લગભગ 13-14 વર્ષની હતી, ત્યારથી અમુક ગુજરાતી ગીતો સાંભળ્યા છે… છેલાજી રે, પંખીડાને આ પીંજરું, એક રજકણ સુરજ થવાને શમણે, હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું, આજ મારી નણદીએ મેણું માર્યું.. ઘણા ગીતો નો તો ભાવ પણ નો’તો સમજાતો, તો યે મનભરીને મજા લીઘી છે એ ગીતોની. આજે જો એ બધા ગીતો સાંભળવા મળે તો કદાચ બાળપણ પાછું મળ્યું હોય એવી ખુશી થાય.
મારા ગુજરાતી સંગીત પ્રત્યેના લગાવની શરૂઆત ત્યાંથી થયેલી… પરંતુ આજે પણ જો કોઇ મને ગુજરાતીમાં કંઇ ગાવા કહે ( નસીબ સાંભળનારના, બીજુ શું? ) , કે કોઇ પ્રોગ્રામમાં મારે ફરમાઇશ કરવાની હોય, તો મને સૌથી પહેલા યાદ આવતું ગીત એટલે વેણીભાઇ પુરોહિતની કલમે લખાયેલું આ અમર ગીત. “તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી”.
આ ગીતના વખાણ કરવા, કે એના વિષે કંઇક પણ કહેવું એ કદાચ મારા ક્ષમતાની બહાર છે. પણ હા, મને એક વાત કહેવાની ઇચ્છા જરૂર થાય છે. ગુજરાતી પ્રણય ગીતોના કોઇ કાઉન્ટ ડાઉન કાર્યક્રમનું સંચાલન મને આપવામાં આવે, તો મારે એ જ વિચારવું પડે કે 2 થી 10 નંબરમાં કયા કયા ગીતો મુકવા? પ્રથમ સ્થાન તો આ જ ગીત ને મળે.
અને આજે આવું ખાસ ગીત મુક્યં હોય, તો એને જરા વધુ ખાસ બનાવીએ, તો કેવું ?
સૌથી પહેલા તો સાંભળો દિવાદાંડી ફિલ્મમાં શ્રી દિલિપભાઇ ધોળકિયાના કંઠે ગવાયેલું અને સંગીતબધ્ધ થયેલું આ ગીત.
દિલિપભાઇના કંઠે આ ગીતની પ્રથમ કળી, કોઇ પણ સંગીત વગર સાંભળશો ? શબ્દ અને સ્વરના સોનામાં સંગીત જે સુગંધ ભેળવે છે, તે કદાચ આમ સંગીતની ગેરહાજરી વખતે વધારે ધ્યાનમાં આવે.
અને છેલ્લે, સોલીભાઇ ના ‘તારી આંખનો અફીણી’ આલ્બમને તો કેમ ભુલાઇ? સોલી કાપડિયાના મધુર કંઠે આ ગીત સાંભળો.
તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો (2)
આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો… હે તારા રૂપની….
તારી આંખનો અફીણી….
પાંખોની પરખે પરબડી આંખો જુએ પીયાવો
અદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરવો
તારા રંગ નગરનો રસિયો નાગર એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….




November 5th, 2006 at 10:56 am
વાહ!! મઝા પડી ગઇ ! એક જાણીતા ગીત વીશે, આટલુ બધુ, પહેલી વાર જાણ્યુ ! The picture is perfect too…!!
November 5th, 2006 at 6:20 pm
સંગીત વિના સૌથી વધારે મઝા આવી !
November 5th, 2006 at 8:59 pm
someone asks me that how you will praise your girl friend, i will say sing this song in front of her !!
November 6th, 2006 at 8:53 pm
પ્રથમ તો આપને ખુબ ખુબ અભિનંદન આ જાણીતા ગીત વીશે, સાથે સાથે આ ગીત સોલી કાપડિયાના અવાજ માં પણ આ ગીત સાંભળવાની ખુબ ખુબ મઝા આવી!
November 25th, 2006 at 11:31 pm
[...] મોરપિચ્છ અને ટહુકા પર આ પહેલા ઘણીવાર સરખા સરખા લાગતા ગીતો મુક્યા છે, યાદ છે ને ? પણ આજે એક જ ગીત બન્ને બ્લોગ પર. ટહુકા પર ત્રણ અલગ અલગ રીતે એક જ ગીત સાંભળો. [...]
December 3rd, 2006 at 1:16 pm
હુ જ્યારે લોકોની વિદેશી ભાષા માટેની ઘેલછા જોવુ છુ ત્યારે થાય છે કે આ પામર લોકો કદી આ અમૃત પ્યાલો હોઠે માંડી નહિ શકે
December 20th, 2006 at 9:19 am
નરસિંહનિ હુંડિનુ ગીત “મને પરણાવૉ ઍક છોકરી” પોષ્ટ કરશો ઘણો આભાર
January 18th, 2007 at 10:53 am
મજા આવેી ગૈ.અમે આ ગેીત ઘના વખત થેી શોધતા હતાએ પન દિલિપ ધોલકેીયા ના અવાજ મા,ખુબ ખુબ ધન્યાદ્
January 24th, 2007 at 11:24 pm
ટહુકો.કોમ પર મુકવામાઆવેલા ગીત કોમપુટર મા કઇ રીતે ઉતાર્વા તે જણાવ સો.
આભર
January 24th, 2007 at 11:30 pm
Sorry Sanket,
ટહુકો.કોમ પર મુકાયેલા ગીતો કોમ્યુટર પર ઉતારવા નહીં મળે ઃ)
January 24th, 2007 at 11:42 pm
આભાર,
જેટલુ પણ છે તે ખુબજ છે. તે બદલ ગણો આભાર,
ફરી થી ઍક વખત Jayshree ben નો ખુબજ આભાર,
February 13th, 2007 at 6:52 pm
JAISHREE BEN
VALENTAIN DAY NA KOI KAI KAHE K N KAHE AA GIT SAMBHDINE EM THAU K MARI MATE J GAI RAHYA CHE. POTANI DUNIYAMA KHUSH RAHEVA MATE MAST RASTO MALI GAYO CHE. KHUB KHUB AABHAR. NEETA
February 25th, 2007 at 11:07 pm
દિલિપભાઈના ગીતો શોધતો હોઉ ત્યારે “વગદા વચે તલાવડી..” અને “ભીત ફાડી ને પિપલો રે ઊગ્યો..” એ બન્ને ગીત ન મલવાથી નિરાશ થવાય છે. કોઈ શોખિન જિવડો શોધી આપશે? દિલિપભાઈનો અવાજ અજોડ હતો, એમના ગાયેલા ગીતો પછી બીજા કોઈના અવાજમા પસન્દ નથી આવતા.
March 31st, 2007 at 9:51 pm
આ બધા સોન્ગ્સ ખુબ જ સરસ સેતુ બાંધો છો. અને હવે મારી આ એક વિનંતી છે કે એવુ સેત કરો કે આ ગીતો ઉતારી શકીયે.
આભર્
કેતન લખનિ
May 2nd, 2007 at 8:41 pm
THIS IS AWSOME..I have to admit. This is my favourite song of all the time. I have downloaded it from a different website. but it is the voice of Soli Kapadia. I never expected in my wildest dream that I will be lucky enough to even hear the original song in the voice of great Dilipbhai Dholakia…Once again Thank you in Tons.
June 29th, 2007 at 10:20 pm
Sorry,today there is some problem, I am not able to change to Gujarati fonts.
I grew up with the notion that the the composer of the song “Tari Annkh no Afini..” was (music of Film Diwadandi)of “Ismail Merchant”. Can some one let me know whether this particular song was composed by Shri Dilipbhai ??
I have been searching for another song sung by Dilipbhai (heard on Aakashwani)
“Sehaj hansi lyo hoth nain nirkhi lyo duniya,
Saame teer jukavo sajan te anjaanya tate koina meet maandi betha lochanya…”
Wish to hear this song from some where, some day.
Amit N. Trivedi.
July 30th, 2007 at 12:24 pm
Hi
This is Hitendra Shah From Algeria.
Lovely site.
Lovely song.
Simply the best.
i am thankful to organisers of Tahuko for making available such a vauable collection on website.
many songs i have not heared in Gujarat in my 42 years age which i can listen here on this site.
good job.
keep it up.
With best regards
Hitendra Shah
July 30th, 2007 at 4:17 pm
Saw Amit N Trivedi’s post. Here is a clarification. Ismail Merchant who has left this world was a very renowned film director and producer whose movies like “Room with a view”, “The Guru”, “Shakespear Wallah” etc. are classics. He was an Urdu and Hindi speaking gentleman.
Music director for the Gujerati movie “Divadandi” was Ajit Merchant, a Gujerati.
September 6th, 2007 at 3:30 pm
Have U Gazal “Varsho Thi Sanghri Rakheli Dil Ni Vat” Please Post Me
September 9th, 2007 at 8:55 am
There is one more beautiful song sung by Dilipbhai:
BHINT FADINE PIPLO RE UGYO, JIRAN ENI KAYA RE HO JIRAN ENI KAYA. KOK KODILI PUJVA RE CHALI, NAKHE KANKU CHHNTA RE HO NAKHE KANKU CHHANTA.
I would be highly obliged if this song is place.
September 22nd, 2007 at 3:13 pm
Dilipbhai Dholakia’s original song is digging, and chips away my age by 50 years to remind his voice I heard in 1957-1959 on Mubai-A radio during “Mahila Mandal” programme. Thanx to all in chipping away our ages by almost half a century. Love you all for an excellent collection I will take a year to uncover.
September 27th, 2007 at 7:58 pm
Hi!,I have been surfing since’ 99.I always felt sorry about lack of gujarati content.Suddenly,I came across Tahuko.com,I am happy to say,I am overjoyed!I have just begun and I am sure,I will click here every day!.Putting three versions of ‘Tari Ankh no Afini..’ together,you have played a master stroke!It is like Dhoni’s Sixer!!Please accept my gratitude with lots of thanks.
October 31st, 2007 at 2:34 am
વા હ્!….. ખુબ સરસ.
November 8th, 2007 at 6:06 am
good Its very nice to hear a song of my choice. Its a very good attempt to make gujjus a global community. keep it up.
November 14th, 2007 at 3:02 pm
ખુબ આનન્દ થ્યો શ્રી દિલિપભાઇ ધોળકિયાના કંઠે ગવાયેલું અને સંગીતબધ્ધ થયેલું આ ગિત ને ડાઊનલોડ કરવા માટે શુ કરવુ પડ્શે તે જણાવશો
December 16th, 2007 at 5:05 am
કેત્લા વખત થિ ઓરિજિનલ ગિત નિ સોધ મા હતો. ગિત ના સુબ્દો, એનુ મુસિક, અને દિલિપભાઈ ના કંઠ ગવાયેલું આ ગિત સાભ્ળવા નિ ખુબ્ મજા આવિ. તમારો ખુબ ખુબ આભાર
February 22nd, 2008 at 7:59 am
LAST ONE IS NOT PLAYING FROM THE BEIGINING. PLEASE MAKE IT TO PLAY RIGHT FROM THE STARTING I MEAN FROM THE MUSIC PART……….
April 14th, 2008 at 7:33 am
Does anyone have a English translation of the lyrics? Unfortunately I do not speak Gujurati but ive heard this is the song to know and sing to a loved one.
April 26th, 2008 at 2:02 pm
excellent I am very happy to get the treasure of knowledge in gujarati literature. thanks gautam kaji
April 28th, 2008 at 11:17 pm
પહેલી વાર ગીત બરાબર વાગ્યુ હતુ પણ બીજી વાર અટકતુ અટકતુ વાગ્યુ. તમારી જાણ ખાતર લખ્યુ
June 17th, 2008 at 7:38 am
મને આ વેબ સાઇટ જોઇને ઘણો આનંદ થયો. આપની ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવી શુભ કામનાઓ. ગુજરાતી લખવામાં થોડી તકલીફ પડે છે પણ પ્રયત્ન ચાલુ રાખવા. આપને ખુબ ખુબ અભિનંદન!!
July 10th, 2008 at 4:44 pm
તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો (2)
July 12th, 2008 at 9:58 am
વાહ મજા પડીગઈ અમુક ગીતૉ બરાબરા વાગતા નથી તેમજ અધુરાવાગે છે. ગમતા ગીતો ડઊનલોડકરી શકાઈ કૅૅ કેંમ
July 16th, 2008 at 2:55 pm
ખુબ મજા પદિ ગઈ બહુઉ વખત પચિ સાભદ્યુ
આભાર્
October 15th, 2008 at 9:24 pm
Its a lovely song, beautiful.. Wanted to hear it since long.. Finally got it here.. Thanks for that..
October 30th, 2008 at 9:27 am
નમસ્કાર .
હુ સેતુ .
ઐન્તકરણ થી આભાર .
આ અપ્રતિમ ગીત નો લાભ આપવા બદ્લ ધન્યવાદ્.
November 15th, 2008 at 8:36 pm
….તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો….
….reminds me of someone special…
November 20th, 2008 at 6:39 pm
આ ગીત ઘાણા બધા વખત પછી સાંભળ્યુ.
ફરી એકવાર જયશ્રિબેન તમારો ખુબ ખુબ આભાર.
February 19th, 2009 at 8:16 am
વાહ ખુબ સરસ ગિત છે ખુબ જ ધન્યવાદ્
February 22nd, 2009 at 5:10 pm
Thank you very much for the launch of the web site. My friend Nahush Rana told me to search the song for him and i found the site. Thank you once again
Regards
Naishadh
March 21st, 2009 at 12:57 am
આ ગેીત ખુબ સુન્દર ચ્હે વ્હા,,,,,,,,, મ્જા આવિ ગેઈ
April 3rd, 2009 at 9:48 pm
NO SOUND!!!! CAN YOU HELP PLEASE!!! MY ONE OF THE MOST FAVORITE SONG!!!! CAN YOU PLEASE LET ME KNOW WHEN IT IS SET RIGHT???!!!!
April 27th, 2009 at 9:14 am
વા હ્!….. ખુબ સરસ.
આ અપ્રતિમ ગીત નો લાભ આપવા બદ્લ ધન્યવાદ્.
May 21st, 2009 at 6:19 pm
Beautiful.I have heard lot about this song.But today I realised.
August 2nd, 2009 at 4:31 pm
મારિ પાસે આ ગિત ઘના સામ્ભ્લે ચ્હે.
કિરિત ભગત્
August 12th, 2009 at 9:17 am
મજા આવી ગયી. આ ગીત navratri વખતે સાભંસળવા મા આવે. good job!!!
August 12th, 2009 at 10:38 am
આ ગીત મને અતિપ્રિય ચ્હે. & thanx to tahuko.com…4 this song.Thank you very much for the launch of the web site. My all friend told me to search the song for him and i found this site. Thank you once again
Regards,
KeTuL
September 30th, 2009 at 6:35 pm
આતિ સુન્દર્. આ મારુ પ્રિય ગિત ..મારા પપ્પા ખાસ આ ગિત ગાતા …
November 6th, 2009 at 1:52 pm
આ ગીતની ઊંચાઈ અને ઊંડાઈ…….ક્યા બાત.
સ્વરકાર અજીતભાઈ મર્ચંટને પણ યાદ કરી સલામ.
November 9th, 2009 at 9:29 pm
આવા સુન્દર ગીતને પ્રથમ વાર માણવા મળ્યુ અને અમારો ખાલિપો પુરાઈ ગયો.આભાર,
November 21st, 2009 at 12:26 am
આવા સુન્દર ગીતને પ્રથમ વાર માણવા મળ્યુ. માર કાકા શ્રેી કાનાભાઈ ગનાત્રાને આ ગિત ખુબજ ગમતુ. આજે ઍ ગિત શાભલેીને તેમનિ યાદ આવિ ગઈ… આભાર..
November 21st, 2009 at 12:28 am
આવા સુન્દર ગીતને પ્રથમ વાર માણવા મળ્યુ. માર કાકા શ્રેી કાનાભાઈ ગનાત્રાને આ ગિત ખુબજ ગમતુ. આજે ઍ ગિત શાભલેીને તેમનિ યાદ આવિ ગઈ… આભાર..
November 21st, 2009 at 2:33 am
અમારા અહીના ગુજરાતી સમાજના Diwali Dinner મા દરેક વર્ષે ગવાતુ ગીત. દરેક સ્ત્રિને ગમતુ ગીત,
પ્રસંશા કોને ન ગમે??
November 21st, 2009 at 12:26 pm
“જીવનના મુસાફર શોધે છે રસ્તામાં ઉતારો શા માટે?
મુજ પ્યારની રંગત ઝંખે છે એનો અણસારો શા માટે?”
આ વેણીભાઇ પુરોહિતની રચના પણ માણવા જેવી છે.
મ્
December 11th, 2009 at 2:38 pm
thank u jayashreeben for such a lovely romantic song. i am very happy to hear this melodious song after a long period of 35 years !and that too, the origional one!
December 29th, 2009 at 2:46 am
Hello everybody. My heartily request please listen Jaydip Swadia one time for this Gazal
February 10th, 2010 at 1:27 am
ખુબ જ સુંદર ગિત છે.. પણ જયશ્રિબેન, “હું તો સુરજમુખીનું એક નાનકડુ ફૂલ” અને “રે પંખિડા સુખથી ચણજો” ગિતો ખૂટે છે ટહુકામાં..આભાર આ સુંદર ગિત માટે..
April 5th, 2010 at 7:11 am
http://www.mavjibhai.com/madhurgeeto.htm
Just letting you know that the above website has similar songs.
April 5th, 2010 at 11:57 am
I am looking for ‘Meru to dage pan ena man na dage’..Kindly arrange. Thanks.
May 17th, 2010 at 4:27 pm
આ ગિત એક અમર ગિત છે. કદાચ આના જેવુ બિજુ કોઇ ગિત નહિ ગવાય્. આ ગિત એક નશો જગાવે છે. ખુબ ખુબ આભાર.
May 22nd, 2010 at 11:01 am
વાહ્!મઝા આવિ ગયિ. આભાર્!