મધ્યરાત્રીએ કોયલ – નરસિંહરાવ દિવેટિયા

કવિતા, કુદરત અને ટહુકાના પ્રેમીઓએ વિવેકભાઇની એક કવિતા ખાસ વાંચવા જેવી છે..! નાળવિચ્છેદ.

દેશમાં ઉનાળો આવે એટલે અહીં પરદેશમાં બેઠા બેઠા જેટલી કેરીઓ યાદ આવે એટલી જ કોયલો પણ યાદ આવે. (જો કે હવે તો ચોમાસું આવવાનું થોડા દિવસમાં).

ઇન્દુલાલ ગાંધીનું પેલું ગીત – આજ મેં તો મધરાતે સાંભળ્યો મોર… યાદ છે? એ ગીતની જેમ અહીં કવિ નરસિંહરાવ દિવેટિયા મધરાતે કોયલ સાંભળે છે…

male cuckoo

(ફરી એક વેળા બોલ… ટુહૂ !   Photo : Vivek Tailor)

* * * * * * *

શાંત આ રજની મહીં, મધુરો કહીં રવ આ ટુહૂ ?
ઝીણો પડ્યો શ્રવણે અહીં,શું હું સ્વપ્નમાં સુખ આ લહું ?
મંદ વાઈ સમીર આ દિશ જો વહે રવ એ ફરી
નહિ સ્વપ્ન એ તો ગાન પેલી ગાય કોયલ માધુરી

મધ્યરાત્રિ સમે તને અલિ કોકિલા ! શું આ ગમ્યું ?
હા, મેહુલો વરસી રહ્યો તેથીજ તુજ મનડું ભમ્યું.

દુઃખ નવ સ્વપ્ને દીઠું ને સુખ મહીં તું રેલતી,
આ રમ્ય રાત્રિ મહીં અધિક આનંદ-ગાને ખેલતી.

નીતરી ધોળી વાદળી રહી વ્યોમમાં પથરાઈ આ,
ને ચાંદની ઝીણી ફીકી વરસી રહી શી સહુ દિશા !

ગાન મીઠું અમી સમું, તેણે ભર્યું તુજ કંઠમાં,
આ શાંતિ અધિક વધારતું, તે જાય ઊભરી રંગમાં.

નગર બધું આ શાંત સૂતું, ચાંદની પણ અહીં સૂતી
ને વાદળીઓ ચપળ તે પણ આ સમે નવ જાગતી.

અનિલ ધીરે ભરે પગલાં, પળે શાંતિ રખે સહુ-
ત્યાં ઊછળતી આનંદ રેલે, કોકિલા બોલે-ટુહૂ !

સૃષ્ટિ સઘળી શાંત રાખી, મુજને જ જગાડતો,
ટહુકો મીઠો તુજ પવન લહરી સંગ જે બહુ લાડતો.

ગાન તુજ સીંચે હ્રદયમાં મોહની કંઈ અવનવી,
ભૂલી ભાન,તજી રમ્ય શય્યા, હઈડું દોડે તવ ભણી.

દોડી ખેલે મધુર તુજ ટહુકાની સંગે રંગમાં,
આનંદસિંધુતરંગમાં નાચંતુ એ ઉછરંગમાં;

હા વિરમી પણ ગયો, ટહુકો હ્રદય લલચાવે બહુ,-
ફરી એક વેળા, એક વેળા, બોલ મીઠી ! ટુહૂ ટુહૂ !

– નરસિંહરાવ દિવેટિયા

—————–
અને જ્યારે ટહુકાની વાત થઇ જ રહી છે, તો એને સાંભળવાનું બાકી રખાય?

Video from  Vimeo.

11 replies on “મધ્યરાત્રીએ કોયલ – નરસિંહરાવ દિવેટિયા”

 1. મધ્યરાત્રિ સમે તને અલિ કોકિલા ! શું આ ગમ્યું ?
  વાહ, ટુહૂ ટુહૂ !
  ——–
  કવિ શ્રી સિતાંશુ યશશ્ચંદ્રનું પણ “મધ્યરાત્રીએ કોયલ” કાવ્ય છે! જો કે તદ્દન જુદા પ્રકારનું.

 2. Harsukh Doshi says:

  In this air tight airconditioned house where I am to hear TAHUKO from Koyal but thanks to JAYSHREEBEN I am able to hear her TAHUKO and also from VIMEO.

 3. Sevak neeta says:

  naam ne anurup “TAHuKO”aaje sambhalva malu bahen……aabhar khub-khub.
  swar sudhri amari.

 4. gautam says:

  .you have been selecting lovely poems.. after so many years, i got an opportunity !

  collection is getting better and better !

  gautam

 5. Dinesh Pandya says:

  હા વિરમી પણ ગયો, ટહુકો હ્રદય લલચાવે બહુ,-
  ફરી એક વેળા, એક વેળા, બોલ મીઠી ! ટુહૂ ટુહૂ !

  ટહુકામાં ટહુકા! ખૂબ ગમ્યાં સુંદર ગીત અને કોયલના ટહુકા.

 6. વાહ… આ કાવ્ય પહેલીવાર જ વાંચ્યું…

  આભાર, મિત્ર ! ગુજરાતી સાહિત્યની અસ્મિતા વેબસ્વરૂપે સાચે જ અમરત્વ પામે છે !

 7. Maheshchandra Naik says:

  સરસ ગીત……………

 8. neeta says:

  હવે કોયલ્નો અવાજ પન ો મ્પુતેર થિ સમ્ભલ્વનો !

 9. Chetansi Tripathi says:

  ઉનાલો આવ્યો અને કોયલ યાદ આવેી ,પરદેશ મા મારા દેશ નેી યાદ આવેી ,
  આભાર તમારો હ્રદય્ થેી ,કોયલ નો બોલેી ને મને દિલ થેી દેશ નો ગરમાવો યાદ આવ્યો.
  ચેતાન્સિ દિવેતિઆ ત્રિપાથિ.
  કેનેદા

 10. Dr.R.Mehta says:

  Amazing combination of lovely poem along with Tahuko from koel bird and that also in U.S. It can’t get better then that as far as the experience goes. Keep it up and thanks a lot.

 11. Mahavir says:

  મધ્યરાત્રિ સમે તને અલિ કોકિલા ! શું આ ગમ્યું ?
  હા, મેહુલો વરસી રહ્યો તેથીજ તુજ મનડું ભમ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *