ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ – ભાગ્યેશ જહા

સ્વર : સોલી કાપડિયા.

.

ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ
એની વેદનાની વાતોનું શું?
કાંટાંથી છોલાતી લાગણી ને સપનાંઓ
ઉંઘ છતાં જાગવાનું શું?

સુવાસે પડઘાતું આખું આકાશ
છતાં ખાલીપો ખખડે ચોપાસ.
ઉપવનના વાયરાની લે છે કોઇ નોંધ?
કોણ વિણે છે એકલી સુવાસ?
વાયરો કહે તેમ ઉડવાનું આમ તેમ
વાયરાનું ઠેકાણું શું? – ઉંચકી સુગંધ……

ધારોકે ફૂલ કોઇ ચૂંટે ને સાચવે,
ને આપે ને સુંઘે તો સારું.
ધારો કે એક’દીની જિંદગીમાં મળવાનું,
થોડું રખાય તો ય સારું.
પણ ઉપવનમાં ઝુરવાની હોય જો સજા,
તો મળવાના ખ્વાબોનું શું ? – ઉંચકી સુગંધ……

(આભાર : લયસ્તરો, રાધિકા)

17 replies on “ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ – ભાગ્યેશ જહા”

  1. dalio ras thi tar batar,zukena pavananaa dolanthi,pavanato chhe vanzanalo,manda manda vahine chalyo jaay.jya sudhi aa chhayaa mali chhe, neet sapana nava rachaya.sapanani mahephilo maniea ne geevan baneaanamol.dhaga dhagati retima kaun chhe samir? vayarane kahejoke haju vaar chhe,khivanu mare thodu kama chhe.kharvanu kalpar mulatvi rakhomrugajalnu shu kam chhe?

  2. મઝા આવી ગઈ.કોઈ યાદ આવી ગયું.પરન્તુ”કાંટાંથી છોલાતી લાગણી ને સપનાંઓ
    ઉંઘ છતાં જાગવાનું શું?”ને બદલે આમ કહીયે તો-શબ્દોથી ઘવાતી લાગણી ને જાગતાંજ વિખરાતાં સપનાંનુ શુ?..નથી હું કવિ કે નથી લેખક,સ્વપ્નસેવી ને નભમાં વિહરતો,સ્વપ્ન વિહારી છુ.જોઈ ખાલી ખોળીયુ,હેરમાં આવ્યો કોઈ કવિ જીવ,હેરાન કરે છે તમને ઈ મેઈલથી.

  3. પણ ઉપવનમાં ઝુરવાની હોય જો સજા,
    તો મળવાના ખ્વાબોનું શું ?

    ધારોકે એક સાંજ ખરેખર યાદ આવી ગયું.
    અદભૂત સંગીત અને સરસ રચના

  4. વાહ ભાગ્યેશ ભાઈ……ધારોકે એક સાંજ આપણે મળ્યાતાં ની યાદ અપાવી દીધી……ગીત સાંભળી નથી શકાતું….નહી તો ઔર મઝા આવત……

  5. gujarati poetrynu atalu sundar madhurya, ane atelu sundar composition soli kapadianu. Bhagyeshbhai nato vadodara satheno geet sabhati vakhte teo ankh same hoy tevu lagya kare che. thank you .

  6. ખુબ્જ સ્ર્સ .બહુ જ સત્ય વાત . આજ્ના જમાનામા લોકોને વેદ્ના ની કીમત હોતી નથી .ખરેખ્ર ખુબ્જ મજા આવી ગઇ .આજે પહેલી વ્ાર સોલી કાપ્ડીયા ના સ્વ્ર મા ભાગ્યેશ ઝા ની ગઝ્લ સાભ્ળાઈ.ખુબજ મજા આવી .thanx jayshree

  7. વાહ!બધાજ બ્લોગધારકોને ખૂબ જ અભિનંદન !
    આપ સૌ બધા વાચકોને સરસ પીરસો છો ,તે
    બધું મારે મન તો મિષ્ટાન્ન બરાબર છે ! પરમ
    કૃપાળુ તમારી શક્તિઓને ખૂબ ખૂબ વિકસાવે
    એવી પ્રાર્થના છે !શુભેચ્છા છે !

  8. આ સાંભળીને મઝા આવી ગઈ… સુરેશભાઈ, જયશ્રી અને રાધિકાએ દુનિયાના જુદા જુદા ખૂણેથી આ શબ્દો અને સૂરને ભેગા કરી આપ્યા એ પોતે જ એક આનંદ છે.

  9. આપણું બહુ જ પ્રિય ગીત આ રીતે વાંચતાં વાંચતાં સાંભળવાની મજાની પહેલી જ વાર અનુભૂતિ થઇ.
    આભાર, જયશ્રી!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *