવુ લાગે કે આપણા જિવનની પળોને કવિ એ ચોરી લીધી છે.

 26. anuj says:

  વાહ વાહ શુ વેબ્સાઇત ગમિ ગઇ

 27. jatin says:

  Nice one!!!!!!!!!!!!!!

 28. MANSI DAVDA says:

  bahu ja sarasa gazal chhe.bahu gami gai.

 29. daulatsinh says:

  મનેય આ સાથે મારુ બચપન યાદ આવે….જ્યા જ્યા નઝર મારિ ફરે યાદિ ભરિ ત્યા આપનિ….

 30. Rashmi says:

  Wonderful gazal.Sweet wordings.Beautiful feeling to listen.
  Rashmi

 31. Asha says:

  રૂપ કૈફી હતું, આંખો ઘેલી હતી, ને હથેળીમાં એની હથેળી હતી
  મન મહેકતું હતું, ભીના કંપન હતા, એની સાથે મુલાકાત પહેલી હતી…

  ….પહેલી મુલાકાત….

 32. usha patel says:

  this gazal is very nice. enjoy 2 much wonderful feeling 2 listen

 33. Zankhana says:

  …એણે જ્યારે કહ્યું, હું તને ચાહું છું, જિંદગી એક પળમાં ઉકેલી હતી…

  કેવુ સ-રસ અને સાવ સાચુ…

 34. Ekta says:

  એણે જ્યારે કહ્યું, હું તને ચાહું છું, જિંદગી એક પળમાં ઉકેલી હતી…

 35. ટહુકો. કોમ સાચેજ કોયલના ટહુકા જેવો મિઠો લાગ્યો.

 36. જોતજોતામાં બસ એ રિસાઇ ગઇ, પણ દૂરના જઇ શકી મારાથી એ
  ફેરવી તો લીધું મોઢુ છણકો કરી, પીઠથી પીઠ તો પણ અઢેલી હતી

 37. sakshi joshi says:

  HU PA6I MARI SHIBIRMA JATI RAHEE……………
  I CAN’T SAY THAT HOW MUCH I AM HAPPY!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
  THANSK A LOTE….LOTE….LOTE

 38. Rekha Shukla (chicago) says:

  ક્યા બાત કહી…બહોત ખુબ …!!!!
  મીઠી મુંઝવણ હતી, હોઠ તો ચૂપ હતા, જો હતો, તો હતો મૌનનો આશરો
  એણે જ્યારે કહ્યું, હું તને ચાહું છું, જિંદગી એક પળમાં ઉકેલી હતી

  શ્રી શોભિત દેસાઈનુ આ ગીત હકીકત કહી ગયુ…ને મારી એક સ્વરચિત કવિતાનો ફાળો રજુ કરુ છુ!!!!!

  પાંપણની ઝાલરે આંસુના તોરણ બાંધી લંઉ,શબ્દ વિહીન હાસ્યે ઉમંગ જણાવી દંઉ,
  હિલોળા લેતા હૈયાને ધરપત શાની દંઉ,પગેરું નો અવાજ બસ કાનમાં ધરી લંઉ,
  શબ્દોના ચોખા લઈ ચાલ વધાવી લંઉ, મીઠડાં લઈ જલ્દી નજર ઉતારી દંઉ,
  સંધ્યાકાળે આરતીના બહાને બોલાવી લંઉ,મંદ હાસ્યે નૈન નચાવી ને નીરખી લંઉ,
  ઘુંઘટની આડે શમણાં ની સોડમાં લંઉ,સ્વપ્નના આલિંગને તને બાંધી લંઉ…!!!
  રેખા શુક્લ (શિકાગો-“ગગને પુનમનો ચાંદ” માંથી)

 39. bharat panchal says:

  મુગધાવસ્થા નો પ્રેમ મહારો આવો હતો

 40. ritu says:

  અદભુત ગઝલ !પંકજ ઉદાસજી ના સ્વર મા ,શોભિતજિ ની સુંદર રચના ,” મીઠી મુંઝવણ હતી, હોઠ તો ચૂપ હતા, જો હતો, તો હતો મૌનનો આશરો
  એણે જ્યારે કહ્યું, હું તને ચાહું છું, જિંદગી એક પળમાં ઉકેલી હતી”

 41. kiran says:

  સરસ કામ કાર્યુ

 42. divyesh chandravadiya says:

  આંખમાં એક દરિયો છુપાયો હતો, પણ શિશુ જેવો નિર્દોષ ચહેરો હતો
  છોકરી મારી સામે જે બેઠી હતી, ખૂબ અઘરી હતી, સાવ સહેલી હતી

 43. મીઠી મુંઝવણ હતી, હોઠ તો ચૂપ હતા, જો હતો, તો હતો મૌનનો આશરો
  એણે જ્યારે કહ્યું, હું તને ચાહું છું, જિંદગી એક પળમાં ઉકેલી હતી
  શોભિત દેસાઇ ની રચનાની જેટલી પ્રશંસા કરીયે તેટલી ઓછી પડે.

 44. વાહ્ વાહ્ શોભિત દેસા ઇનિ ગઝલ પન્કજ્જિ નો અવાજ અને પહેલિ મુલાકાત શુ વણ્ ચ્હે. જવાનિ નિ યાદ આવિ ગૈ. આભાર શોભિત્ જિ.અમાર મન અને હ્રદય નેતમારિ આ ગઝ્લ હમેદશા જવાન રાખશે. ધન્ય્વાદ આપ્નો ચાહ્ક બન્સિ પારેખ્ ૧૨-૨૨-૨૦૧૧. ગુરુવાર્ ૧૧-૫૦ સવાર ના.

 45. GULHASAN says:

  સાંભળીને મન જુમી ઉઠે ખરૂં હોં !

 46. Mahavir Mori says:

  I like …… Mulakat, Moun,Munjavan,Man…sabdo thi shu no kahi sakay..

 47. Nainish Jhaveri says:

  ખરેખર ! સામ્ભળી ને માણ્સ ઘાયલ થઈ જાય.. એવુ composition..
  અને શબ્દો વાચી ને બેભાન થઈ જાય … એવુ શોભિત નુ Lyrics..
  એમા પણ પંકજભાઈ નો અદભુત અવાજ…કામણ પાથરી જાય છે.

 48. Jitu says:

  Amazing site! Where can I get this beautiful song lyrics translated to english? Thank you!!

 49. Ravi mehta (RV) says:

  એણે જ્યારે કહ્યું, હું તને ચાહું છું, જિંદગી એક પળમાં ઉકેલી હતી… <3<3<3 aa khubj dil ne tauch kari nar pakti….thank you shobit jii and many many thank u jayshree dii keep it on….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *