વ્હાલપને નામ નવ દઇએ – મેધનાદ ભટ્ટ

સ્વર : ફાલ્ગુની શેઠ
આલ્બમ : ટહુકે છે લીલીછમ ડાળ
સંગીત : અજીત શેઠ
paper pen

This text will be replaced

વ્હાલપને નામ નવ દઇએ
ઓ સખી, વ્હાલપને નામ નવ દઇએ

આંસુથી ભીંજેલા પત્તરને કેમ સખી
કોરો તે કાગળ આમે કહીએ

કાળા તે અખ્ખરનો અમને ના મોહ સખી
આંસુથી પત્તર ભીંજવીએ

સુરજથી દાઝેલી વેણુંને એમ સખી
વર્ષાની વાત કેમ કરીએ
વેણુની સંગ વિત્યા દિવસોની વાત હવે
દરિયો…..

દરિયાનું નામ નવ દઇએ
હો સખી, દરિયાનું નામ નવ દઇએ

આંસુથી ભીંજેલા પત્તરને કેમ સખી
કોરો તે કાગળ આમે કહીએ

અમથી વહે જો કદી હવાની લહેરખી
તો વૈશાખી વાયરો ન કહીએ
માસે માસે જો ચહો વૈશાખી વાયરો તો
વાયરાનું નામ નવ દઇએ

Vahaalap ne naam nav daiye – medhanad bhatt

3 replies on “વ્હાલપને નામ નવ દઇએ – મેધનાદ ભટ્ટ”

 1. સુરેશ જાની says:

  કવિ?

 2. chirag says:

  આ ગીત સાંભળ્યા પછી, આજે, બહુજ ગમતું એવું, ફિલ્મ ‘ખામોશી’ નું ગીત – “….પ્યાર કો પ્યાર હી રહેને દો કોઇ નામ ના દો “…ખરેખર ફીક્કુ લાગ્યુ !!..મઝા આવી ગઇ..! thanks for posting the album name too!

 3. DHARMENDRA says:

  જ્ય્શ્રેીબેન્,
  જય્શ્રેીક્રિશ્ન
  ખુબજ સુન્દેર ગેીત મુક્વા બદલ ખુબજ આભાર્.
  સન્ગેીત ભવન ત્રસ્ત મુમ્બૈ દ્વારા બહર પદેલ ગુજરાતિ ગેીતોનિ સેીદિ “સપ્ના લો કોઇ સપ્ના ” ના ગેીતો મુક્વા વેીનન્તિ .
  This C D has been published by Sangeet Bhavan Trust-Mumbai
  આભાર સહ્

  ધર્મેન્દ્ર મહેતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *