એ આવતો રહે – પંચમ શુક્લ

પંચમભાઇની એક Oven-fresh ગઝલ.. આ તાજ્જી વાનગી અમારી સાથે વહેંચવા બદલ આભાર, પંચમભાઇ..!

(દરિયાની ચડ-ઉતરના પને… Stanyan Beach, CA – Apr 09 )
* * * * * * *

એ તો સમય છે, સહુની કને આવતો રહે,
ઇજન વિના, મને-કમને, આવતો રહે.

તું વાપરે એને કે પછી વેડફે એને ,
એ એકધારો રાત-દને આવતો રહે.

ભરતી થઈ આવે વળી એ ઓટ થઈ આવે,
દરિયાની ચડ-ઉતરના પને આવતો રહે.

અંધારનો પલાણી અશ્વ રાત ચીરતો ,
પરોઢને ઉજાસ સપને આવતો રહે.

એ શ્વાસના વહનને જોર ચાલતો રહે,
એ જાય ત્યાં જ , એમ બને, આવતો રહે.

– પંચમ શુક્લ (24/4/09)

7 replies on “એ આવતો રહે – પંચમ શુક્લ”

  1. અત્યન્ત સરસ રચના.સમય ની આવજા ની સહજ ઘટનાની આવી મર્માળ અભિવ્યક્તી ખુબ ગમી.

  2. ક્યારેક “મધ્યમ્” થયી ને’ ક્યારેક નિષાદ બની,
    ક્યારેક “ષડજ” ના સાદે તો ક્યારેક “રિષભ” બની;
    ભાવના આપની ઉંડી ને’ એટલી જ ઉચી કલ્પના,
    રાગ સારંગ બની એ “પંચમ” ના સુરે આવતો રહે!
    -તેજસ

  3. ક્યારેક “મધ્યમ્” થયી ને’ ક્યારેક નિષાદ બની,
    ક્યારેક “ષડજ” ના સાદે તો ક્યારેક “રિષભ” બની;
    ભાવના આપની ઉંડી ને’ એટલી જ ઉચી ભાવના,
    રાગ સારંગ બની એ “પંચમ” ના સુરે આવતો રહે!
    -તેજસ

  4. સમયના વિવિધ સ્વરૂપોને સરસ રીતે ઉપસાવતી સુંદર ગઝલ..

  5. ઉત્તમ સર્જન!
    સુંદર રીતે દરરોજ ની આ ઘટનાઓ એક કાવ્યમા પ્રસ્તુત કરી!
    -તેજસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *