નાદાન મનને એ બધું ક્યાં ભાન હોય છે – કિરણ ચૌહાણ

સ્વર – સંગીત : શૌનક પંડ્યા

.

નાદાન મનને એ બધું ક્યાં ભાન હોય છે,
આંસુની પૂર્વભૂમિકા અરમાન હોય છે.

તેઓ સુખી છે જેમને બીજાના દુઃખ મહીં,
દુઃખી થવાનું દોહ્યલું વરદાન હોય છે.

મિત્રો જો શત્રુ નહિ બને તો એ કરેય શું ?
દુશ્મન ઉપર તમારું વધું ધ્યાન હોય છે !

હાથે કરીને ગુંચવ્યું છે કોકડું તમે,
નહિતર તો જીવવું ઘણું આસાન હોય છે.

ઝઘડો કરીને થાકી ગયાં ચંદ્ર ને નિશા,
ઝાકળનાં બુંદ રૂપે સમાધાન હોય છે.

– કિરણ ચૌહાણ

20 replies on “નાદાન મનને એ બધું ક્યાં ભાન હોય છે – કિરણ ચૌહાણ”

  1. અવનિબેન ફેસબુક પર મને મેસેજ કરશો તો સિડિ માટૅ વાત થે શકસે……Shaunak Pandya………….

  2. Can some one tell in Which CD can i get this gazal. I want to buy the CD of Shunak Pandya. Pls tell me the name of CD for this gazal.

    Thanks,

  3. કિરણ ભાઈ ના મસ્ત શબ્દો …
    શૌનક ભાઈ નું મસ્ત સ્વરાંકન ..!!

    મજા પડી ગઈ ..!!

  4. ખુબ સરસ… સવરાંકન, શબ્દો, સ્વર સ્પર્શેી જાય એવા..

  5. દરેક શબ્દો ઘના એફ્ફેતિવે અને સમજવા જેવા ચે.

  6. આખુ ગિત નુ કમ્પોઝિસન એટ્લુ સુન્દર ને તેમ પણ સૌનક્ભાઈના સ્વરન્કન સાથે હ્રિદય સ્પર્શિ સ્વર્ નયન બન્ધ કરિ હ્રિદયકણ્રે સાભળ્યુ…. અતિસુન્દર

  7. દુસ્મન વારિ પન્ક્તિ બહુ જ ગમિ, કેત્લિ સરસ વાત કહિ દિધિ બે જ લિતિ મા.

  8. શૌનકભાઇ નો સ્વર ….એવુ લાગે જાને ગુજરાતિ ના હરિહરન ગાતા હોય્…
    shaunak pandya rocks…good che…

  9. એકે એક શેર મઝાના છે. શૌનકભાઇનું સંગીત પણ કર્ણપ્રિય લયથી ભરપૂર

  10. મિત્રો જો શત્રુ નહિ બને તો એ કરેય શું ?
    દુશ્મન ઉપર તમારું વધું ધ્યાન હોય છે !

    ખૂબ સરસ ગઝલ, અને સોનામાં સુગંધ જેવું શૌનકભાઇનું સંગીત.

  11. can some share the name of the album if it has been released?? anyway to download or buy shaunak pandya’s songs??

  12. ઝઘડો કરીને થાકી ગયાં ચંદ્ર ને નિશા,
    ઝાકળનાં બુંદ રૂપે સમાધાન હોય છે.

    spellbound!!!!!!!!

  13. Superb Gazal…… આંસુની પૂર્વભૂમિકા અરમાન હોય છે. Very true….. It touched my heart..

  14. આ ગઝલ ના દરેક શેર ખરેખર અત્યંત સુંદર છે અને ખાસ તો આ ગીત માં શૌનક અંકલ ના composition ને કારણે ચાર ચાંદ લાગી ગયા ખુબ સરસ composition. મને

    હાથે કરીને ગુંચવ્યું છે કોકડું તમે,
    નહિતર તો જીવવું ઘણું આસાન હોય છે.

    આ પંક્તિનુ સ્વરાંકન એકદમ અદભુત લાગ્યુ. કૈંક ખાસ વિશેશતા આ લિટિ ના સ્વરાંકન મા રહેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *