તમે પાંપણને પલકારે વાત કહી કઇ – હરીન્દ્ર દવે

સ્વર – સંગીત : આશિત દેસાઇ

This text will be replaced

તમે પાંપણને પલકારે વાત કહી કઇ,
મર્મ એનો ઉકેલવામાં રાત વહી ગઇ.

તમે પાંપણને પલકારે…

આમ મેળો ને મેળાની કેવી મરજાદ,
હોઠ ખુલે ના તોયે રહે સંભળાતો સાદ,
કોઈ લહેરખી મજાની જાણે સાથ રહી ગઇ,
મર્મ એનો ઉકેલવામાં રાત વહી ગઇ.

તમે પાંપણને પલકારે…

આભાથીયે ઝાઝેરો આભનો ઉઘાડ,
એમાં થોડો મલકાટ થોડું છાનું છાનું લાડ,
તોયે ભીને રૂમાલ એક ભાત લઇ ગઇ,
મર્મ એનો ઉકેલવામાં રાત વહી ગઇ.

તમે પાંપણને પલકારે…

27 replies on “તમે પાંપણને પલકારે વાત કહી કઇ – હરીન્દ્ર દવે”

  1. મજાનું ગીત…

    “કોઈ ભીને રૂમાલ એક ભાત લહી ગઈ”

  2. Tejal jani says:

    Divas ni sharuaat atla sundar geet sathe thai a mate aabhar..
    Khub saras…

  3. sapana says:

    સરસ ગીત.

    સપના

  4. M.D.Gandhi, U.S.A. says:

    હરીન્દ્ર દવેનું ગીત હોય એટલે સરસ મજાની વાત હોય જ. સરસ ગીત છે.

  5. આભથીયે ઝાઝેરો આભનો ઉઘાડ- ક્યા બાત હૈ !

    સ-રસ ગીત…

  6. Siddharth Jhaveri says:

    Lovely…almost seems incomplete…dil maange more!

  7. Rajesh Vyas says:

    Hi Jayshree !!

    Tame papan ne palkare vaat kahi kayi !!!!
    Titillating number !!! Gr8 Harindra Davey…

    Best Regards,
    RAJESH VYAS
    CHENNAI

  8. B.B. says:

    Beautiful lyrics and nice composition. I love it. Thanks for such a nice poems and composition.

  9. ashalata says:

    સરસ ગીત—

  10. Jayendra says:

    વાહ્.. હોઠ ખુલે ના તોયે રહે સંભળાતો સાદ!!!

  11. Kamlesh says:

    સરસ ગીત અને સન્ગીત…..

  12. અત્યંત નઝાકત ભર્યું ગીત.આ બે પંક્તીઓ ખુબ સ્પર્શી ગઈ.

    આભાથીયે ઝાઝેરો આભનો ઉઘાડ,
    એમાં થોડો મલકાટ થોડું છાનું છાનું લાડ,
    ભાઈ ભાઈ ! !
    ભીની ભીની લાગણીઓના આટાપાટા અને મધુર ઈશારાના કોયડા ઉકેલવામાં રાત વીતી જાય તે સ્વાભાવિક છે.
    આશીત દેસાઈનો કામણગારો કંઠ અને ફાંકડું સંગીત કાવ્યને રૂપેરી વાઘા પહેરાવવામા સફળ રહ્યાં છે.
    કવિશ્રીને સલામ.આશીતભાઈને અભિનંદન.

  13. Maheshchandra Naik says:

    મૌન રાત્રીની ભાષાની રજુઆત શ્રી હરીન્દ્ર દવે જ કરી શકે, સરસ ગીત….

  14. Umesh Vasavda says:

    beautiful lyric, typical Harindrabhai Dave..
    superb music and tremendous voice quality, again typical Ashitbhai…

    Thoroughly enjoyable.. Thanks

  15. Kamlesh says:

    હોઠ ખુલે ના તોયે રહે સંભળાતો સાદ,………સરસ.

  16. Dinesh Patel says:

    અતિ સુન્દર ,
    શબ્દાવલિ ખુબ સુન્દર અને મધુર છે.અને અનો અર્થ એનથિ વધારે ભાવ વાહક છે .

  17. Dinesh Patel says:

    અતિ સુન્દર ,
    શબ્દાવલિ ખુબ સુન્દર અને મધુર છે.અને અનો અર્થ એનથિ વધારે ભાવ વાહક છે .
    કવિ શ્રિ ને ખુબ ખુબ અભિનન્દન્..

  18. સુન્દર રચના …
    મઝા આવિ ગઇ…

  19. Hasit Hemani says:

    આઈ એમ એ ફેન ઓફ આશિત દેસાઈ બટ એ ફિમેલ વોઈસ વુ્ડ હેવ બિન મોર એપ્રોપ્રીએટ્.

  20. Anila Amin says:

    ખૂબજ સરસ શબ્દો અને ખૂબ જ સરસ કલ્પના.

  21. rayshi l gada says:

    ખુબ સરસ મજા આવી ગઈ
    રાયશી ગઙા

  22. asha says:

    ..આમ મેળો ને મેળાની કેવી મરજાદ,
    હોઠ ખુલે ના તોયે રહે સંભળાતો સાદ,
    કોઈ લહેરખી મજાની જાણે સાથ રહી ગઇ,
    મર્મ એનો ઉકેલવામાં રાત વહી ગઇ…

    તમે પાંપણને પલકારે…

    ..સરસ..

  23. Mehmood says:

    આમ મેળો ને મેળાની કેવી મરજાદ,
    હોઠ ખુલે ના તોયે રહે સંભળાતો સાદ,
    કોઈ લહેરખી મજાની જાણે સાથ રહી ગઇ,
    મર્મ એનો ઉકેલવામાં રાત વહી ગઇ.

    ખુબજ સરસ….

  24. d[pti says:

    સરસ શબ્દો અને સરસ કલ્પનાનો સુંદર સમન્વય્…

    હોઠ ખુલે ના તોયે રહે સંભળાતો સાદ,
    કોઈ લહેરખી મજાની જાણે સાથ રહી ગઇ,

    “કોઈ ભીને રૂમાલ એક ભાત લહી ગઈ”

  25. Dhaval Bhavsar says:

    Is’s singing by Dear Ashitbhai….its Fantastic… awesome and also with good lyrics..
    Thank you very very much jaishree ben for provide this song

  26. Gita c kansara says:

    અતિ અદભુત સુન્દર રચના.
    ગાયક્ને ગેીતકાર્ ને અ ભિનન્દન્.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *