ઉનાળો ફેલાતો જાય…
માતેલો તાપ ઠેઠ જીવ સુધી પહોંચ્યો તે દરિયા પણ સુક્કા દેખાઇ
હોઠમાંથી ખરી પડ્યું પાણીનું ભાન અને વસ્યું એક ઝાંઝવાનું ગામ,
નહીંને જો ઓચિંતો આવે વરસાદ તો તો પડી જાય રૂંવેરૂંવે ડામ,
પારધીના હાથમાંથી છૂટેલી હોય તેવી લૂથી તો પથ્થરો વીંધાય
ઉનાળો ફેલાતો જાય…
તરસો લીલોતરી પીવાની ઝાળઝાળ લાગી કે કોણ અહીં પાશે?
તૂટ્યા સંબંધ યાદ આવે કદીક એવી ખાલીખમ પરબો પણ ક્યાં છે?
બે’ક ટીંપા રડવું આવ્યું છે મને – એવી હું અફવા ફેલાવું પણ, હાય…
ઉનાળો ફેલાતો જાય…
– રમેશ પારેખ (જુલાઇ ૨૪, ૧૯૭૧)
રમેશ પારેખ જ આવુ કલ્પન કરેી શકે…માર દિયો રે…ગજ્હ્બ કિયો રે
……….ક્ર્શ્ન ને વ્યાસ ને બદલે કવિઓ મા રમેશ્ હુ ચ્હુ કહેવામા શેહ્જે સન્કોચ ન થાય તેવા ગજા નો
માતબર કવિ..
અદભુત રચના… હોઠેથી પાણીનું ભાન ખરી જવું અને બે’ક ટીપાં રડવાની અફવા ફેલાવવાની વાત… ર.પા. એટલે ર.પા…
જો ઓચિંતો આવે વરસાદ તો તો પડી જાય રૂંવેરૂંવે ડામ
ક્યા બાત હૈ, વાહ્!