તારી હથેળીને દરિયો માનીને – તુષાર શુક્લ

સ્વર : પ્રણવ મહેતા
સંગીત : રાસબિહારી દેસાઇ

ran

.

તારી હથેળીને દરિયો માનીને કોઇ ઝંખનાને સોંપે સુકાન;
એને રેતીની ડમરીનો ડૂમો મળે, એનો અલ્લાબેલી.

ખજૂરીની છાયામાં વરસે છે ઝાંઝવા ને વેળુમાં તરસે છે વ્હાણ;
કૂવાથંભેથી હવે સોણલાં રડે ને કોરી આંખોને અવસરની જાણ.
તારી હથેળીને રેતી માનીને કોઇ ઊંટોના શોધે મુકામ;
એને કોરીકટ માછલીની જાળો મળે, એનો અલ્લાબેલી.

કોની હથેળીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી?
વરતારા મૌસમના ભૂલી જઇને એક ઝંખનાને રાખવાની વ્હેતી.
તારી હથેળીને કાંઠો માનીને કોઇ લાંગરે ને ઊઠે તોફાન;
એના ઓસરતી વેળુમાં પગલાં મળે, એનો અલ્લાબેલી.

60 replies on “તારી હથેળીને દરિયો માનીને – તુષાર શુક્લ”

 1. harshad brahmbhatt says:

  ખરેખર સોના માં સુગંધ ભળેલ છે.

 2. jaimin says:

  પ્રણવનો અવાજ સુંદર છે.તુષારભાઈ ના ગીતો તો અદભુત જ હોય છે.બહુ દિવસે પ્રણવનો અવાજ C N Vidyavihar Prarthna mandir ni યાદ આવી ગઈ

 3. dr.vikas says:

  it’s too good………………!

 4. asha says:

  તારી હથેળીને દરિયો માનીને કોઇ ઝંખનાને સોંપે સુકાન;
  એને રેતીની ડમરીનો ડૂમો મળે, એનો અલ્લાબેલી…

  તારી હથેળીને કાંઠો માનીને કોઇ લાંગરે ને ઊઠે તોફાન;
  એના ઓસરતી વેળુમાં પગલાં મળે, એનો અલ્લાબેલી…

  ..એનો અલ્લાબેલી…એનો અલ્લાબેલી…

 5. Apurva Mehta says:

  તારી હથેળીને કાંઠો માનીને કોઇ લાંગરે ને ઊઠે તોફાન;
  એના ઓસરતી વેળુમાં પગલાં મળે, એનો અલ્લાબેલી….

  These last 2 lines are showing what a great poet “Tushar” is…Its simply ultimate…Hats off///

 6. Vijay S. Mehta says:

  Excellent Sir,
  You have made my so (આત્રેય ઉઃ૧૩) sing on the stage for the first time at KALAYATAN-Valsad. and gave an opportunity to glorify this voice and gayiki.
  Vijay

 7. Vijay S. Mehta says:

  Excellent Sir,
  You have made my son (આત્રેય ઉઃ૧૩) sing on the stage for the first time at KALAYATAN-Valsad. and gave an opportunity to glorify this voice and gayiki.
  Vijay

 8. shahpriti says:

  prateek ane kalpan uttam kavita na lakshano chhe pan sarerash bhavak mate kavya no arth samajavo agharo hoy chhe jo sangeet sathe kavyamarmagnya nu vivechan ke arthghatan pan male to swarnaad ane shabdnaad mali ane brahmanaad pragate

 9. કેટલીક વાર શબ્દો માનવીના મુખમાંથી નહિ પણ હૃદયમાંથી સરી પડે અને તે લાગણીઓથી ગૂંથાય ત્યારે બની જાય ગજલ. કહેવાય છે કે કાવ્ય કે ગઝલની પહેલી પંક્તિ ઈશ્વરની દેન હોય છે.

 10. Deep shah says:

  SIR THIS POEM IS AWESOME …
  WHEN I HEAR THIS THEN I FEEL BUT WHEN I SING I CANT FEEL…
  SIR SO CAN U PLEASE TELL ME THE MEANING OF THIS PEOM….PLS SIR….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *