આજે હિમાંશુભાઇની એક સાદ્યંત સુંદર રચના… ( બધા જ શેર સરસ મજાના છે. અને એમાં પણ મક્તા તો મને ખૂબ જ ગમી ગયો..!
મારામાં પણ હવે કદી, હું કયાં મળું છું દોસ્ત?
મળશે ફરી જો ‘હું’ કદી, મળશું ફરી કદી
આ ગઝલ પાછળ પણ એક વાર્તા છે – જે આપ હિમાંશુભાઇના ‘એક વાર્તાલાપ‘ પર વાંચી શકશો.
‘આપણે મળશું ફરી કદી..’ આ શબ્દો આમ જુઓ તો છેતરામણા છે. એક જ શહેરમાં રહેતા મિત્રને આ શબ્દો કહ્યા હોય તો કેટલા routine લાગે ! પરંતુ દૂર-દેશમાં રહેતા મિત્રો મળે, અને છૂટા પડતી વખતે આ જ શબ્દો કહે ત્યારે કેટલી લાગણીઓ છલકાય છે એમાં… ખબર છે કે જલ્દી નથી મળવાના.. મહિનાઓ કે વર્ષો નીકળી જશે….
અને ઘણીવાર છૂટા પડતી વખતે ક્યાંય એવું પણ હોય છે કે – ફરી મળશું ખરા?… તો પણ ક્યાં કોઇ કહી શક્યું છે કે ફરી નહી મળીએ કદાચ..! ત્યારે પણ શબ્દો અને કદાચ લાગણીઓ એ જ કહેતી હોય છે.. મળશું ફરી કદી…
અને મનોજભાઇ એ जाने बहार हुस्न तेरा बेमिसाल है… ના સંગીત પર આ ગઝલ એવી સરસ રીતે રજૂ કરી છે કે જાણે આ સંગીત આ શબ્દો માટે જ બન્યું હોય..!
સ્વર : મનોજભાઇ મહેતા
ચાલો પછી તો આપણે મળશું ફરી કદી
બાકી રહી જે વાત તે કરશું ફરી કદી
ભીનાશ કોઇ પણ હવે તો સ્પર્શતી નથી
ઝાકળ થઇને ફુલથી ઝરશું ફરી કદી
ઘરથી પરે આ ઘર કર્યું, ચાલો ભલું થયું
શું મેળવ્યું ને શું ગયું? કળશું ફરી કદી
ગુંજ્યા કરે છે ચોતરફ, પડઘા અતિતના
વાળીને આજ, કાલમાં વળશું ફરી કદી
મારામાં પણ હવે કદી, હું કયાં મળું છું દોસ્ત?
મળશે ફરી જો ‘હું’ કદી, મળશું ફરી કદી
– હિમાંશુ ભટ્ટ (૨૦૦૪)
વાહ્ સુન્દ્ ર ગિત્ સાથે મખ્મલિ આવાઝ્,
ત ન સુખ મેહ્તા,
વાહ્, સુન્દર ગિત સાથે મખ્મલિ આવાઝ્,
ત ન સુખ મેહ્તા
ઝ
ચાલો પછી તો આપણે મળશું ફરી કદી
બાકી રહી જે વાત તે કરશું ફરી કદી
bhale tej kitna hawa kaa ho jhonka
magar apne mann me too rakh yeh bharosa –
jo bichhde safar me tujhe phir milenge
udasi bhare din kabhi toh dhalenge
Wah.!!!!!!!!!!
Mara bachpan ne mis karu Hu
Mara Priymitro ane vadilo ni yaad aavi gayi…
Khrekhr malse fari jo “hu” kadi , malsu fari kadi….
Jay Shree krishna!!!!!!!!!
hi my name is tejas dave.
yes i like sugam sangeet and i like read poems also
thats y i want to join this site.
i like all the gujrati singers and also like gujrati poets.
તમે આનંદનો ગરબો મુકિ સક્સો?
“મારામાં પણ હવે કદી, હું કયાં મળું છું દોસ્ત?
મળશે ફરી જો ‘હું’ કદી, મળશું ફરી કદી”
વાહ્… સરસ ગઝલ !!
Hello Maheshbhai,
The new apprearance has changed no other settings of tahuko. Its just appearance of tahuko, and instead of one sidebar before, now it has two sidebars… Otherwise all the content is the same & players are the same.
Also, the song posted here is basically from youtube, and tahuko is just allowing it to play on this site, instead of going to youtube to listen/see this video.
Let me know what specific problems you have, and which browser you are using, and may be I can help in solving the problem. I have checked the new theme on both Internet Explorer & Firefox, and its working fine for me. Let me know the settings on your computer and may be I can try to solve the problem.
Thank you,
Jayshree
બહુ સુન્દર કલ્પનાઓ અને શબ્દો ! ખુબ ખુબ અભિનઁદનો આ રચના માટે ! નીચેની લાઈનો ખુબ જ ગમી. બાળપણ નો ‘હુઁ’ મોટા થતા ખોવાઈ જાય છે તેની વાત છે!
“મારામાં પણ હવે કદી, હું કયાં મળું છું દોસ્ત?
મળશે ફરી જો ‘હું’ કદી, મળશું ફરી કદી”
આવી અનેક કવિતાઓ લખો તેવી શુભેછાઓ,
દિનેશ ઓ. શાહ, ગેઈન્સવિલ, ફ્લોરીડા, યુ.એસ.એ.
સરસ ગઝલ પણ નવા બ્લોગને કારણે સામ્ભળવા માટે નિરાશ થવુ પડ્યુ, આ તમારી જણ માટે………………..
સુંદર ગઝલ – સરળ શબ્દોમાં અડી જાય એવી અસરકારક વાત. મનોજભાઇની રજુઆત પણ મઝાની.
I am waiting for a day someday I shall be able to see Jayshreeben and enjoy her voice.
સરસ ગઝલ— રજુઆત પણ ઘણી સુન્દર રહી
ખૂબ સુંદર ગઝલ….અને એનાથી’ય વધારે જે સ્થિતિની કલ્પના કરીને ગઝલ લખાઇ છે તે ખૂબ જ હ્રદયસ્પર્શી છે.
ખૂબ સુંદર ગઝલ… કાફિયા-રદીફની પસંદગી એવી મજાની થઈ છે કે ગઝલની મૌસિકી ઓર નિખરી ઊઠે છે… હળવા શબ્દો અને ઊંચી વાત !
Wah…………………
Nava Saaj Sanagaar saathe….
saras
સરસ ગઝલ છે.
મારામાં પણ હવે કદી, હું કયાં મળું છું દોસ્ત?
મળશે ફરી જો ‘હું’ કદી, મળશું ફરી કદી
આ એક એવો સવાલ છે જેનો જવાબ કોઈની પાસે નથી.
સપના