ધમ ધમક ધમ ધમ ધમ…. સાંબેલું…

નાનપણથી સાંભળતી આવી છું આ ગીત, અને તો યે જેટલીવાર સાંભળું એટલીવાર મઝા આવી જાય છે.. મારા નસીબ થોડા સારા કે મેં નાનપણમાં સાંબેલું જોયું છે. પણ આવતી પેઢી ચોક્કસ આ ગીત સાંભળીને પૂછશે કે – સાંભેલું એટલે શુ? 🙂 (આભાર પ્રજ્ઞાબેન, નીચેનો સાંબેલાનો ફોટો મોકલવા માટે..)

.

ધમ ધમક ધમ ધમ ધમ…. સાંબેલું…
અલક મકલનું અલબેલું…. સાંબેલું…
જનમ જનમથી વઉને માથે ભાંગેલું.. સાંબેલું..

જેવી ઘઉંમાં કાંકરી, નણંદ મારી આંકરી
હાલે ના પેટનુ પાણી, એવી મારી દેરાણી.. સાંબેલું..

જેવી ફૂટે ધાણી, એવી મારી જેઠાણી
જેવો કુવો ઉંડો, જેઠ એવો ભુડોં… સાંબેલું..

હોય છો ને બટકો, દિયર વટનો કટકો
લીલી લીલી વાડીઓ, ને સસરો એમાં ચાડિયો.. સાંબેલું..

એવો બાંધો સાસુ તણો, પાણીમાં જેમ ફૂલે ચણો
મીઠો મગનો શીરો, એવો નણંદનો વીરો.. સાંબેલું..

24 replies on “ધમ ધમક ધમ ધમ ધમ…. સાંબેલું…”

 1. Sanket Patel says:

  આભાર,
  Jayshree ben
  તમે ખરેખર ગુજરતી ભાષા માટે ખુબજ ઉપીયોગી કામ કરી રહ્યા છો.

 2. Samir says:

  Hello,
  How can we get (buy) this songs for our cultural programm. We are non profit Gujarati association. Our goal is to promote Gujarati culture.

 3. Bharti says:

  this is lovely songs. I love it I listen again and again.. thank you..

 4. rooshi says:

  હુ જ્યારે પ્લએ કર્વ જૌ ચુન તો એર્રોર આવે ચે શુ કર્વુ?

 5. Vashishth Shukla says:

  This is not fare when we are blaming that our bollywood or gollywood are stealing themes from the hollywood …but surprisingly hollywood’s nigro rock star ( i forget his name ) has used this beats from this song. Believe me

 6. thanx jayshree. i remember my gujarat in usa. for this site tahuko.com and meny meny thnx from my dad,mom, my wife rima & my grandmom.thankyou very much

 7. B damniwala says:

  geeto jo downloadble hoi to maja avi jai

 8. Dinesh says:

  Really Good One. Thanks Jayshree… ;))

 9. હું માનુ છું ત્યાં સુધી આશા ભોંસલે નો સ્વર છે.

 10. સાંબેલાનો ફોટો હું પણ ઘણા સમયથી આ જ હેતુસર શોધું છું. મળશે તો જરૂરથી મોકલીશ

 11. દિનેશ says:

  છેલ્લા ઘણા સમયથી કોઇ ગીતો સાંભળી શકાતા નથી. ફક્ત વાંચી જ શકાય છે. શુ કારણ હોઇ શકે ?

 12. Jayshree says:

  Hello Dineshbhai,

  You may need to install new Flash Player on your computer to listen to the songs.

  Let me know if that works for you.

  Thank you,

  Jayshree

 13. […] ધમ ધમક ધમ ધમ ધમ…. સાંબેલું… એ ગીત યાદ છે? નાયિકા એ ગીતમાં પણ ઘરના બધા સભ્યોને કોઇક વસ્તુ સાથે સરખાવે છે.. એની જ જેમ આ ગીતમાં પણ નાયિકા પહેલા સપનામાં શું દેખાયુ એ જણાવે છે – અને પછી ફોડ પાડે છે કે એ ખરેખર કોણ હતું. પણ બંને ગીતમાં સરખી એક વાત એ છે કે જ્યારે પિયુજીની વાત આવે, ત્યારે એ ઘરના બધ્ધા કરતા વધારે મીઠો લાગે… […]

 14. heena says:

  જયશ્રેી બેન્,બહુ મજાઆવિ ગૈ .મારુ બાલ્પન યાદ અવિયુ.મેઆ સોન્ગ્પર દાન્સ કરેલો.થાન્કુ

 15. Chandravadan Sheth says:

  ગીતમાં દેરાણી જેઠાણી Interchange થઈ ગયા છે.
  વહુએ એક વ્યક્તિ માટે કેટલુ વેઠવુ પડે છે ?
  પણ હાલના સંજોગોમાં વહુ જ રાજ કરે છે. સામાજીક બદલાવને લીધે પુરુષો nappy બદલાવતા થઈ ગયા છે. તે પણ ખુશી ખુશી.

 16. Purshottam says:

  જ્ય શ્રિ ક્રિસ્ના,
  ગીત વાચિને આનદ થ્યો.
  રેદિયો મા ગુજરતિ પ્રોગ્રમ વધુ અવે માતે શુ કર્ર્વુ જોઇય?

  કિ બોરદ મા ગુજરતિ લખ્વા નિ મઝા આવિ.
  ગુજરતિ ભાશા નિ સથે ગુજર્તરજ્ય ને પન ના ભુલવુ જોઇયે.

  જયશ્રઈ બહેન ને અભિનન્દન્.
  પુર્શોત્તમ્.

 17. Kersi Rustomji says:

  જૈશ્રેી,
  તમ્ને સામ્બેલા નો ફોતો જોઇતો હત્તો, તોહ મે એક ચિત્ર ચોર્યુ ચે, તોહ મને મારા ઈમૈલ પર્ કોન્તેક્ત્ કરો.
  કેર્સિ રુસ્તોમ્જિ.
  ઓસ્ત્સ્ત્રેલિઆ.

  Kersi Rustomji

 18. […] હા, સાંબેલાનો ફોટો પણ જોઇએ છે… પેલા સાંબેલુવાળા ગીત માટે..  […]

 19. Krutesh Patel says:

  લોકગીતૉ સરળ શબ્દોમાં ઘણું કહી જાય છે. સુંદર ગીત

 20. saroj says:

  સુંદર ગીત

 21. saroj says:

  સરસ વાતાવરણ સર્જે છે.અભિનંદન!

 22. Harish Desai says:

  how can i get all guj. songs. it very good work.
  harish desai

 23. saeedbhai says:

  ગીત ને અનુરૂપ ચિત્ર નથી સુપડામાઁ સાઁબેલુઁ ન કુટાઈ ખાડણી જઈઍ

 24. MG Dumasia says:

  સરસ ! પરંતુ ગીત ની સાથે પૂરક વિગતો નો અભાવ છે, અને લાઇક નુ બટન, સોસિઅલ સાઇટ પર શેરિંગ માટે ના બટન હોત તો સારુ થાત. હજી વધુ પોસ્ટ હોવી જોઇએ. એટ લીસ્ટ ઓછા માં ઓછી 10…………..એમ. જી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *