ટહુકો માં શોધો..

Fan of Facebook?

Follow us on Facebook

Follow tahuko_com on Twitter

વિભાગો

જૂની પોસ્ટ

કંઇક એ રીતે ગઝલની બાંધણી કરશું અમે - બરકત વિરાણી ‘બેફામ’

અહીં ફક્ત ૪ શેર સંગીતબધ્ધ થયા છે - પણ એવો સરસ લય છે કે જાણે બાકીની ગઝલ આપણે જાતે ગાઇને વાંચવાનું મન થઇ જાય…

સ્વર : સંગીત :: ???

This text will be replaced

કંઇક એ રીતે ગઝલની બાંધણી કરશું અમે,
કે તમારા મૌનને પણ રાગણી કરશું અમે.

સૌથી પહેલાં તો હ્રદયની તાપણી કરશું અમે,
એ પછી જે કાંઇ બચશે, લાગણી કરશું એમે.

પ્રીતને પણ એટલી સોહામણી કરશું અમે,
કે તમારા રૂપની સરખામણી કરશું અમે.

આ જગત અમને ભલેને નોખનોખા માર્ગ દે,
પણ સફર જીવનની તારા ઘર ભણી કરશું અમે.

આભધરતીનો તફાવત છે તો એથી શું થયું ?
ચંદ્ર થઇ જાશું ને તમને પોયણી કરશું અમે.

તું ન ચાહે તો પછી એને કોઇ ચાહે નહીં,
જિન્દગીને એ રીતે અળખામણી કરશું અમે.

શી દશા થઇ છે જીવનની, ખ્યાલ તો આવે તને,
એની કુરબાની નહીં પણ સોંપણી કરશું અમે.

કાં મળે સૌ કાંઇ અમને, કાંઇ મળે ના કાંઇ પણ,
એની પાસે એની ખુદની માગણી કરશું અમે.

એક વખત સ્પર્શી અમારી શુધ્ધતા પણ જોઇ લો,
છો તમે પથ્થર ભલે, પારસમણિ કરશું અમે.

છે ખુદા સૌના અને એથી એ સંતાઇ ગયો,
ડર હતો એને કે એની વહેંચણી કરશું અમે.

ચાર દિનની જિન્દગીમાં ઘર તો ક્યાંથી થઇ શકે ?
વિશ્ર્વને બેફામ ખાલી છાવણી કરશું અમે.

(આભાર : ગુજરાતસેન્ટર.કોમ)

એક વર્ષ પહેલા : મારો દેવરીયો છે બાંકો - અવિનાશ વ્યાસ

બે વર્ષ પહેલા : એ જ લખવાનું તને... - સુરેન ઠક્કર 'મેહુલ'

8 comments to કંઇક એ રીતે ગઝલની બાંધણી કરશું અમે - બરકત વિરાણી ‘બેફામ’

  1. વિવેક ટેલર
    March 21st, 2009 at 7:36 pm

    સુંદર ગઝલ… સાંભળવી પણ ગમી…

  2. prashant
    March 21st, 2009 at 10:27 pm

    જયશ્રીબેન, આ ગઝલ ની ગાયકી સોલી કાપડિયાની લાગે છે.

  3. ડૉ. પ્રીતેશ વ્યાસ
    March 22nd, 2009 at 12:30 am

    અમન લેખડિયા?

  4. sanjay
    March 23rd, 2009 at 3:34 am

    એક વાત સમજાતી નથી કે દરેક પોસ્ટ જયશ્રીબેન જ કેમ કરે છે?
    અને એક વર્ષ પહેલા નો શું મતલબ છે?

  5. Pinki
    March 29th, 2009 at 3:30 pm

    નમસ્તે. તમારિ આ વેબસાઈટ ખુબજ ગમેલ અને અમોને “Lili lili odhani odhi dharati jhume rumjum fulda khilya fulda uper bhawara bole gun gun ” like this song. So please fulfil our wish.

  6. Shilpan Vyas
    March 29th, 2009 at 10:48 pm

    Please need stuti of Ambe Mata, “he jag janani he jagdambe”. Thanks a lot.

  7. Sagar
    April 14th, 2009 at 9:48 pm

    છે ખુદા સૌના અને એથી એ સંતાઇ ગયો,
    ડર હતો એને કે એની વહેંચણી કરશું અમે

    વાહ….. વાહ……,ઘણી મોટી વાત ફક્ત બે જ પંક્તિ મા!

  8. bhadresh shah
    January 17th, 2010 at 11:29 pm

    છે ખુદા સૌના અને એથી એ સંતાઇ ગયો,
    ડર હતો એને કે એની વહેંચણી કરશું અમે.

    ચાર દિનની જિન્દગીમાં ઘર તો ક્યાંથી થઇ શકે ?
    વિશ્ર્વને બેફામ ખાલી છાવણી કરશું અમે.

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>