મા તુજ જીવનના અજવાળે – ડો. દિનેશ શાહ

મે ૧૦, ૨૦૦૯.. એટલે આજે મધર્સ ડે. મને યાદ છે, મારી એક ખાસ મિત્ર દર વર્ષે પોતાના જન્મદિવસે મમ્મીને Happy Mother’s Day કહે.. 🙂 અને એની વાતમાં logic પણ છે જ ને? એનો જન્મદિવસ એ એની મમ્મી માટે માતૃત્વનો દિવસ.

એ વાત સાચી, કે વર્ષમાં એકવાર યાદ કરવાથી એમના પ્રત્યેનું ઋણ અદા નથી થતું, પણ આ તો એક બહાનું છે, મારી બંને મમ્મીને ફરી એકવાર કહેવાનું.. I love you, Mummy..!!

( મમ્મી સાથેની યાદગાર સાંજ… SkyWalk, Grand Canyon)

* * * * *

સ્વર : માયા દિપક
સંગીત : કમલેશ ઝાલા

.

મા તુજ જીવનના અજવાળે
મુજ જીવનને અજવાળું

નવમાસની કેદ મહીં તેં પ્રેમે પોષણ કીધું
અસહ્ય વેદના જાતે વેઠી મુક્તિ દાન તેં દીધું
રાત દીન કે ટાઠ તાપ તેં ચોમાસું ના જોયું
જીવથી ઝાઝું જતન કરી મુજ જીવન તેં ધોયું

મા તુજ જીવનના અજવાળે
મુજ જીવનને અજવાળું

લાડકોડ ને તપાસા સાથે બાલમંદિર ચાલ્યા
રડતો મુકી અશ્રુ છુપાવી આશા લઇને આવ્યા
છે આ સૌ એક લાડકડાના ભાવિ તણા ભણકારા
આજનું બીજ તે કાલનું વૃક્ષ છે મારે કરવા ક્યારા

મા તુજ જીવનના અજવાળે
મુજ જીવનને અજવાળું

ધ્રુવ પ્રહલાદ શ્રવણની વાતો કેવી વાડ બનાવી
રામ લક્ષ્મણ હરીશ્ચંદ્રની વાતો કદી ના ભુલાવી
હીરા માણેકથી મોંઘું એવું ઘડતર ખાતર નાખી
મુજ જીવનના ક્યારાની તેં વાડી મોટી બનાવી

મા તુજ જીવનના અજવાળે
મુજ જીવનને અજવાળું

મધર્સ ડે ના શુભ પ્રભાતે પેમથી પાયે લાગું
અર્પું સર્વે તુજને ચરણે એવું સદાયે ચાહું
એક સંદેશો તુજ જીવનનો મનમાં કાયમ રાખુ
પ્રેમ ભક્તિને નિસ્વાર્થ સેવા દિલદરિયા સમ સાચું

મા તુજ જીવનના અજવાળે
મુજ જીવનને અજવાળું

17 replies on “મા તુજ જીવનના અજવાળે – ડો. દિનેશ શાહ”

  1. ખુબ જ સરસ…..
    ડો.દિનેશ , માયાજેી , કમલેશ..આભાર

  2. મા તે મા બિજા બધા વગડા ના વા
    મુખ થિ બોલુ મા ત્યા તો સાચે જ નાનપન

  3. Wonderful. No words to describe. At the out set kindly convey ઓઉર્ congratulations to Dr. Dineshbhai Shah for writing such a heart touching poem. When I with my wife Kokila listened this today, there were tears in our eyes. We both have lost our mother some 25 years back in India. We could still remember the selfless LOVE OF MOTHER. There is a proverb in our Gujarati ” મા એ મા, બાકિ બધા વગદાના વા”. Thank you for posting this poem.

    Chandrakant and Kokila Amin Sunnyvale CA

  4. Very touchy lyrics and sung equally good by Maya
    Dipak and well composed by Kamlesh Zala
    Congratulations to all
    One of the best gift children can give to their MAA

  5. પ્રિય જયશ્રીબેન,

    ખુબ ખુબ આભાર આ મધસઁ ડે નુ ગીત મુકવા માટે. આ ગીત મેઁ ૧૯૮૦ ના મધર્સ ડે ના દિવસે ફ્લોરિડામાઁ દરિયા કિનારે બેસી લખેલુઁ. મારા માતુશ્રી જેઓ કેલિફોર્નિઆ મારા ભાઈ સાથે રહેતા હતા તેમને ફોન ઉપર ગાઈ સઁભળાવેલુઁ, આ બધુ નજર સામે આવી ગયુઁ. વષોઁ જુની વસઁત યાદ આવી ગઈ અને પાઁપણો ભીની થઈ ગઈ!

    દિનેશ ઓ. શાહ, ગેઈન્સવીલ, ફ્લોરિડા, યુ.એસ.એ.

  6. ડિનેશ કાકા તમારી આ સુંદર રચના ભીતરન માત્રુત્વને ઝણઝણાવી ગયી.

    એકે એક શબ્દ માંથી પ્રેમ અને આદર ટપકે છે….

    “નવમાસની કેદ મહીં તેં પ્રેમે પોષણ કીધું
    અસહ્ય વેદના જાતે વેઠી મુક્તિ દાન તેં દીધું
    રાત દીન કે ટાઠ તાપ તેં ચોમાસું ના જોયું
    જીવથી ઝાઝું જતન કરી મુજ જીવન તેં ધોયું”

    ખૂબ જ સુંદર્……

  7. વિશ્વ ગુજૅરીના રત્નોને માતૃ દિનની શુભેચ્છાઓ.

    હે મા
    મુજને આળસ અને ધૃણાથી મુક્ત રાખ્યો
    મુજ જીવનને અજવાળ્યું.

    આભાર.

  8. i heard Maya’s cd ;MAA .i loved to introduce the subject and share my feelings.she included few of my songs …and some very populer one…she got a good response in UK. intresting album on MAA.

  9. પ્રિય જયશ્રી,
    અભાર,આજના દિવસે યાદ કરવા માટે અને આટલુ મઝાનુ ગીત મુકવા માટૅ,ખુબજ ગમ્યુ.
    દિકરાઓ પણ પ્રેમ કરતા હોયછે પણ દિકરીઓ વધુ સરી રીતે પ્રેમ વય્કત કરી શકે તે આજે અનુભવ્યુ.
    મમ્મી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *