તને ગમે તે મને ગમે – વિનોદ જોષી

સ્વર : સુરેશ વાડકર
સંગીત : સમીર ગોખલે

.

તને ગમે તે મને ગમે, પણ મને ગમે તે કોને ?
એકવાર તું મને ગમે તે મને જ પૂછી જોને !

તું ઝાકળનાં ટીપાં વચ્ચે પરોઢ થઇ શરમાતી,
હું કૂંપળથી અડું તને તું પરપોટો થઇ જાતી;

તને કહું કંઇ તે પહેલાં તો, તું કહી દેતી : છોને !
તને ગમે તે….

તારા મખમલ હોઠ ઉપર એક ચોમાસું જઈ બેઠું,
હું ઝળઝળિયાં પહેરાવી એક શમણું ફોગટ વેઠું;

તું વરસે તો હું વરસું, પણ તું વરસાવે તોને!
તને ગમે તે….

Tane game te mane game – vinod joshi

5 replies on “તને ગમે તે મને ગમે – વિનોદ જોષી”

  1. કોઇ સંગીતકાર તથા ગાયક કલાકાર વિશે માહિતી આપી શકશે? તદ્દન નવી જ શૈલીની સંગીત રચના (..atleast મારા માટે), અઘરૂ ગીત છતાંય સુંદર ગાયકી !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *