રામભરોસે – મધુમતી મહેતા

(ઊંડી ખીણો ઊંચા ડુંગર… Yosemite Valley, April 09)

* * * * *

ગઝલ પઠન : મધુમતી મહેતા

.

સ્વર – સંગીત : જનાર્દન રાવલ

.

ઊંડી ખીણો ઊંચા ડુંગર, ચડવાનું છે રામભરોસે
જીવ્યા જેવું જીવતર છે ને મરવાનું છે રામભરોસે.

ક્યાં હોડી ને ક્યાં હલ્લેસાં, ક્યાં છે શઢ ને ક્યાં બેલીડા
પથ્થર જેવી જાત લઇને તરવાનું છે રામભરોસે.

જંગલની લીલાશ બનું કે પંખીની ઉડ્ડાન ભલે
પાન બનું કે પીછું મારું ખરવાનું છે રામભરોસે.

કાણી કોડી ફાટલ જૂત્તા તરસી આંખો લાંબા રસ્તા
યાદોનો લૈ એક ખજાનો ફરવાનું છે રામભરોસે.

હું છું સપનું કે જોનારો, હું પ્યાદું કે હું રમનારો ?
તર્કવિતર્ક બધા છોડી દૈ રમવાનું છે રામભરોસે.

– મધુમતી મહેતા

12 replies on “રામભરોસે – મધુમતી મહેતા”

  1. Dear madhu,tamari & asharaf ni rachnao sambhdva mate sadae zankhti rahe3ti aunty na abhinandan.JAISHREE tHANKS A lot biji rachnao muksho please

  2. સરસ રચના, બન્ને રીતે માણવી ગમે . અભિનન્દન

  3. સરસ રચના..મધુમતીબેન્..
    હું છું સપનું કે જોનારો, હું પ્યાદું કે હું રમનારો ?
    તર્કવિતર્ક બધા છોડી દૈ રમવાનું છે રામભરોસે.અસરકારક પંકતિ!!
    સપના

  4. ખૂબ જ સુંદર રચના… મઝા આવી ગઈ..

    ‘મુકેશ’

  5. મધુમતીબહેન, જીવનના વસ્તવને હ્રદયને સ્પર્શી જાય તે રીતે તમે ગઝલમા મૂક્યુ.અવાજ ભાવવાહી.આભિનન્દન. જામનગરમા હાઉસમૅન ક્વાર્ટર્સમા તમારી પાસેથી સામ્ભળેલ મીરાના ભજનો યાદ આવી ગયા.

  6. જિવનનિ વાસ્તવિકતા દર્શાવતિ આનાથિ ચદિયાતિ કોઇ ગઝલ ન
    હોઇ શકે.

  7. સિતારામ સિતારામ કહિયે, જા હે વિધિ રાખે રામ તાહે વિધિ રહિયે.
    ખુબ જ સરસ મને ખુબ જ ગમિ.

  8. મધુમતીબેન ખૂબ ખૂબ ખૂબ જ સુંદર ગઝલ. સહજ અને પ્રાસાદિક.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *