ટહુકો માં શોધો..

Fan of Facebook?

Follow us on Facebook

Follow tahuko_com on Twitter

વિભાગો

જૂની પોસ્ટ

ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઇ - જવાહર બક્ષી

આલ્બમ : લાગણી
સ્વર : આશિત દેસાઇ
સંગીત : તલત અઝીઝ

This text will be replaced

ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઇ
પ્રસંગ, નહિ તો મિલનના જતા કરે કોઇ

મને ઘણાય તમારો સંબંધ પૂછે છે
તમારી પણ કદી એવી દશા કરે કોઇ

તમારી પાસ જવાની નથી થતી ઇચ્છા
મને ફરીથી જવાની મના કરે કોઇ

ભલે અવાજની ક્ષિતીજમાં જઇ ન શકાય
વિચારને તો જતા – આવતા કરે કોઇ

કોઇ નજીક નથી – એ વિષે હું કૈં ન કહું
આ સંકડાશ વિષે સ્પષ્ટતા કરે કોઇ

ગુન્હા કર્યા તો ‘ફના’ મેં ગુન્હા તમારા કર્યા
મને એ માન્ય નથી કે સજા કરે કોઈ.

- જવાહર બક્ષી

(આભાર : લયસ્તરો)

Phari na chhutavanu bal jama kare koi – jawahar bakshi

5 comments to ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઇ - જવાહર બક્ષી

  1. સુરેશ જાની
    December 5th, 2006 at 1:34 pm

    અનેક વાર સાંભળેલી અને વારંવાર સાંભળવાની ગમે તેવી રચના.
    તારી પાસેમૂળ્ કેસેટ છે કે, તૈયાર એમ.પી. -3 ?
    અહીં ઉપરની વિગત આપોઆપ લખાઇ જાય તેવું ન કરી શકાય? એસ. વી અને લય સ્તરો માં તો થાય છે.

  2. Mehul Shah
    December 5th, 2006 at 6:50 pm

    Thanks Jayshree ! Nice Post !

  3. સુરેશ જાની
    December 7th, 2006 at 3:28 pm

    તેમના જીવન વિશે વાંચો…..
    http://sureshbjani.wordpress.com/2006/08/10/jawahar_baxi/

  4. chandra
    June 6th, 2009 at 12:00 am

    Very nice,,,,and services.

  5. જવાહર બક્ષી – ફરી ન છૂટવાનું બળ « ફોર એસ વી -પ્રભાતનાં પુષ્પો
    May 24th, 2010 at 1:25 pm

    [...]          -સાંભળો (click to listen) [...]

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>