શ્રી જગજીતસિંગ ને શ્રધ્ધાંજલી : લાગી રામ ભજનની લગની – વેણીભાઇ પુરોહિત

ગઝલસમ્રાટ શ્રી જગજીત સિંગ હવે આપણી વચ્ચે નથી રહ્યા..! એમને શ્રધ્ધાંજલી સાથે સાંભળીએ આ ભજન. ફિલ્મ પાર્શ્વગાયન શ્રેતે એમને મળેલો એ પ્રથમ બ્રેક.. સંગીતકાર શ્રી અજિત મર્ચન્ટ – કવિ શ્રી વેણીભાઇ પુરોહિત.

http://www.youtube.com/watch?v=p6UIoF4rtTA

લાગી રામ ભજનની લગની,
કે રમણા થઇ ગઇ છે રગરગની,
લાગી રામ ભજનની લગની

રામનામથી પાવન બનતી
માટી પણ મારગની
રામ મિલનને કાજ રે મનવા
________ (?)

લાગી રામ ભજનની લગની,
કે રમણા થઇ ગઇ છે રગરગની,
લાગી રામ ભજનની લગની

– વેણીભાઇ પુરોહિત

24 replies on “શ્રી જગજીતસિંગ ને શ્રધ્ધાંજલી : લાગી રામ ભજનની લગની – વેણીભાઇ પુરોહિત”

  1. LATE SHRI JAGJIT SINGHJI IS ONE OF MY FAVORITE BHARATIYA GAYAK. I LOVE SONGS SUNG BY LATE SHRI MOHMADRAFI SAHEB, JAGJIT SINGH AND ALIVE LIGENT GOLDEN GAYAK SHRI MANAHAR UDHASJI. THESE ALL ARE MY FAVORITE AND EVER GREEN SINGERS FROM THE LAND OF LORD KRISHNAJI. BHARAT’S MILLIONS OF SALUTE TO THESE SINGERS.

  2. જગજિતસિગ…સદાય નામ ગુજતુ રહેશે..તેમનિ ગઝલઓ દ્વારા

  3. જગજીતસિંગ મારા પ્રિય ગાયકોમાંના એક છે. “છે” શબ્દ વાપરું છું — સ્વરદેહે એ અમર છે. એમના આત્માને પ્રભુ શાશ્વત શાંતિ આપે એ પ્રાર્થના કરું છું.
    –ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા

  4. ગમ અભિ સોયા હૈ જગાઍ કૌન !
    ગઝલસમ્રાટ શ્રી જગજીતસિંગને શ્રદ્ધાન્જલિ !

  5. ગઝલસમ્રાટ શ્રી જગજીતસિંગને અશ્રુભરિ શ્રધ્ધાંજલી
    અનન્ત પરમાર

  6. રેખાબહેનાને હુઁ સૂર ના પુરાવુઁ તો મૂરખો જ ગણાઉઁ ને ?
    સ્વર્ગસ્થને શ્રદ્ધાન્જલિ ! ભાઇ-બહેનનો આભાર !

  7. ગઝલ નો ઉસ્તદ -સમ્રાત , ગય્કિ નો બદ્સાહ , સબ્દો નથિ મરિ પાસે , જગ્જિત્સિન્ઘ નથિ તે જ હકિકત , મખ્મલિ સ્વર ને ગુમવિ ધિનો અહેસસ , ………………………કદાચ ………સન્ગેીત અમેહ્ફિલ ………જમવાવ ગયેલ હસે …………………………..પરન્તુ ………..નહિ જ મલે ફરિ કદિ ………………..સમ્જિ ગયા ને ……………………………………..

  8. ગઝલસમ્રાટ સદગત શ્રી જગજીતસીંગજીને ભાવભીની શ્રદ્ધાંજલી…!!!
    નિષ્ઠાવાન ગૌરવશાળી આત્માને કોટી કોટી વંદન.
    અમર તો કર્મોની સુવાસ રહે છે,
    માટીનો દેહ ભલે માટીમાં ભળે છે.
    ગઝલોનો એમનો વારસો
    વૃક્ષ બનીને છાયા આપતો રહે છે.
    તમે છો, અને રેહશો સદાયે એજ “શ્રધ્ધા”
    અર્પણ આત્માનું આંસુ, એજ “અંજલી”

    નૈન છિન્દન્તિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવકઃ
    ન ચૈનં કલેદયન્ત્યાપો ન શોષયતિ મારુતઃ

  9. પરમ પુજય પર્મેશ્વર સદગતના આત્માને શાન્તિ અર્પે, એજ પ્રાર્ર્થના.

  10. એક આહ ભરી હોગી, હમને ના સુની હોગી, જાતે જાતે તુમને આવઝ તો દી હોગી
    હર વક્ત યહી હૈ ગમ ઉસ વક્ત કહાં થે હમ? કહાં તુમ ચલે ગયે?
    ઈસ દીલ પે લગા કે ઠેસ, જાને વો કોનસા દેસ જહાં તુમ ચલે ગયે…………………………

  11. આપના ભજનના ખૂટતા શબ્દો આ મુજબ છે :
    ” રામ મિલન ને કાજ રે મનવા જરૂર પડે નહી વગની રે હો
    નહી વગની…લાગી રામ ભજનની લગની

  12. કેટલા વર્ષો પછી (35) આ અલખ ની આરાધના સાંભળી–આંખમાંથી ભાવાશ્રુ ની ધાર મનને પવિત્ર કરી ગઈ–ટહૂકા નો આ અણમોલ ખજાના માટે ખૂબ ખૂબ આભાર
    –હિમાંશુ જાની

  13. I join all of you in Shadanjali to late Jajitsing. May is soul rest in peace.
    Dr.Narayan Patel Ahmedabad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *