છૂટ છે તને – વિવેક મનહર ટેલર

શબ્દો છે શ્વાસ જેના….. એવા વ્હાલા કવિ – વિવેક ટેલરને આજે, એમના જન્મદિવસ પર – એમની જ ગઝલ ભેટ..  સૂર-સંગીતના બોનસ સાથે 🙂

સ્વર : અમન લેખડિયા

સંગીત : મેહુલ સુરતી

.

અને હા.. ‘Birthday Boy’ પણ કંઇક કહેવા માંગે છે. 🙂

આ ગઝલ જયશ્રીની લાંબા સમયની સૌમ્ય ઊઘરાણી અને ઊર્મિની પઠાણી દાદાગીરીના કારણે આજે આપ સહુ સમક્ષ રજૂ થાય છે એ મારી વર્ષગાંઠ નિમિત્તે મને મળેલી સહુથી પ્રેમાળ અને વિશિષ્ટ ભેટ છે… આજનો આ દિવસ મારા માટે ‘ખાસ’ છે અને એ માટે હું જયશ્રી અને ઊર્મિ બંનેનો આભાર તો નહીં માનું પણ આવી બે મિત્રોના મિત્ર હોવાનો ગર્વ જાહેરમાં વ્યક્ત કરું છું… મેહુલ સુરતી અને અમન લેખડિયા બંને મિત્રો છે અને સગાંથી વધારે વહાલાં છે એટલે આ અમૂલ્ય ભેટ બદલ એ બંનેના પ્રેમનો પણ હકપૂર્વક સ્વીકાર કરું છું….”

– વિવેક ટેલર
———-

Posted on September 28, 2006

open door

અડધી રમત થી ઊઠવાની છૂટ છે તને,
તારી શરત થી જીતવાની છૂટ છે તને.

વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે,
સીવેલાં હોઠ લઈ જવાની છૂટ છે તને.

ખાલી જગા સમાન આ જીવન હવે થયું,
પૂરી શકે એ પૂરવાની છૂટ છે તને.

મરજી થી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે, યાર!
ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને.

નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મ માં,
ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને.

આ આંગળીનાં શ્વાસ માં થઈ શબ્દ ની હવા,
આશ્રિત ને પ્રાણ બક્ષવાની છૂટ છે તને.

– વિવેક મનહર ટેલર

Love it? Share it?
error

35 replies on “છૂટ છે તને – વિવેક મનહર ટેલર”

 1. Jayshree says:

  Dear Vivekbhai,

  Am I permitted to publish your Gazals here wthout your permission ?

 2. વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે,
  સીવેલાં હોઠ લઈ જવાની છૂટ છે તને.

  વાહ !

 3. જયશ્રી,

  ઘણા દિવસો પછી આજે ફરીથી થોડી નવરાશ મળી અને મારા પ્યારા બ્લોગ્સ એક પછી એક ઉઘાડતો ગયો… અચાનક તમારા બ્લોગ પર આવતાં જ એક સુખદ આંચકો લાગ્યો… અરે! આ તો મારી જ ગઝલ!

  આભાર, જયશ્રી… હું દુનિયા આખીના કવિઓની કવિતાઓ ‘લયસ્તરો’ પર કોઈને પૂછ્યા-કારવ્યા વિના મૂકું છું તો મારી ગઝલો માટે મને પૂછવાની કંઈ જરૂર ખરી? આ તો મારા માટે આનંદની વાત છે…

  આભાર…

 4. Dear Vivek,
  Good poem again !!
  Your blog and poems-Pictures are nice and touching.
  Are you a physician?
  Where do you Practice?
  You can see our website, I am giving my free service as a Medical Advisor.
  When you open director,You can see me with Monica .
  We are doing a great work in India,
  Please see our web-site
  http://www.bpaindia.org

 5. sagrika says:

  ખુબ જ સરસ ગઝલ

 6. vikram says:

  ખુબ જ સુન્દર રચના અને એક સુન્દરે એહ્સાસ .. અભિનન્દન.

 7. vikram says:

  મરજી થી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે, યાર!
  ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને…..

  વાહ વાહ શુ વિચાર છે, ના કોઇ બન્ધન અને સદાય આમ્ન્તણ …

 8. radhika says:

  વિવેક ભાઈ, ખુબ જ સુન્દર્ . we met before but i never know this shade of yr personality.. very nice..
  Radhika.
  MI,Detroit.

 9. utsav says:

  Many Many Happy returns of the day…….may god bless u in every difficulty n giv u wat ever u want………………………have a nice day….
  સરસ રચના આજ નો આખો દિવસ આપનિ આ રચના માણવાનિ મજા પડી ગઇ……….આભાર………….
  જયશ્રી, આભાર્……………………………

 10. વાહ ભાઇ વાહ
  જૈ ગર્વિ ગુજરાત….

 11. Pinki says:

  જન્મદિને ખૂબ ખૂબ શુભકામનાઓ……

  sept. 2007 and mar. 2009

  a wide diff. in relationship

 12. mukesh parikh says:

  વિવેકભાઈ, જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભકામના…. સુંદર ગઝલ.. ઉત્તમ વિચારો..

  વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે,
  સીવેલાં હોઠ લઈ જવાની છૂટ છે તને.

  બેજોડ અભિવ્યક્તિ… જયશ્રીબેન પોસ્ટ બદલ આભાર.

  ‘મુકેશ’

 13. […] ખૂબ હાર્દિક શુભકામનાઓ સાથે !  એમ તો ટહુકા ઉપર પણ આજે આ જ ગઝલ વિવેકનાં ખાસ […]

 14. K says:

  Kone Abhinandan ane kone abhaar….khabar j nathi padti……………Congrates and thanks to all.

 15. sandip shah says:

  Vaah Vivekbhai,

  “Janam Divas ni khub khub shubhecha.”

  Jayshree, thank you very much for bringing this to us.

 16. વિવેકભાઈ ખૂબ ખૂબ અભિનંદન અને સરસ રચના

 17. sshruti says:

  Vivekbhai,

  Many Happy returns of the day!

  may you be blessed with eaternal ove and peace.

  Regards,

  • NIK says:

   HEY BUDY KAALE MARI EK SOMETHING SPECIAL FREND NO BIRTHDAY CHE AND MANE KAINK SARASH GUJRATI MSG VADE ENE WISH KARVU CHE SO TAMARI PASHE KOI EVO SARAS MAJANO GUJRATI MSG BIRTHDAY NO HOY TO PLZ MARI EMAIL ID PAR MAIL KARJO NE PLZZZ

   EK GAMADYO MITRA

 18. સહુ મિત્રોનો અંતઃકરણપૂર્વક આભાર….

 19. Harnish Jani says:

  હેપેી બર્થ ડે-યુ પ્રે ફોર મેી આઇ વિલ ડ્રિઁક ફોર યુ.

 20. Sandip Bhatia says:

  Dear Vivekbhai,
  Belated happy birthday.
  Lovely ghazal,beautifully composed & sung…
  Pl convey my sincere compliments to Amanbhai & Mehulbhai.
  Thanks to Jayshreeben for the post.
  Sandip

 21. manvant says:

  A belated but sure HAAPY BIRTHDAY from Manvant Patel.

 22. manvant says:

  HAPPY BIRTHDAY !
  MANVANT PATEL.

 23. સહુ દોસ્તોનો પુનઃ પુનઃ આભાર…

 24. Isha Sheladiya, Usa says:

  મજા આવિ ગઈ
  once again
  Thanks

 25. Anil Dholakia says:

  વિવેકભાઈ, જન્મદિવસ નિ ખુબ ખુબ શુભેચ્હાઓ. ગુજરાતિ સાહિત્ય ને તમારુ યોગદાન મલતુ રહે એવિ શુભકામનાઓ.
  અનિલ ધોલકિઆ.

 26. ALPESH BHAKTA says:

  વિવેકભાઈ , Belated happy Birthday
  What a thought

  તારી શરત થી જીતવાની છૂટ છે તને.

  નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મ માં,
  ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને.

  really great.!!

  – ALPESH

 27. […] ખૂબ હાર્દિક શુભકામનાઓ સાથે !  એમ તો ટહુકા ઉપર પણ આજે આ જ ગઝલ ટહુકે છે, પરંતુ આ […]

 28. Rishit says:

  ખુબજ સુંદર ગઝલ છે. અને મેહુલઅંકલનુ composition એટલે કશુ કહેવાનુ હોય?

 29. ASAL PALANPURI says:

  kayalo ko bakhubi nibaya he bahot achhe…aur matla to bahot khusurat andaj ko betahasha bayaa kar raha he…congrts dr….
  plz open the following site 4 my new gazal…www.sspbk.wordpress.com

 30. Dhirajlal ponkia, Usa says:

  વાહ ભાઈ વાહ

 31. sureshkumar vithalani says:

  બહુજ સરસ ગઝલ.બહુજ સરસ સન્ગિત. બહુજ સરસ કવિ .બહુજ સરસ ગાયક. અભિનન્દન.

 32. Darshana says:

  Great! How can some one can be so ganrous in love!!

 33. rakesh says:

  સુદર ગઝલ વાર વાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *