કલરવની દુનિયા – ભાનુપ્રસાદ પંડ્યા

દેખ્યાનો દેશ ભલે લઇ લીધો, નાથ !
પણ કલરવની દુનિયા અમારી !
વાટે રખડ્યાની મોજ છીનવી લીધી
ને તોયે પગરવની દુનિયા અમારી !

કલબલતો થાય જ્યાં પહેલો તે પહોર
બંધ પોપચાંમાં રંગોની ભાત !
લોચનની સરહદથી છટકીને રણઝણતું
રૂપ લઇ રસળે શી રાત

લ્હેકાએ લ્હેકાએ મ્હોરતા અવાજના
વૈભવની દુનિયા અમારી

ફૂલોના રંગ રિસાય ગયા, જાળવતી
નાતો આ સામટી સુગંધ !
સમા સમાના દઇ સંદેશા લ્હેરખી
અડક્યાનો સાચવે સંબંધ !

ટેરવાંને તાજી કૈં ફૂટી તે નજરુંના
અનુભવની દુનિયા અમારી.

( સાથે વાંચો, અંધની ગઝલ – લયસ્તરો પર )  

3 replies on “કલરવની દુનિયા – ભાનુપ્રસાદ પંડ્યા”

 1. chandani says:

  hi,
  jayshree.
  chandani badhu nayan thi nahiri sakatu nathi

 2. Vihang Vyas says:

  ટેરવાને તાજી કૈં ફૂટી તે નજરુંના અનુભવની દુનિયા અમારી…………. વાહ !

 3. raj says:

  કેટ્લઆક શ્રૅષઠ ગુજરાતી ગ્ીતો માનુ એક એક ગીત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *