છાની વાતને ફડક – ધૂની માંડલિયા

મારી જ અંદર, એક એકાકી સડક છે,
દ્વંદ્વોના દરિયા છે, વિચારોના ખડક છે.

જો જીભ આવે ભીંતને, તો તો શું થશે ?
પ્રત્યેક છાની વાતને એની ફડક છે.

ફૂલોને મળવા તોય દોડી ગઇ હવા,
એને ખબર છે, કાંટાનો પહેરો કડક છે.

હું તો કરું છું પ્રેમ, ને વાતો તમે,
મારા-તમારા વચ્ચે બસ, આ ફરક છે.

આંખો અમારી છે એવો હક્ક દૃશ્યનો
આંસુ કહે, એવો અમારો મલક છે.

હમણાં જ એ આવી ગયા, એથી જ તો,
‘ધૂની’ શ્વાસના ચહેરા ઉપર કેવી ચમક છે.

( આંખો અમારી છે એવો હક્ક દૃશ્યનો – આંસુ કહે, એવો અમારો મલક છે. મને આ શેરમાં ખબરના પડી.. )

4 replies on “છાની વાતને ફડક – ધૂની માંડલિયા”

  1. હુ શયદા ને ગઝલ્ ના પિતમહ કહુ ચુ તેમનિ રચ્નઓનો અભવ લાગેચ

  2. કાવ્યાર્થ તો કવિ જ કરે !
    ‘હમણાં જ એ આવી ગયા: એથી જ તો !
    “ધૂની”શ્વાસના ચહેરા ઉપર કેવી ચમક છે !’
    આખરે કોઇ તો આવ્યુંજ !…..આભાર !

  3. હું તો કરું છું પ્રેમ, ને વાતો તમે,
    મારા-તમારા વચ્ચે બસ, આ ફરક છે.

    સરસ પંક્તિ છે .

  4. મારી જ અંદર, એક એકાકી સડક છે,
    દ્વંદ્વોના દરિયા છે, વિચારોના ખડક છે.

    Nice expression….it is everyones landscape!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *