ઘંમ રે ઘંટી ઘમઘમ થાય..

આજે સાંભળીએ આ મઝાનું લોકગીત… (કોઇ પાસે ગામડાની ઘંટીનો ફોટો હોય તો મોકલશો? અને હા, સાંબેલાનો ફોટો પણ જોઇએ છે… પેલા સાંબેલુવાળા ગીત માટે..  🙂 )

.

ઘંમ રે ઘંટી ઘમઘમ થાય, ઝીણું દળું તો ઊડી ઊડી જાય.
જાડું દળું તો કોઈ નવ ખાય.

મારા તે ઘરમાં સસરોજી એવા, હાલતા જાય, ચાલતા જાય,
લાપસીનો કોળિયો ભરતા જાય.

મારા તે ઘરમાં નણંદબા એવા, નાચતાં જાય, કૂદતાં જાય,
રાંધી રસોઈયું ચાખતાં જાય.

મારા તે ઘરમાં દિયરજી એવા, રમતા જાય, કૂદતાં જાય
મારું ઉપરાણું લેતા જાય.

મારા તે ઘરમાં સાસુજી એવાં, વાળતાં જાય, બેસતાં જાય
ઊઠતાં બેસતાં ભાંડતાં જાય.

મારા તે ઘરમાં પરણ્યાજી એવા, હરતા જાય, ફરતા જાય,
માથામાં ટપલી મારતા જાય.

ઘંમ રે ઘંટી ઘમઘમ થાય, ઝીણું દળું તો ઊડી ઊડી જાય,
જાડું દળું તો કોઈ નવ ખાય

– લોકગીત

15 replies on “ઘંમ રે ઘંટી ઘમઘમ થાય..”

  1. ઘણા વખતથી આપણા જુવાન વર્ગના વ્યક્તિઓ માટે ખાસ્સી બધી ગુજરતી વાર્તાઓનું અંગ્રેજી ભાષાંતર કરી તેઓને ઈ-મૈલથી મોકલું છું। સાથે બને તો યોગ્ય ફોટા પણ ઉમેરું છું. જેથી કરી તેમને વાર્તાની સમાજ વધુ જલ્દીથી આવે. આ કારણે આપનું આ ઘંટી વાળું ચિત્ર મારે નકલ કરી મારી વાર્તામાં ઉમેરવું છે. આશા છે કે આપ મને જરૂરથી મંજૂરી આપશો.
    વહેલાસર ઈ-મૈલથી ગુજરાતી યા અંગ્રેજીમાં જવાબ આપવા વિનંતી.

    તા.ક.ઃ જો આપના કોઈ પણ વાચકોને તેમના ગુજરાતી ના વાંચતા કુટુંબીજનો માટે મારી વાર્તાનો લાભ લેવો હોય તો આપ તેઓને મારો ઈ-મૈલ જરૂરથી આપજો. મારો એકજ ધ્યેય છે કે આપણા સંસ્કારો અને આપણી સંસ્કૃતી આપણા બાળકોને મળે. ગુજરાતીમાં હોય કે પછી અંગ્રેજીમાં.

    આભાર અને જય શ્રી કૃષ્ણ – ભસ્માંક મહેતા

    • Sure you can use this picture. I don’t have any rights to this picture, as I got it from internet. I should have given the link to original source, which is my mistake.

  2. જે સ્વાદ અને પોષણ ઘંટીના લોટ માં હતુ; તે આજે પેક કરેલાં લોટમાં ક્યાં છે?

  3. ગિત ને અનુરુપ ચિત્ર. જુનુ લોકગીત સાંભળવાનો અતિશય આનંદ આવ્યો.

  4. ધન્ય વાદ ગેીત ખુબજ ગમ્યુ નવા વરસના અભેીનન્દન્

  5. જયશ્રીબેન,
    જુના લોકગીત અત્રે સાંભળવાનો અતિશય આનંદ આવ્યો. હા સાથે સાથે ચિત્ર પણ ગમ્યું. લાખ લાખ અભિનંદન.
    ચન્દ્રકન્ત લોઢવિયા.

  6. વાહ, જયશ્રીબેન.મઝા આવી ગઇ.બચપન યાદ આવી ગયુઁ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *