નાદાન મનને એ બધું ક્યાં ભાન હોય છે – કિરણ ચૌહાણ

સ્વર – સંગીત : શૌનક પંડ્યા

This text will be replaced

નાદાન મનને એ બધું ક્યાં ભાન હોય છે,
આંસુની પૂર્વભૂમિકા અરમાન હોય છે.

તેઓ સુખી છે જેમને બીજાના દુઃખ મહીં,
દુઃખી થવાનું દોહ્યલું વરદાન હોય છે.

મિત્રો જો શત્રુ નહિ બને તો એ કરેય શું ?
દુશ્મન ઉપર તમારું વધું ધ્યાન હોય છે !

હાથે કરીને ગુંચવ્યું છે કોકડું તમે,
નહિતર તો જીવવું ઘણું આસાન હોય છે.

ઝઘડો કરીને થાકી ગયાં ચંદ્ર ને નિશા,
ઝાકળનાં બુંદ રૂપે સમાધાન હોય છે.

– કિરણ ચૌહાણ

20 replies on “નાદાન મનને એ બધું ક્યાં ભાન હોય છે – કિરણ ચૌહાણ”

 1. ઉત્તમ ગઝલ… બધા જ શેર સાદ્યંત સુંદર !

 2. આ ગઝલ ના દરેક શેર ખરેખર અત્યંત સુંદર છે અને ખાસ તો આ ગીત માં શૌનક અંકલ ના composition ને કારણે ચાર ચાંદ લાગી ગયા ખુબ સરસ composition. મને

  હાથે કરીને ગુંચવ્યું છે કોકડું તમે,
  નહિતર તો જીવવું ઘણું આસાન હોય છે.

  આ પંક્તિનુ સ્વરાંકન એકદમ અદભુત લાગ્યુ. કૈંક ખાસ વિશેશતા આ લિટિ ના સ્વરાંકન મા રહેલી છે.

 3. Avani says:

  Superb Gazal…… આંસુની પૂર્વભૂમિકા અરમાન હોય છે. Very true….. It touched my heart..

 4. Avani says:

  Is their anyway i can download this song…..???????

 5. Sujata says:

  ઝઘડો કરીને થાકી ગયાં ચંદ્ર ને નિશા,
  ઝાકળનાં બુંદ રૂપે સમાધાન હોય છે.

  spellbound!!!!!!!!

 6. Dhara says:

  can some share the name of the album if it has been released?? anyway to download or buy shaunak pandya’s songs??

 7. hasit maheta says:

  sundar aavaj ane gayaki

 8. મિત્રો જો શત્રુ નહિ બને તો એ કરેય શું ?
  દુશ્મન ઉપર તમારું વધું ધ્યાન હોય છે !

  ખૂબ સરસ ગઝલ, અને સોનામાં સુગંધ જેવું શૌનકભાઇનું સંગીત.

 9. Tejas Shah says:

  એકે એક શેર મઝાના છે. શૌનકભાઇનું સંગીત પણ કર્ણપ્રિય લયથી ભરપૂર

 10. Umesh -Radio Mirchi ,surat. says:

  શૌનકભાઇ નો સ્વર ….એવુ લાગે જાને ગુજરાતિ ના હરિહરન ગાતા હોય્…
  shaunak pandya rocks…good che…

 11. jatin maru says:

  દુસ્મન વારિ પન્ક્તિ બહુ જ ગમિ, કેત્લિ સરસ વાત કહિ દિધિ બે જ લિતિ મા.

 12. મીના છેડા says:

  ફરી સાંભળવાની મજા આવી…

 13. Sandhya Bhatt says:

  શબ્દો અને સ્વર…અદભુત..

 14. Patel Ripple says:

  આખુ ગિત નુ કમ્પોઝિસન એટ્લુ સુન્દર ને તેમ પણ સૌનક્ભાઈના સ્વરન્કન સાથે હ્રિદય સ્પર્શિ સ્વર્ નયન બન્ધ કરિ હ્રિદયકણ્રે સાભળ્યુ…. અતિસુન્દર

 15. gaurang trivedi says:

  દરેક શબ્દો ઘના એફ્ફેતિવે અને સમજવા જેવા ચે.

 16. Chintan Chauhan says:

  ખુબ સરસ… સવરાંકન, શબ્દો, સ્વર સ્પર્શેી જાય એવા..

 17. યજ્ઞાંગ પંડયા says:

  કિરણ ભાઈ ના મસ્ત શબ્દો …
  શૌનક ભાઈ નું મસ્ત સ્વરાંકન ..!!

  મજા પડી ગઈ ..!!

 18. Avani Pandit says:

  Can some one tell in Which CD can i get this gazal. I want to buy the CD of Shunak Pandya. Pls tell me the name of CD for this gazal.

  Thanks,

 19. shaunak pandya says:

  અવનિબેન ફેસબુક પર મને મેસેજ કરશો તો સિડિ માટૅ વાત થે શકસે……Shaunak Pandya………….

 20. Kinjal MAkwana says:

  અદભુત !સુંદર… મઝા આવિ ગઈ… બહુ જ સરસ રચના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *