હંકારી જા (મારી બંસીમાં બોલ બે વગાડી તું જા…) – સુન્દરમ

Sept 2006મા એક અજાણ્યા સ્વર સાથે રજૂ કરેલી કવિ શ્રી સુન્દરમની આ અમર રચના…. આજે ફરી એકવાર… જુદા સ્વરાંકન, અને એક ખૂબ જ મીઠા સ્વર સાથે….!! વારંવાર બસ સાંભળ્યા જ કરીએ…. સાંભળ્યા જ કરીએ..!!

સાથે ખાસ આભાર આ આલ્બમના નિર્મિતા પ્રણવભાઇનો, જેમણે મને આ આબ્લમની કેસેટ ઘણા વખત પહેલા આપી હતી. કેસેટ તો ઘણીવાર માણી, પણ કેસેટમાંથી mp3 કરવાનું બાકી હતું. આભાર સુનિલભાઇનો, હજુ ગયા શનિવારે તો વાતો કરી કે વિદ્યાવિહાર ગીતોની mp3 કરી આપશો? અને આજે તો એમાંથી એક ટહુકો પર આવી ગયું… 🙂

(ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા… …નળસરોવર, ૨૭-૦૧-૨૦૦૭ : Vivek Tailor)

સ્વર – આરતી મુન્શી
સ્વરાંકન – ભાઇલાલભાઇ શાહ
સંગીત સંચાલન – ગૌરાંગ વ્યાસ
આલ્બમ – વિદ્યાવિહાર ગીતો (પ્રણવ મહેતા નિર્મિત)

.

સ્વર – : ??
સ્વરાંકન – : ??

.

મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,
મારી વીણાની વાણી જગાડી તું જા.

ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પિયા,
કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા,
પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા,
સોનેરી સોણલું બતાડી તું જા.

મારી બંસીમાં….

સૂની સરિતાને તીર પહેરી પીતાંબરી,
દિલનો દડૂલો રમાડી તું જા,
ભૂખી શબરીનાં બોર બેએક આરોગી,
જનમભૂખીને જમાડી તું જા.

મારી બંસીમાં….

ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા,
સાગરની સેરે ઉતારી તું જા,
મનના માલિક તારી મોજના હલેસે
ફાવે ત્યાં એને હંકારી તું જા.

મારી બંસીમાં….

Love it? Share it?
error

11 replies on “હંકારી જા (મારી બંસીમાં બોલ બે વગાડી તું જા…) – સુન્દરમ”

 1. સુંદરમની મારી અત્યંત પ્રિય કવિતા…. ખાસ કરીને છેલ્લો અંતરો…

  ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા,
  સાગરની સેરે ઉતારી તું જા,
  મનના માલિક તારી મોજના હલેસે
  ફાવે ત્યાં એને હંકારી તું જા.
  મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,
  મારી વીણાની વાણી જગાડી તું જા.

 2. […] #  અને એક ગીત સાંભળો  !  :   મારી બંસીમાં બોલ બે વગાડી તું જા …      ____________________________ […]

 3. Kumi Pandya says:

  Beautiful song -thanks!
  You can hear this in a different music composition (Composed by Bhailalbhai Shah, CN Vidyalay) on prarthnamandir.wordpress.com

 4. jolly vaidya says:

  કરાવી ને પાર આ અપાર જા,
  માયાની માયાથી ઉગારી તુ જા,
  મારી લગનીતો તનેય છે રગે રગે,
  ઇચ્છે તો મને પામી તુ જા……
  -જોલી

 5. bharatPandya. says:

  વરસો પહેલાં આ ગીત માલતીબેન મહેતા ના સ્વરમા સાંભળ્યું હતુ<

 6. Jayesh Dalal says:

  What a treat! A FB post from a friend with a link to this song. A wonderful way to start this holiday weekend morning and relive memories of years gone by. [CN-1953]
  Thanks.

 7. uma says:

  vaah khub sundar eak nava j swarankan sathe sambhalavanee maja avi gai.
  Thanks.

 8. mahesh dalal says:

  યાદગાર રચના . વાગોલ્યા કર્વિ ગમે

 9. સ્વ્.શ્રિ સુન્દરમનુ પ્રિય ગિત હતુ જ્યઅરે તે વિદ્યવિહાર પ્રર્થનમન્દિર્મા અવતા ત્યારે સ્નેહ્રશ્મિ ભઐલલ્ભૈ સહેબ માર્ફત વિદ્યર્થિઓ પાસે ગવદાવ્તા

 10. T Patel says:

  ખુબ સરસ ગિત ચ્હ્

 11. વિહાર મજમુદાર says:

  કવિ શ્રી સુંદરમની આ રચના 1965 – 66 ની આસપાસ સાંભળેલી એવું સ્મૃતિમાં છે. જો કે એ સ્વરાંકન અલગ હતું અને જો ભુલતો ન
  હોઉં તો અંબરકુમાર દેવના કંઠમાં ગવાયેલું. કોઈ મિત્રને યાદ હોય અને ટહુકો પર મુકશે તો આનંદ થશે . વિહાર મજમુદાર, વડોદરા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *