તને ગમે તે મને ગમે – વિનોદ જોષી

સ્વર : સુરેશ વાડકર
સંગીત : સમીર ગોખલે

This text will be replaced

.

તને ગમે તે મને ગમે, પણ મને ગમે તે કોને ?
એક વાર તું મને ગમે તે, મને જ પૂછી જો ને

તું ઝાકળના ટીંપા વચ્ચે પરોઢ થઇ શરમાતી
હું કુંપણથી અડુ તને, તુ પરપોટો થઇ જાતી

તને કહું કંઇ તે પહેલા તો તુ કહી દેતી, છો ને
તને ગમે તે મને ગમે…..

તારા મખમલ હોઠ ઉપર એક ચોમાસુ જઇ બેઠું
હું ઝળઝળિયા એક શમણું ફોગટ વેઠું

તું વરસે તો હું વરસું, પણ તુ વરસાવે તો ને
તને ગમે તે મને ગમે…..

Tane game te mane game – vinod joshi

4 replies on “તને ગમે તે મને ગમે – વિનોદ જોષી”

  1. chirag says:

    કોઇ સંગીતકાર તથા ગાયક કલાકાર વિશે માહિતી આપી શકશે? તદ્દન નવી જ શૈલીની સંગીત રચના (..atleast મારા માટે), અઘરૂ ગીત છતાંય સુંદર ગાયકી !

  2. devanshu says:

    ખુબ સરસ…

  3. neerav says:

    સાચ્ચિ વાત…

  4. સુરેશ વાડકરની સુંદર ગાયકી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *