ઠેસ (અમથો બાંધ્યો હીંચકો ને અમથી હૈયે ફાળ) – પ્રફુલ્લા વોરા

સ્વર : ગાર્ગી વોરા, અનુપા
સંગીત : ડો. ભરત પટેલ

( અમથો બાંધ્યો હીંચકો… Chandigarh August 5, 2007.)

* * * * *

.

અમથો બાંધ્યો હીંચકો ને અમથી હૈયે ફાળ,
કે સૈયર શું ડરું ?

અમથો વાયો વાયરો ને અમથી ઝૂલી ડાળ,
કે સૈયર શું કરું ?

સૈયર મૂકી હથેળીયું પર અમથી મ્હેંદી ભાત,
ત્યાં તો સૈયર ટેરવે ટહુકી છાનીછપની વાત.
અમથી વાગી ઠેસ જરા ને રૂમઝૂમ ધૂધળમાળ,
કે સૈયર શું કરું ?

સૈયર અમથો આંખે આંજ્યો ઉજાગરો અધરાતે,
ત્યાં તો સૈયર અઢળક ઊગ્યાં સમણાંઓ પરભાતે.
અમથું ઝીલ્યું અજવાળું ત્યાં તૂટી પાંપણપાળ,
કે સૈયર શું કરું ?

9 replies on “ઠેસ (અમથો બાંધ્યો હીંચકો ને અમથી હૈયે ફાળ) – પ્રફુલ્લા વોરા”

 1. P Shah says:

  અમથું ઝીલ્યું અજવાળું ત્યાં તૂટી પાંપણપાળ,
  કે સૈયર શું કરું ?
  સંવેદનોની સુંદર અભિવ્યક્તિ !
  ગીતને દિલથી માણ્યું .

 2. સુંદર અને નાજુક ગીત…

 3. Rishit says:

  Excellant composition and music arranging

 4. K says:

  Very melodious, thanks

 5. manvant says:

  આ ગેીત ના સઁભળાયુઁ બહેના !

 6. manvant says:

  આજે આ ગીત સરસ સઁભળાયુઁ. આભાર બહેના !

 7. Kaumudi says:

  સરસ ગીત – હવે આખો દિવસ આ જ ગીત ગણગણતી રહીશ્!

 8. kalpana says:

  સરસ ગેીત …

 9. Upendraroy says:

  Aa To Amathu lakhyuoo Saiyar,Rahevayoo Nahi,Ame To Hinch Ke Zoolztz Hata Ne Geet Sambhalyuoo !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *