સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય
વાતે વાતે તને વાંકું પડયું :
ને મેં વાતોની કુંજગલી છોડી દીધી.
શબ્દોને પંથ કોણ કોને નડયું ?
મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.
આંખોમાં વાદળાં ને શ્વાસોમાં વાયરા :
પણ અડકો તો ભોમ સાવ કોરી :
તારા તે કાન લગી આવી ઢોળાઇ ગઇ
હોઠ સમી અમરત કટોરી.
પંખીની પાંખમહીં પીંછુ રડયું :
મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.
હવે ખળખળતાં ટળટળતાં અંધાર્યા જળ
કે અણધાર્યો તૂટી પડયો સેતુ :
પાસે રહીને મને લાગે છે કેમ હવે
કેટલાય જનમોનું છેટું !
મારાં સપનાંને વેદનાનું વૈકુંઠ જડયું :
ને મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.
Vate vate tane vanku padyu ne main vaato ni kunj gali chhodi didhi - jagdish joshi




November 25th, 2006 at 6:36 am
ટહુકો અને મોરપિચ્છના સુભગ અને સુંદર સમન્વય “ટહુકો.કોમ”ની શરૂઆત પર અમારા તરફથી અંતરની શુભેચ્છાઓ…
-વિવેક…વૈશાલી
November 25th, 2006 at 6:51 am
“ટહુકો.કોમ” ની શરુઆત પર અભિનંદન, ખૂબ જ સુંદર અને સરળ અભિવ્યક્તી. વેબપેજ ની ડિઝાઇન અને રંગો બહુ સરસ છે.
November 26th, 2006 at 2:14 am
હાદિક અભિનન્દ્ન્ન્
હ્ર્ર્સદ જાગલા
અટ્લાન્ટા
Great Great & Great. Purushottam Upadhyay’s song gave me an immense joy.
November 26th, 2006 at 4:45 am
ખૂબ ખૂબ અભિનન્દન.
Keep it up . very nice songs…
December 4th, 2006 at 7:07 am
અદભૂત શબ્દો !
-નિલેશ્
January 5th, 2007 at 4:45 am
‘વાતોની કુંજગલી’ - એ કેટલાં સુંદર શબ્દો છે? ‘એકલતા’ નો નિર્દેશ જરાપણ કરતાં નથી પણ ગીત વાંચ્યાં કે સાંભળ્યાં પછી કે જુદી જ પરિસ્થિતિ ઉત્પન્ન કરે છે.
હું તો ઈચ્છું કે હું ‘વાતોની કુંજગલી’ માં હમેંશા અટવાયેલો રહું કે મારે એનો જનમ જનમનો સાથ રહે ભલે એ ‘ઈંટરનેટ’ પર હોય. જય.
March 8th, 2007 at 4:05 am
[...] ખોબો ભરીને અમે : વાતોની કુંજગલી [...]
March 9th, 2007 at 6:33 am
[...] ‘ટહુકો’ પર વાંચો અને સાંભળો: ‘આપણે હવે મળવું નથી’ ‘ખોબો ભરીને અમે એટલું હસ્યાં’, ‘વાતોની કુંજગલી’, ‘ઊર્મિનો સાગર’ પર વાંચો ‘એક હતી સર્વકાલિન વાર્તા’ , અને લયસ્તરો પર વાંચો ‘વિષમ ભોગ’ [...]
April 25th, 2007 at 9:26 am
ખુબ ખુબ આભાર આ ગિત મુકવા બદલ
May 15th, 2008 at 5:26 am
WHY DID YOU KEEP ONLY 1 LINE OF THIS SONG ON NET !!! IT SEEMS YOU ARE JOKING WITH FEELING OF OTHERS, PLEASE PUT THIS SONG AND OTHER FULLL SONGS OF RAMESH PAREKH - SOORY BUT NEED TO IMPROVE
December 3rd, 2008 at 12:57 am
…મારાં સપનાંને વેદનાનું વૈકુંઠ જડયું ….
very painful…it’s better to have unfulfilled dreams…..at least you have hope…
September 14th, 2009 at 10:40 am
ગુજરાતી ગીત મોકલો.
November 20th, 2009 at 3:59 pm
This is very good song and very good words.
The same song is composed by Shree Nayanesh Jani.
If u can, I request to put that song for me.
I like that song in his composition very much. In his voice it sounds beautiful.