પાનખરની પ્રીતડી અમારી – દલપત ચૌહાણ

આજે કંઇક નવું..! કવિ શ્રી દલપત ચૌહાણનું આ ગીત – આજે ટહુકો પર પહેલીવાર ટહુકતા એક નવા સ્વર સાથે… અને હા, અવાજની અને તરન્નુમની મજા એવી છે કે સંગીતના એક પણ વાજિંત્રની ખોટ તમને નહીં સાલે..!

સ્વર – સ્વરાંકન : રાજેશ ભાવસાર

સોનાની સેરોથી સૂરજને લીંપો ને
કાજળની દાબડી અમારી.
આપ્યાં રે ગીત રીત ફાગણનાં તમને,
પાનખરની પ્રીતડી અમારી

છબછબતા સરવરનાં કમળોમાં ગુંજો ને
કાદવની ઠામણી અમારી.
મીઠી રે વીરડીનાં જળ તમને પહોંચે,
મૃગજળની ઝારિયું અમારી.

શબ્દોથી રણકંતી યાદ ફળે તમને ને
મૌનભરી વાત છે અમારી.
ગોખે બેસીને હૈયે વ્હાલમને દેજો ને
વિરહની વાટડી અમારી.

આભલાનાં રૂપ થઇ વરસો રે આમ ભલે,
કોડિયાની ભાત છે અમારી.
આપ્યાં રે રીત ગીત ફાગણનાં તમને,
પાનખરની પ્રીતડી અમારી.

સોનાની સેરોથી સૂરજને લીંપો ને
કાજળની દાબડી અમારી.
આપ્યાં રે ગીત રીત ફાગણનાં તમને,
પાનખરની પ્રીતડી અમારી.

13 replies on “પાનખરની પ્રીતડી અમારી – દલપત ચૌહાણ”

 1. ટહુકાનું આ નવું સ્વરૂપ સરસ છે, પણ રંગ થોડો આંખોને અડે અને નડે એવો નથી લાગતો…? વાંચતી વખતે જે ટાઢક લાગવી જોઈએ એ નથી લાગતી… ઉષ્ણ રંગની અવેજીમાં બીજું કંઈ વિચારી શકાય એમ નથી?

 2. Harshad Jangla says:

  Both poem and the picture are excellent.

  -Harshadbhai
  Atlanta, USA
  Nov 20 2006

 3. સરસ ગીત… પાનખરના પાનને કરમાવાની બીક નથી હોતી, સાચું ને?

 4. rajnikant shah says:

  સુન્દર

 5. છબછબતા સરવરનાં કમળોમાં ગુંજો ને
  કાદવની ઠામણી અમારી.
  મીઠી રે વીરડીનાં જળ તમને પહોંચે,
  મૃગજળની ઝારિયું અમારી…..!!!!સરસ ગીત…
  મારું લખેલું પણ આવુ જ કંઈક..મુકુ છું અહીં..!!
  મન્નતે માની યહાં… જન્નતે ચાહી વહાં
  ફૈંસલા તુમને કિયા મંજીલે તો પાઈ કહાં? થોડો આભાર ને થોડો સહકાર
  http://wwwgaganepoonamnochandcom-rekha.blogspot.com/ Please visit my blog and add your most valuable comments.

 6. hirabhai says:

  saras geet.

 7. d[pti says:

  સરસ..મજાનુ ગીત..

  શબ્દોથી રણકંતી યાદ ફળે તમને ને
  મૌનભરી વાત છે અમારી.
  ગોખે બેસીને હૈયે વ્હાલમને દેજો ને
  વિરહની વાટડી અમારી.

  આપ્યાં રે ગીત રીત ફાગણનાં તમને,
  પાનખરની પ્રીતડી અમારી

  વાહ્!!

 8. Dr.m.m.dave. says:

  દલપત ભાઇ ખરેખર ખુબ સરસ કવિતા લખી છે અભિનંદન,આવુ સરસ લખતા રહેજો,

 9. Dr.m.m.dave. says:

  શબ્દો થી રણકતી યાદ ફળે તમને ને મૌનભરી વાત છે અમારે,

  સોના ની સેરો થી સુરજ ને લીપો…… ખુબ સરસ વિચાર છે.

 10. દલ્પત્ભાઈ નુ દલિત સાહિત્ય વાંચ્યુ છે. પ્રેમ્ કાવ્ય પહેલી વાર વાંચ્ય્ . ખુબ આભાર્ રાજશ્રી ત્રિવેદી

 11. સરસ રચના.

 12. ANANT PARMAR says:

  આભલાનાં રૂપ થઇ વરસો રે આમ ભલે,
  કોડિયાની ભાત છે અમારી.
  સરસ……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *