૨૧ જુલાઇ – કવિ શ્રી ઉમાશંકર જોષી અને કવિ-સ્વરકાર શ્રી અવિનાશ વ્યાસનો જન્મદિવસ..! ગઇકાલે અહીં ટહુકો પર શ્રી ઉમાશંકર જોષીને યાદ કર્યા, તો આવેા અવિનાશી અવિનાશ વ્યાસને પણ યાદ કરી લઇએ..!! અવિનાશી સંગીતનો વારસો જે એ આપણી વચ્ચે મૂકી ગયા છે – એનો નશો જેટલીવાર સાંભળો એટલીવાર વધુ ચડે એવો છે..!
સ્વર: સુરેશ વાડેકર
આલ્બમ: અમર સદા અવિનાશ
ભાંગ્યા મનની આદત એવી, કે ભૂલનારાને ભૂલે નહીં;
એક ડાળ ઝૂલ્યો મનપંખી, હવે બીજી ડાળે ઝૂલે નહીં.
એક બેવફા મારા મનદર્પણમાં દર્શન દઇને ચાલી ગઇ,
એક બેવફા કરી સ્નેહનું સર્જન, વિસર્જન થઇ ચાલી ગઇ.
એક બેવફા….
ઝંખી ઝંખી ઓ મનપંખી, ક્યાં સુધી રીબાવું?
તરસ્યા રહીને મૃગજળ માટે, ક્યાં સુધી વલખાવું?
એક બેવફા શબનમ બદલે, આંસુવન વરસાવી ચાલી ગઇ.
એક બેવફા….
ઓ બેરહમ તેં ફૂલ બિછાવી, કંટક નીચે રાખ્યા;
તું થઇ બેઠી ગૂલ કોઇનું, કાંટા મુજને વાગ્યા.
એક બેવફા બાગ બનાવી, આગ લગાવી ચાલી ગઇ.
એક બેવફા….
– અવિનાશ વ્યાસ