શબ્દમાંથી અર્થ છૂટા થાય છે – હર્ષ બ્રહ્મભટ્ટ

હર્ષ બ્રહ્મભટ્ટની આ મને ખૂબ ગમતી ગઝલ, અને એ પણ ખૂબ ગમતા અવાજ સાથે..! કવિએ તો દરેક શેરમાં કમાલ કરી જ છે.. (સાંભળતા પહેલા એકવાર વાંચી લેજો.. મઝા આવશે..!) અને સાથે જ શ્યામલભાઇના સ્વર-સંગીત પણ ગઝલને એટલા જ અનુરૂપ છે. શબ્દના ભાવને આબાદ રીતે રજૂ કરવું એ જ તો આ સ્વર-સંગીતના જાદુગરોનો જાદુ છે.

સ્વર – સંગીત : શ્યામલ મુન્શી

(મારી ભીતર કેટલું વરસ્યાં તમે.. Grand Canyon – Aug 31, 2008)

* * * * *

This text will be replaced

શબ્દમાંથી અર્થ છૂટા થાય છે,
વેદના શું એ હવે સમજાય છે.

કોણ એને ઝાંઝવા સીંચ્યા કરે,
રોજ રાતે સ્વપ્ન એક ફણગાય છે.

આંખ મારી એક એવો કોયડો,
જામ ખાલી છે છતાં છલકાય છે.

મારી ભીતર કેટલું વરસ્યાં તમે,
આખેઆખું અંગ લીલું થાય છે.

ચીર હરપળ કેટલા ખેંચાય છે,
કૃષ્ણને પણ ક્યાં કશુંયે થાય છે.

– હર્ષ બ્રહ્મભટ્ટ

9 replies on “શબ્દમાંથી અર્થ છૂટા થાય છે – હર્ષ બ્રહ્મભટ્ટ”

 1. bunty says:

  mice poem ..but plz ny1 can tell how 2 get mp3 version ……plz

 2. સુંદર ગઝલ… સંગીત-સ્વરાંકન અને ગાયકી પણ ગમી જાય તેવા…

 3. Dhwani Joshi says:

  ખરેખર,ખુબ મજા ની ગઝલ… એક-એક શેર ગમ્યા… સુર-શબ્દ-સંગીત. બધુ જ મજા નું છે..સાથે કાંઇક બીજું પણ ગમ્યું… ”ફોટોગ્રાફી”… ખુબ જ સરસ છે…-)

 4. Harsukh Doshi says:

  Shabdona arth juda juda thai chhe,
  Jevo arth le tevi vedna thai chhe.
  Kon shabdone kai rite zille,
  te kem koiene samjay chhe?
  hradayno uubharo jyare aankhe chhalkay,
  tyare shu arth karyo te samjay chhe.
  Kalju chiray jay ane khench vartay chhe,
  Krushna kyan padi chhe jagatma shu thay chhe.

 5. sudhir patel says:

  સુંદર ગઝલ!
  ત્રીજો શે’ર ગઝલનો શિરમોર શે’ર છે. વાહ!
  સુધીર પટેલ.

 6. વાહ !
  સુંદર શબ્દ અને એવું જ સુંદર સ્વરનિયોજન.
  તમે પણ ક્યાં-ક્યાંથી, કેવી અદભૂત કલાકૃતિઓ શોધી લાવો છો,જયશ્રીબેન!
  ખૂબ-ખૂબ અભિનંદન.

 7. Sheela Sheth says:

  Dear jayshreeben
  This is anice poem but how to listen the song ? Would you please let me know as some songs I can listen but some I can’t.
  Thanks for finding this nice songs.
  Sheela

 8. Krutagnya says:

  ચીર હરપળ કેટલા ખેંચાય છે,
  કૃષ્ણને પણ ક્યાં કશુંયે થાય છે.
  વાહ!!
  Where can I get MP3 Version of this?!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *