ઘડવૈયા મારે ઠાકોરજી – કવિ ‘દાદ’

કવિ દાદનું ઘણું જ જાણીતું ગીત.. આમ તો ઘણા વખતથી વિચારતી હતી એને ટહુકો પર મુકવાનું, પણ મારે પૂરેપૂરું ગીતના શબ્દો જોઇતા હતા આ ગીત મુકવા પહેલા. થોડા દિવસો પહેલા એક ટહુકો-મિત્રએ એક પુસ્તક મોકલ્યું, જેમાં ગીતના શબ્દો મળી ગયા. આભાર પૂર્વિ.. 🙂

સ્વર : પ્રાણલાલ વ્યાસ

.

મારે ઠાકોરજી નથી થાવું !
ટોચોમાં ટાંચણું લઇ, ભાઇ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું,

ધડ ધીંગાણે જેનાં માથાં મસાણે એના પાળિયા થઇને પૂજાવું… રે ઘડવૈયા..

હોમ હવન કે જગન જાપથી મારે નથી પધરાવું.
બેટડે બાપનાં મોઢાં ન ભાળ્યાં એનાં; કુમળા હાથે ખોડાવું… રે ઘડવૈયા..

પીળા પીતાંબર કે જરકશી જામા મારે વાઘામાં નથી વીંટળાવું.
કાઢ્યા’તા રંગ જેણે ઝાઝા ધીંગાણે એવા સિંદૂરે ચોપડાઇ જાવું… રે ઘડવૈયા..

ગોમતીજી કે ઓલ્યા જમનાજીના આરે નીર ગંગામાં નથી નાવું.
નમતી સાંજે કોઇ નમણી વિજોગણના ટીપા આંસુડાએ નાવું… રે ઘડવૈયા..

બીડ્યા મંદિરિયામાં બેસવું નથી મારે ખુલ્લા મેદાનમાં જાવું.
શૂરા શહીદોની સંગાથમાં મારે ખાંભીયું થઇને ખોડાવું… રે ઘડવૈયા..

કપટી જગતના કૂડાકૂડા રાગથી ફોગટ નથી રે ફુલાવું.
મુડદાં બોલે એવા સિંધૂડા રાગમાં શૂરો પૂરો સરજાવું… રે ઘડવૈયા..

મોહ ઉપજાવે એવી મુરતિયુંમાં મારે ચિતારા નથી ચીતરાવું.
રંગ કસુંબીના ઘૂંડ્યા રુદામાં એને ‘દાદ’ ઝાશું રંગાવું… રે ઘડવૈયા..

– કવિ ‘દાદ’

57 replies on “ઘડવૈયા મારે ઠાકોરજી – કવિ ‘દાદ’”

  1. મહેરબાનિ કરિ ને કોઇ આ ભજન ની ઓડીયો ક્લિપ મુકો

  2. કવિ દાદ રચિત ખોડિયાર બાવનિ જો હોય તો મુકવા વિનંતિ.

  3. DAD BAPU NI RACHANAO KHUBAJ SHORYA BHARELI HOY CHHE. VAH BHAI VAH .
    SURESH RAVAL & BATUK MAHARAJ NI JUGAL BANDHI MA AA GEET SAMBHALYU HATU. KHUBAJ SARAS.

  4. આડા અવળા ભજનોની શોધમાં મારા ગુરૂ સમાન કવી શ્રી “દાદ”નું નામ વાંચીને આ સાઇટ પર આવ્યો છું, “દાદ”ને આ જગ્યાપર થી જેટલા પણ આપણે પ્રસ્તુત કરીએ તે ઓછું પડશે.
    ધન્યવાદ.

  5. ગુજરાત ની અસ્મિતાને અમર આયખુ આપનાર આ સાઇટ પણ અમર રહો.

  6. “TAHUKO” par kavi DAAD nu atlu prachin bhajan PRANLAL VYAS na svar ma gayel sambhali khub aanand thayo. PRANLAL VYAS na bhajan gana lamba samaye sambhalva malya. khub khub Abhinandan. amna svar ma haju bhajano hoy to TAHUKO par mukva vinanti

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *