અહીં ફક્ત ૪ શેર સંગીતબધ્ધ થયા છે – પણ એવો સરસ લય છે કે જાણે બાકીની ગઝલ આપણે જાતે ગાઇને વાંચવાનું મન થઇ જાય…
સ્વર : સુધીર ઠાકર
સંગીત :: ???
.
કંઇક એ રીતે ગઝલની બાંધણી કરશું અમે,
કે તમારા મૌનને પણ રાગણી કરશું અમે.
સૌથી પહેલાં તો હ્રદયની તાપણી કરશું અમે,
એ પછી જે કાંઇ બચશે, લાગણી કરશું એમે.
પ્રીતને પણ એટલી સોહામણી કરશું અમે,
કે તમારા રૂપની સરખામણી કરશું અમે.
આ જગત અમને ભલેને નોખનોખા માર્ગ દે,
પણ સફર જીવનની તારા ઘર ભણી કરશું અમે.
આભધરતીનો તફાવત છે તો એથી શું થયું ?
ચંદ્ર થઇ જાશું ને તમને પોયણી કરશું અમે.
તું ન ચાહે તો પછી એને કોઇ ચાહે નહીં,
જિન્દગીને એ રીતે અળખામણી કરશું અમે.
શી દશા થઇ છે જીવનની, ખ્યાલ તો આવે તને,
એની કુરબાની નહીં પણ સોંપણી કરશું અમે.
કાં મળે સૌ કાંઇ અમને, કાંઇ મળે ના કાંઇ પણ,
એની પાસે એની ખુદની માગણી કરશું અમે.
એક વખત સ્પર્શી અમારી શુધ્ધતા પણ જોઇ લો,
છો તમે પથ્થર ભલે, પારસમણિ કરશું અમે.
છે ખુદા સૌના અને એથી એ સંતાઇ ગયો,
ડર હતો એને કે એની વહેંચણી કરશું અમે.
ચાર દિનની જિન્દગીમાં ઘર તો ક્યાંથી થઇ શકે ?
વિશ્ર્વને બેફામ ખાલી છાવણી કરશું અમે.
બરકત વિરાણી નેી ‘બેફામ’ ખુબ જ સુન્દર રચના
તું ન ચાહે તો પછી એને કોઇ ચાહે નહીં,
જિન્દગીને એ રીતે અળખામણી કરશું અમે.
શી દશા થઇ છે જીવનની, ખ્યાલ તો આવે તને,
એની કુરબાની નહીં પણ સોંપણી કરશું અમે.
વાહ….. વાહ……
આ ગઝલ સુધીર ઠાકરે ગાયેલી છે, જે સૌની જાણ ખાતર…
હિતેશભાઈ, thanks for correcting my misconception.
*
છે ખુદા સૌના અને એથી એ સંતાઇ ગયો,
ડર હતો એને કે એની વહેંચણી કરશું અમે.
ચાર દિનની જિન્દગીમાં ઘર તો ક્યાંથી થઇ શકે ?
વિશ્ર્વને બેફામ ખાલી છાવણી કરશું અમે.
*
*સુંદર ગઝલ… સાંભળવી પણ ગમી…
*
* જગશી ગડા – શાહ,
* વિલેપારલે – મુંબઇ
જયશ્રીજી
આ ગઝલ શ્રી સુધીર ઠાકર સાહેબે ગાઈ છે. તેનુ આ આલ્બમ “મસ્તી” જે ટી સીરીઝ દ્વારા પ્રસ્તૃત થયુ હતુ, આ આલ્બમ ૧૯૯૮માં પ્રગટ થયુ હતુ
જયશ્રીજી
આ ગઝલ શ્રી સુધીર ઠાકર સાહેબે ગાઈ છે. તેનુ આ આલ્બમ નામ “મસ્તી” જે ટી સીરીઝ દ્વારા લોન્ચ થયુ હતુ અને આ આલ્બમ ૧૯૯૮માં પ્રગટ થયુ હતુ
છે ખુદા સૌના અને એથી એ સંતાઇ ગયો,
ડર હતો એને કે એની વહેંચણી કરશું અમે.
ચાર દિનની જિન્દગીમાં ઘર તો ક્યાંથી થઇ શકે ?
વિશ્ર્વને બેફામ ખાલી છાવણી કરશું અમે.
છે ખુદા સૌના અને એથી એ સંતાઇ ગયો,
ડર હતો એને કે એની વહેંચણી કરશું અમે
વાહ….. વાહ……,ઘણી મોટી વાત ફક્ત બે જ પંક્તિ મા!
Please need stuti of Ambe Mata, “he jag janani he jagdambe”. Thanks a lot.
નમસ્તે. તમારિ આ વેબસાઈટ ખુબજ ગમેલ અને અમોને “Lili lili odhani odhi dharati jhume rumjum fulda khilya fulda uper bhawara bole gun gun ” like this song. So please fulfil our wish.
એક વાત સમજાતી નથી કે દરેક પોસ્ટ જયશ્રીબેન જ કેમ કરે છે?
અને એક વર્ષ પહેલા નો શું મતલબ છે?
અમન લેખડિયા?
જયશ્રીબેન, આ ગઝલ ની ગાયકી સોલી કાપડિયાની લાગે છે.
ના સુધીર ઠક્કર સાહેબ નો જ સ્વર છે.
સુંદર ગઝલ… સાંભળવી પણ ગમી…