રમેશ પારેખની ખૂબ જ જાણીતી ગઝલ.. શ્યામલ મુન્શીના સ્વરમાં..
સંગીત – શ્યામલ-સૌમિલ મુન્શી
આલ્બમ – હસ્તાક્ષર (રમેશ પારેખ)
This text will be replaced
આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ,
ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ.
ફૂલો ય પૂરબહારમાં હિંસક છે આજકાલ,
રહેવા દે, રોજ તું મને ગજરો ન મોકલાવ.
તું આવ કે પાડી રહ્યો છું સાદ હું તને,
પહાડોની જેમ ખોખરો પડઘો ન મોકલાવ.
ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે,
હોડી ડુબાડવાને તું દરિયો ન મોકલાવ.
થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ,
તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ.
- રમેશ પારેખ
Share what you loved...
Email
રમેશ પારેખ જેવા કવિ મેળવીને ગુજરાતી ભાષા સાચે જ ધન્ય થઇ ગઇ છે. બહુ જ સરસ શબ્દો છે.
આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ,
ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ.
તું આવ કે પાડી રહ્યો છું સાદ હું તને,
પહાડોની જેમ ખોખરો પડઘો ન મોકલાવ.
Nice….
ર.પા.ની અદભુત ગઝલ… ફરી ફરી માણવી ગમે એવી…
ખુબજ ગમે તેવી ગઝલ..
થોડોલ ભુતકાળ મેં અપ્યો હશે કબુલ..
તુ એને ધાર કાઢીને પાછો ના મોકલાવ્..
સરસ
થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ,
તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ….
સુંદર રચના !
આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ,
ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ.
થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ,
તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ.
સરસ ગઝલ.
Nice lyrics by R. Parekhji and it has nicely delivered by Shyamalji.vert-very nice gayaki.and music is very well composedby both of them. Thanks to them and Jaishriji to bring it to us.
Khub aj sundar:) Aa maara khub priya geeto maan nu ek geet chhey… Jayshree Didi thank you so much for putting it up:) Will send you songs as and when I can:) Ek to Ramesh Parekh ni Rachna aney uper thi Shyamal Uncle no awaaj… It just takes you to dreamland:)
રપાના સુંદર ગીતની
મધુર ગાયકી
જાણીતી અને માનીતી ગઝલ.
સરસ ગઝલ્.અવાજ પણ ખુબ સરસ સોનામા સુગંધ..
સપના
અદભૂત્..શબ્દો…અને ગાયકી પણ ખુબ સરસ.
મધુર લ્હેકામય કાવ્ય
lagni na dariya ma dubi jai ashru ni kharas bhulavi de rameshbhai ni rachna
very nice guzal.thanks to jayshreeben.
અમર ભટ્ટે આ ગઝલ વધારે ભાવવાહી ગાઈ છે.
વાહ સૌમિલભાઇ તમને જામનગરમા સોળમા સુગમ સન્ગીત સમેલન મા સમ્ભળ્યા બાદ આજે એજ રીતે એજ જુનુન થી માણતા આનદ થાય છે.
ત્યારે આ ગઝલ જામનગર ના જ ભાશ્કર શુકલ એ ગાઇ હતી
સરસ
superb. Awesome.I love it.
થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ,
તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ.
ખુબજ સુન્દર ……
વાહ ર.પા.!!!!!!!!!!
વાહ શ્યામલ !!!!!!!!!!!!!
સરસ ગઝલ્.અવાજ પણ ખુબ સરસ સોનામા સુગંધ..
સપના
બહુ સારા પ્રસન્ગ યાદ આવિ ગાય………નિલેશ્
wow..just superb lyrics & composition…creates amazing feelings
ખુબજ ગમે તેવી ગઝલ..
થોડોલ ભુતકાળ મેં અપ્યો હશે કબુલ..
તુ એને ધાર કાઢીને પાછો ના મોકલાવ્..
સરસ
ખુબ તોફાન તે કરાવ્યું મારા જીવન મા,
બસ હવે સાત્વન તું ન મુકલ,
શ્રી રમેશભાઈ ગજલ તમારી બહુજ ગમી.
તમારા જેવા મોટા ગજા ના કવિ ને લીધે તો
આજ ગુજરાતી જીવંત છે.
ગ્રેટ ગઝલ્
ગઝલકાર અને ગાયકને ધન્યવાદ્.
આવેી ગઝલ તહુકામા પેીરસ્યા કરશો.