ટહુકો માં શોધો..

Fan of Facebook?

Follow us on Facebook

Follow tahuko_com on Twitter

વિભાગો

જૂની પોસ્ટ

ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ - ભાગ્યેશ જહા

સ્વર : સોલી કાપડિયા.

This text will be replaced

ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ
એની વેદનાની વાતોનું શું?
કાંટાંથી છોલાતી લાગણી ને સપનાંઓ
ઉંઘ છતાં જાગવાનું શું?

સુવાસે પડઘાતું આખું આકાશ
છતાં ખાલીપો ખખડે ચોપાસ.
ઉપવનના વાયરાની લે છે કોઇ નોંધ?
કોણ વિણે છે એકલી સુવાસ?
વાયરો કહે તેમ ઉડવાનું આમ તેમ
વાયરાનું ઠેકાણું શું? - ઉંચકી સુગંધ……

ધારોકે ફૂલ કોઇ ચૂંટે ને સાચવે,
ને આપે ને સુંઘે તો સારું.
ધારો કે એક’દીની જિંદગીમાં મળવાનું,
થોડું રખાય તો ય સારું.
પણ ઉપવનમાં ઝુરવાની હોય જો સજા,
તો મળવાના ખ્વાબોનું શું ? - ઉંચકી સુગંધ……

(આભાર : લયસ્તરો, રાધિકા)

11 comments to ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ - ભાગ્યેશ જહા

  1. Suresh
    August 11th, 2006 at 2:04 pm

    આપણું બહુ જ પ્રિય ગીત આ રીતે વાંચતાં વાંચતાં સાંભળવાની મજાની પહેલી જ વાર અનુભૂતિ થઇ.
    આભાર, જયશ્રી!

  2. અમિત
    August 12th, 2006 at 12:28 am

    સુંદર ગીત…

  3. Dhaval
    August 13th, 2006 at 1:07 pm

    આ સાંભળીને મઝા આવી ગઈ… સુરેશભાઈ, જયશ્રી અને રાધિકાએ દુનિયાના જુદા જુદા ખૂણેથી આ શબ્દો અને સૂરને ભેગા કરી આપ્યા એ પોતે જ એક આનંદ છે.

  4. manvant
    August 14th, 2006 at 10:42 am

    વાહ!બધાજ બ્લોગધારકોને ખૂબ જ અભિનંદન !
    આપ સૌ બધા વાચકોને સરસ પીરસો છો ,તે
    બધું મારે મન તો મિષ્ટાન્ન બરાબર છે ! પરમ
    કૃપાળુ તમારી શક્તિઓને ખૂબ ખૂબ વિકસાવે
    એવી પ્રાર્થના છે !શુભેચ્છા છે !

  5. rupal
    December 1st, 2006 at 2:25 pm

    Wow this is my favorite song.It is absolutly beautiful thinking.

  6. Gargi
    May 24th, 2007 at 4:48 am

    ખુબ્જ સ્ર્સ .બહુ જ સત્ય વાત . આજ્ના જમાનામા લોકોને વેદ્ના ની કીમત હોતી નથી .ખરેખ્ર ખુબ્જ મજા આવી ગઇ .આજે પહેલી વ્ાર સોલી કાપ્ડીયા ના સ્વ્ર મા ભાગ્યેશ ઝા ની ગઝ્લ સાભ્ળાઈ.ખુબજ મજા આવી .thanx jayshree

  7. Gaurav Patel
    June 23rd, 2007 at 12:04 am

    Really a nice song!

  8. Bharat shukla (vadodara)
    September 5th, 2007 at 5:43 pm

    gujarati poetrynu atalu sundar madhurya, ane atelu sundar composition soli kapadianu. Bhagyeshbhai nato vadodara satheno geet sabhati vakhte teo ankh same hoy tevu lagya kare che. thank you .

  9. dr,jagdip nanavati
    January 8th, 2008 at 1:41 am

    વાહ ભાગ્યેશ ભાઈ……ધારોકે એક સાંજ આપણે મળ્યાતાં ની યાદ અપાવી દીધી……ગીત સાંભળી નથી શકાતું….નહી તો ઔર મઝા આવત……

  10. ડૉ.પ્રીતેશ વ્યાસ
    May 27th, 2009 at 12:40 pm

    પણ ઉપવનમાં ઝુરવાની હોય જો સજા,
    તો મળવાના ખ્વાબોનું શું ?

    ધારોકે એક સાંજ ખરેખર યાદ આવી ગયું.
    અદભૂત સંગીત અને સરસ રચના

  11. dharmesh patel
    August 21st, 2009 at 3:29 am

    a collecter mr bhagyesh ja ….who write this song …salute to him

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>