આપણે ભરોસે આપણે હાલીએ – પ્રહલાદ પારેખ

આજે સાંભળીએ કવિ શ્રી પ્રહલાદ પારેખનું આ ખૂબ જ જાણીતું ગીત. અને એ પણ સ્વરકાર શ્રી પરેશ ભટ્ટના પોતાના અવાજમાં.

સ્વર – સ્વરાંકન : પરેશ ભટ્ટ

.

આપણે ભરોસે આપણે હાલીએ,
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ.
એક મહેનતના હાથને ઝાલીએ,
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ.

ખુદનો ભરોસો જેને હોય નહીં રે તેનો
ખુદાનો ભરોસો નકામ;
છો ને એ એકતારે ગાઈ ગાઈને કહે,
‘તારે ભરોસે, રામ !’
એ તો ખોટું રે ખોટું પિછાણીએ, – હો ભેરુ …

બળને બાહુમાં ભરી, હૈયામાં હામ ધરી,
સાગર મોઝારે ઝુકાવીએ;
આપણા વહાણનાં સઢ ને સુકાનને
આપણે જ હાથે સંભાળીએ, – હો ભેરુ…

કોણ રે ડુબાડે વળી કોણ રે ઉગારે,
કોણ લઈ જાય સામે પાર?
એનો કરવૈયો કો આપણી બહાર નહીં,
આપણે જ આપણે છઈએ, – હો ભેરુ ….

– પ્રહલાદ પારેખ

20 replies on “આપણે ભરોસે આપણે હાલીએ – પ્રહલાદ પારેખ”

 1. પેલી ટીટૉડીની વાર્તા યાદ આવી ગઇ, જેમાં ખેડુત ખેતરમા પાક લ્ણવા માટે પોતાના મિત્રો, પાડોશી અને સગા પર આધાર રાખે છે ત્યાં સુધી ટીટોડીને કોઇ ભય નથી. પણ જ્યારે પોતેજ મહેનત કરવાનુ નક્કી કરે છે ત્યારે ઊડીને બીજે માળૉ બાંધે છે.

 2. Darshit says:

  વાહ ખૂબ સરસ. બીજી પણ એક આવી જ રચના છે ‘અલ્લાબેલી’ “સાત સમંદર તરવા ચાલી જ્યારે કોઇ નાવ એકલી,ઝંઝા બોલી ખમ્મા ખમ્મા, હિમ્મત બોલી અલ્લાબેલી” , ટહુકો પર અલ્લાબેલી હોય તો તેની લિંક અહિ મુકવા વિનંતિ.

  એક ઉર્દુ ગઝલ ની પંક્તિ અહિ યાદ આવી ગઈ

  maiN akelaa hi chala tha jaanib-e-manzil magar log aatey gaye karwaaN banta gaya …

  આભાર,
  દર્શિત

 3. Mukesh Vora says:

  કરવૈયો – કુશળ કાર્યકર્તા
  ખુબ સરસ કવિતા અને સરસ મેસેજ
  પોતેજ પોતના જિવન ના ખેવૈયા થૈ શકાય છે.

  હાથ મે હૈ સબકુછ વિશ્વાસ રખના પ્યારે,
  ઋષિ ને કહા હૈ ના બનના બેચારે…

 4. Ullas Oza says:

  સુંદર “પ્રોત્સાહક” ગીત.
  જાત-મહેનત કરો તો જ જીવનમા તરો !!

 5. Ravindra Sankalia. says:

  કૈવિતા ખુબ ગમી.પરેશ ભટનુ સ્વરાકન બહ સરસ છે. લોકગીતનો ઢાળ લીધો છે તે બહુ બધબેસે છે.આખી કવિતાનો સાર અન્તિમ કડીમા છે.ભગવાન આપણા દિલમાજ છે.બહાર શોધવા જવાની જરુર નથી.

 6. બહુજ સરસ રચના અને સાથે સાથે મસ્ત મજાનો સંદેશ.
  આપ મુઆ વગર સ્વર્ગે જવાય નહી.
  બીજા પર ભરોસો રાખવા કરતા,પોતાની જાત પર જ વિશ્વાસ રાખશો તોજ જીતી જશો.

 7. Sandhya Bhatt says:

  ગીતના શબ્દો અને પરેશભાઈના સ્વર સાથેનું સ્વરાંકન ખૂબ ગમ્યા.

 8. વિહંગ વ્યાસ says:

  ગમતું ગીત પરેશ ભટ્ટનાં સ્વરમાં સાંભળવું ગમ્યું.

 9. Ramesh Patel says:

  મજાનું ગીત અને સરસ સંદેશો.
  રમેશ પટેલ(આકાશદીપ)

 10. Maheshchandra Naik says:

  જાત મહેનત ઝિંદાબાદનો સરસ રીતે સમજાવ્યુ છે, આભાર………

 11. Chintan says:

  ઉમદા સ્વરકાર…. મઝા આવી ગઇ….

 12. સરસ !!

  સ્વરાંકન સારું પણ ઉત્તમ ન લાગ્યું…

 13. રચનાત્મક અને જીવનપોષક વાતને આત્મશ્રદ્ધાની ખુમારીથી રજૂ કરતું કાવ્ય તો મઝાનું છે જ.
  સાથે સાથે સ્વ. પરેશ ભટ્ટ કાવ્ય લખનાર કવિના કાળ, કવિતાની બાની અને કવિતામાં આવતા શ્રમિકમૂલ્યોને બહુ સરસ રીતે પચાવી આ કાવ્યનું સાવ કુદરતી રીતે વિલંબિત – લાંબી હલકમાં સ્વરાંકન અને ગાન કરે છે- એ એમની કવિતા વિશેની તંતોતંત સમજનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

 14. vipul acharya says:

  પરેશ ભટ્ટ્ કવિતા અને સ્વર્ નો કસબિ..એની ૧૪ મિ જુલાય પુન્યતિથિ એ સ્વરાન્જલિ.

 15. hina says:

  બહુ સરસ ચે. શુ હુ મરિ કવિત અપ્ને લખિ ને મોક્લિ શકુ?

 16. Suresh Vyas says:

  સરસ !

  આત્મા વિશ્વાસ વગર કાર્યમાં સફળતા નથી
  આત્મા વિશ્વાસની ભ્રમણામાં પણ કાર્ય સફળતા નથી

  આત્મ વિશ્વાસથી કામમાં સફળતા મેળવી
  फूली જવાય તો પણ તે સફળતા નથી

  ‘સ્કંદ’ કહે – આત્મ વિશ્વાસ થી નિષ્કામ કર્મ કરો
  તો શામળો સફળતા ના આપે તેમ બનતું નથી
  કર્મ ફળ કૃષ્ણ-અર્પણ કરવા જેવી કોઈ મજા નથી

 17. Bhadresh Joshi says:

  Can we have : Tu Hi Sagar Hai Tuhi Kinara, Dhundhata Hai Tu Kisaka Sahara?

  This is a filmi song, with the same theme, and citing karmanye vadhi Karaste. Great Gita.

 18. kaushik says:

  khoob saras geet che ane composition pan saras che. aa geetoni CD kyan male?

 19. Purvi bhatt mehta says:

  આ geet youth ne inspire karnaru…motivate karnaru…jeevan Ma jusso n josh bharva mate Uttam che.pujniya Shri paresh bhatt nu swarankan Khub sunder che..pujya smt.abhaben desai pase thi 2001 Ma aa geet shikhva Malyu hatu…Ghana Ghana vandan Shri pareshbhai ne tathha Amara guru abhaben ne

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *