ગાયક : આશિત દેસાઇ, ચન્દુ મટ્ટાણી
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત!
ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ, જ્યાં ગુર્જરના વાસ;
સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં, સૂર્ય તણો જ પ્રકાશ.
જેની ઉષા હસે હેલાતી, તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
ગુર્જર વાણી, ગુર્જર લહાણી, ગુર્જર શાણી રીત,
જંગલમાં પણ મંગલ કરતી, ગુર્જર ઉદ્યમ પ્રીત.
જેને ઉર ગુજરાત હુલાતી, તેને સુરવન તુલ્ય મિરાત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
કૃષ્ણ દયાનંદ દાદા કેરી પુણ્ય વિરલ રસ ભોમ;
ખંડ ખંડ જઈ ઝૂઝે ગર્વે કોણ જાત ને કોમ.
ગુર્જર ભરતી ઉછળે છાતી ત્યાં રહે ગરજી ગુર્જર માત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
અણકીધાં કરવાના કોડે, અધૂરાં પૂરાં થાય;
સ્નેહ, શૌર્ય ને સત્ય તણા ઉર, વૈભવ રાસ રચાય.
જય જય જન્મ સફળ ગુજરાતી, જય જય ધન્ય અદલ ગુજરાત!
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
કવિ શ્રી ખબરદારનો પરિચય. (જન્મ : ૬-૧૧-૧૮૮૧, મરણ : ૩૦-૭-૧૯૫૩)




April 19th, 2007 at 12:56 am
બહુ જ સરસ; સાચુ જ ચે. આપને આજે પન ગુજરાત ને તો આપનામા જિવતુજ રાખિએ છિએ.
July 7th, 2007 at 10:10 pm
બહુ જ સરસ. સાચુ જ છે. આપણે આજે પણ ગુજરાતને તો આપણામા જીવતુ જ રાખીએ છીએ.
May 10th, 2008 at 6:26 pm
ખરેખર ઉત્તમ કાવ્ય છે, આપણે દરેક ગુજરાતીને આપણી માતૃભાષા તથા માતૃભૂમિનું ગૌરવ હોવું જોઈએ, પણ હાલમાં જે અંગ્રેજીભાષા પ્રત્યેનું વધારે પડતું આકર્ષણ જોવા મળે છે તે ખૂબ જ ચિંતાજનક છે, તે બાબત જાગૃત થવું ઘટે.
June 7th, 2008 at 10:31 pm
ખુબજ સરસ આ કવ્ય.
January 4th, 2010 at 4:37 am
જય ગુજરાત જય હિન્દ્
July 30th, 2010 at 4:51 am
[...] ગુજરાત! ‘ જેવા અમર ગીતના રચયિતા, અરદેશર ફ. ખબરદાર ‘અદલ’ ના શબ્દો, અને દ્રવિતા ચોક્સી - જેસ્મિન [...]